ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ દિગ્ગજ ખેલાડીએ રિટાયરમેન્ટની જાહેરાત
- Varun Aaron Retirement Team India
- વરૂણ એરોન લાંબા સમયથી થઇ રહ્યો હતો અન્યાય
- ક્લાસ એ ખેલાડીમાં ગણત્રી થતી હતી આ ખેલાડીની
Varun Aaron Retirement Team India: ભારતીય ટીમના ખેલાડી વરૂણ આરોને સન્યાસની જાહેરાત કરી દીધી છે.તેણે માત્ર 35 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. વરૂણે ભારત માટે 9 વનડે અને 9 ટેસ્ટ મેચ રમી છે. તે પોતાની ધાતક બોલિંગ માટે ખ્યાતનામ છે. વરૂણ ઇન્ડિયન પ્રીમિયર લિગમાં પણસારુ પ્રદર્શન કર્યું છે. તે ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડ માટે રમે છે. વરૂણે ઝારખંડ માટે અંતિમ મેચ આ જ વર્ષે 5 જાન્યુઆરીએ ગોવા વિરુદ્ધ રમી હતી.
વરૂણે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી કરી નિવૃતીની જાહેરાત
વરૂણે ક્રિકેટના તમામ ફોર્મેટ્સથી સન્યાસની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જેના દ્વારા સન્યાસની જાહેરાત કરી. વરૂણ લખ્યું કે, મે ગત્ત 20 વર્ષોથી પાસ્ટ બોલિંગ કરી છે. હું આજે આધિકારીક રીતે ક્રિકેટમાં સન્યાસની જાહેરાત કરી છે. મારા માટે આ સફર ભગવાન, પરિવાર, મિત્રો, સાથી ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફ અને ફેન્સ વગર શક્ય નહોતું. હું બીસીસીઆઇ અને જેએસસીએનો આભાર વ્યક્ત કરુ છું.
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણી માટે ભાજપની બીજી યાદી અંગે મોટી અપડેટ, આજે રાત્રે થઈ શકે છે જાહેર
આવી રહી વરૂણની કારકિર્દી
વરૂણ આરોન પોતાના ફાસ્ટ બોલર માટે જાણીતો હતો. તેણે ભારત માટે નવેમ્બર 2011 માં ટેસ્ટ ડેબ્યું મેચ રમી હતી. જ્યારે2015 માં અંતિમ ટેસ્ટ રમી હતી. વરુણે ઓક્ટોબર 2011 માં વન ડે ડેબ્યુ કરી હતી. જ્યારે 2014 માં અંતિમ મેચ રમાઇ હતી. તે ભારત માટે 9 ટેસ્ટ મેચમાં 18 વિકેટ લઇ ચુક્યો છે. જ્યારે 9 વનડે માં 11 વિકેટ.
View this post on Instagram
વરૂણ આરોન ટીમ ઇન્ડિયાથી હતો બહાર
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તૈયારી શરૂ કરશે. જો કે અત્યાર સુધી તેના માટે ટીમની જાહેરાત નથી થઇ. જો વરૂણની વાત કરીએ તો તે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર હતો. જો કે આ દરમિયાન સ્થાનિક મેચમાં સતત રમતા રહ્યો હતો. વરૂણ લિસ્ટએની 88 મેચમાં 141 વિકેટ લઇ ચુક્યો છે. જ્યારે ફર્સ્ટ ક્લાસ મેચમાં 173 વિકેટ ઝડપી ચુક્યો છે.
આ પણ વાંચો : HMPV વાયરસ અંગે ચીનનું ભેદી મૌન, કોરોનાની જેમ સત્ય છુપાવે છે?