Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Veteran Cricketers Praise Vaibhav Sooryavanshi : રાજસ્થાનના તોફાની બેટ્સમેનના વખાણ કરતા નથી થાકી રહ્યા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ

Veteran Cricketers Praise Vaibhav Sooryavanshi : IPL એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે માત્ર 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો છે. તેની આક્રમક બેટિંગ બાદ સચિન તેંડુલકર, ક્રિસ ગેઇલ, યુવરાજ સિંહ, રૈના અને અન્ય દિગ્ગજોએ તેની ભરપૂર પ્રશંસા કરી છે અને તેને ભારતના ભવિષ્યનો સુપરસ્ટાર ગણાવ્યો છે ગણાવ્યો છે.
veteran cricketers praise vaibhav sooryavanshi   રાજસ્થાનના તોફાની બેટ્સમેનના વખાણ કરતા નથી થાકી રહ્યા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ
Advertisement

Veteran Cricketers Praise Vaibhav Sooryavanshi : IPL એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ (RR)ના યુવા વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)સામે અદભૂત પ્રદર્શન કરીને માત્ર 29 બોલમાં 97 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેની આક્રમક બેટિંગે મેચની દિશા બદલી નાખી અને હવે સમગ્ર ક્રિકેટ જગતમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિશ્વભરના ક્રિકેટ નિષ્ણાતો અને દિગ્ગજ ખેલાડીઓએ તેના પ્રદર્શનની પ્રશંસા કરી છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરથી લઈને યુનિવર્સ બોસ ક્રિસ ગેઇલ સુધીના દિગ્ગજોએ પણ તેની આ વિસ્ફોટક ઇનિંગને યાદગાર ગણાવી અને યુવા પ્રતિભાને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે.

માઇકલ વોને શું કહ્યું ?

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી માઇકલ વોને વૈભવને લઇને એક મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ T20 ઓપનર છે. ભારતે તેને પસંદ કરવો જ પડશે.

Advertisement

ઇરફાન પઠાણ

ત્યારબાદ ટીમ ઈન્ડિયા ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે કહ્યું કે, માત્ર 15 વર્ષની ઉંમરમાં IPL ની એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બનવું ખરેખર અવિશ્વસનીય છે. આવું જે અમે પહેલા ક્યારે જોયું નથી. વૈભવ સૂર્યવંશી ખરેખર જાદુ છે.

Advertisement

યુવરાજ સિંહ

2011 વર્લ્ડ કપના હીરો કહેવાતા અને ભૂતપૂર્વ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ વૈભવના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, બોસ બેબીએ વર્લ્ડ બોસનો રેકોર્ડ તોડી નાખ્યો. અવિશ્વસનીય, આ બાળકને રમતા જોવો ખરેખર શાનદાર છે.

ક્રિસ ગેઇલ

યુનિવર્સ બોસ અને IPL માં એક સમયે સૌથી ખતરનાક બેટ્સમેન તરીકે જાણીતા ક્રિસ ગેઇલ પણ વૈભવના મુરીદ બની ગયા છે. IPL ની એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છેલ્લા ઘણા વર્ષોથી ક્રિસ ગેઇલના નામે હતો. હવે તે વૈભવના નામે છે. જે બાદ ક્રિસ ગેઇલ પણ વૈભવની તારીફ કરતા પોતાને રોકી શક્યો નહીં. તેમણે કહ્યું કે, વૈભવ જબરદસ્ત ખેલીડ છે. શું શાનદાર મનોરંજન કર્યું નવયુવાન. તેમણે આગળ કહ્યું કે, આ હવે નવી સિક્સ મશીન બની ગયો છે.

સુરેશ રૈના

ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ વૈભવની તારીફ કરતા કહ્યું કે, વૈભવ સૂર્યવંશીએ ટૂર્નામેન્ટ જે પણ કઇ કર્યું છે, તેને શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. ડિક્શનરીમાં પણ તેના વખાણ માટે શબ્દો ઓછા પડી જાય તેવો કારનામો તેણે કરી બતાવ્યો છે. શું ખેલાડી છે, શું શાનદાર ટેલેન્ટ છે. લોકો અસલમાં તેને બેટિંગ કરતા જોવાની રાહ જોઇ રહ્યા હોય છે. આ સાબિત કરે છે કે ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.

સચિન તેંડુલકર

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તે઼ંડુલકરે વૈભવ સૂર્યવંશીમાં એક ખાસ બેટ્સમેન જોતા તેના વખાણમાં કહ્યું કે, વૈભવ સૂર્યવંશીનો બેટ સ્વિંગ જબરદસ્ત રહ્યો છે. આનાથી પણ સારી વાત એ છે કે, કેટલી સુંદર રીતે પોતાનો આગળનો પગ હટાવીને પગ તરફ આવતા બોલ માટે તે જગ્યા બનાવે છે. આ આઝાદીના કારણે તે આ રીતે રમી શકે છે, જેવું તે રમે છે. આ ઇનિગ્સ કોઇ શાનદાર કરિશ્માથી ઓછી નહોતી.

આંદ્રે રસલ

વેસ્ટ ઈન્ડિઝના ઓવરાઉન્ડર આદ્રે રસલે પણ વૈભવના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, અભિનંદન છે બાળક. નફરત કરતા લોકો કહેતા રહેશે કે તમારી ઉંમર 15 વર્ષ નથી, પણ તેનાથી કોને ફરક પડે છે? આ 30 વર્ષના ખેલાડી પણ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે જે તમે કરી રહ્યા છો. બસ આવી જ રીતે તમે આગળ વધતા રહો, હું તમારો બહુ મોટો ફેન છું. બસ બોલને જુઓ અને તેને ઉડાવી દો.

ઉલ્લેખનીય છે કે, આજે વૈભવ સૂર્યવંશી એક નામ માત્ર નથી, તે હવે એક બ્રાન્ડ બની ગયો છે. સામાન્ય રીતે એક ઉંમર પછી કોઇ મોટું હાંશલ કર્યા બાદ લોકો જે તે વ્યક્તિને પોતાનો રોલ મોડલ માને છે, પણ આ નાના બાળકે માત્ર 15 વર્ષની ઉંમરમાં એવું શાનદાર પ્રદર્શન કર્યું છે કે, તેના ક્રિકેટ જગતના દિગ્ગજો પણ ફેન થઇ ગયા છે.

આ પણ વાંચો : Gujarat Titans team bus catches fire : IPL માં હાર બાદ હોટલ જઇ રહેલી GTની બસમાં લાગી આગ

Tags :
Advertisement

.

×