14 વર્ષનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પાક. સામે 'રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ'માં કરશે ધમાકો
- Vaibhav Suryavanshi પાકિસ્તાન 'A' સામે ટકરાશે
- 14વર્ષના વૈભવે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શાનદાર બેટિંગ કરી
- ભારત 'A' vs પાકિસ્તાન 'A' વચ્ચે 'રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ'માં ટક્કર
- મેચ 16 નવેમ્બર, 2025ના રોજ દોહા, કતારમાં રમાશે
- વૈભવ સૂર્યવંશી પાકિસ્તાની દિગ્ગજોના વિવાદનો બેટથી જવાબ આપશે
Vaibhav Suryavanshi Pakistan : ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર બેટિંગનો ધમધમાટ મચાવનાર 14 વર્ષનો ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હવે પાકિસ્તાન સામે પોતાનો જાદુ બતાવવા માટે સજ્જ છે. આ વખતે મુકાબલો અંડર-19 સ્તરે નહીં, પરંતુ 'A' ટીમો વચ્ચે થશે, જ્યાં આવનારી પેઢીના મહાન ખેલાડીઓ એકબીજાની સામે ટકરાશે.
આ 'રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025' ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની 'A' ટીમો ભાગ લેશે. જ્યારે હોંગકોંગ, યુએઇ અને ઓમાનની મુખ્ય ટીમો સામેલ થશે, કારણ કે તેઓ એસોસિયેટ દેશો છે.
ભારતનો આ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી તાજેતરમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કેટલીક શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. 14 વર્ષની નાની ઉંમરે તેની બેટિંગમાં જોવા મળેલી સમજદારીએ સૌને આશ્ચર્યચકિત કર્યા છે. તેના આક્રમક શોટ્સ અને સમજી-વિચારીને રમાયેલી ઇનિંગ્સના કારણે ભારતીય અંડર-19 ટીમને ઘણા પ્રસંગોએ જીત મળી છે.
પાકિસ્તાની દિગ્ગજોએ ઉઠાવ્યા હતા ઉંમર પર સવાલ – Pakistan Cricket Age Controversy
વૈભવની આ સફળતાએ માત્ર ચાહકોનું જ નહીં, પણ વિરોધી ટીમોનું ધ્યાન પણ ખેંચ્યું છે. કેટલાક પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરોએ તો તેની ઉંમર અંગે સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ વૈભવે ક્યારેય બોલવાના બદલે પોતાના બેટથી જવાબ આપવાનો નિર્ધાર કર્યો હતો. હવે તે જ યુવાન ખેલાડી પાકિસ્તાની બોલરોની ધૂલાઇ કરવા માટે ઉત્સુક છે.
The Senior Men’s Selection Committee has picked the India A squad for the Asian Cricket Council’s Rising Stars Asia Cup to be held in Qatar. The Tournament will be played from November 14-23 at West End International Cricket Stadium in Doha.
India A squad for Rising Stars Asia… pic.twitter.com/7K1T06JjVf
— IANS (@ians_india) November 4, 2025
ભારત vs પાક. 'A' મેચ: તારીખ અને સ્થળ – India A vs Pakistan A Match Details
'રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ' હેઠળ ભારત 'A' અને પાકિસ્તાન 'A' વચ્ચે આ રોમાંચક મુકાબલો ૧૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ દોહાના વેસ્ટ એન્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દોહામાં આ ટક્કર માત્ર યુવા પ્રતિભાની કસોટી જ નહીં હોય, પરંતુ બંને દેશોના ઉભરતા સ્ટાર્સ વચ્ચે "મિની ક્લેશ ઓફ ટાઇટન્સ" સાબિત થઈ શકે છે.
રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025 – Rising Stars Asia Cup Schedule
- મેચની તારીખ: 16 નવેમ્બર 2025
- સ્થાન: વેસ્ટ એન્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દોહા
- ટુર્નામેન્ટ: રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025
ભારતીય ક્રિકેટ માટે મોટી આશા છે વૈભવ – Vaibhav Suryavanshi India Future
ટીમ મેનેજમેન્ટ અને ક્રિકેટ ચાહકોની નજર સતત મેચ વિનિંગ પ્રદર્શન કરનાર વૈભવ સૂર્યવંશી પર ટકેલી છે. તેના આક્રમક સ્વભાવ અને સફાઈદાર હિટિંગ જોતાં એવી અપેક્ષા છે કે પાકિસ્તાની બોલરોને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ યુવા બેટ્સમેન આઈપીએલમાંથી જ જોરદાર પ્રદર્શન કરતો આવ્યો છે.
ભારત-પાકિસ્તાન મેચ હંમેશા ઉગ્રતાથી ભરપૂર હોય છે અને આ વખતે પણ એ જ ઉત્સાહ જોવા મળશે તેવી અપેક્ષા છે. ભારતીય ટીમ આ મેચ કોઈપણ ભોગે જીતવાનો પ્રયાસ કરશે અને કરોડો ચાહકોની નજર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર ટકેલી રહેશે.
આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમે જીતેલો વર્લ્ડ કપ ટ્રોફી ICC પાછી લેશે; આ છે મોટું કારણ


