સારા તેડુંલકર બાદ હવે અર્જુન તેડુંલકરે પણ પિતાને..! પ્રતિષ્ઠા પર ઉઠ્યા સવાલ
- Arjun Tendulkar performance in Vijay Hazare Trophy
- સારા તેંડુલકરનો ગોવા વીડિયો બાદ ભાઈએ રહી ગયેલી કસર પૂરી કરી
- ગોવામાં સારા તો ગોવા તરફથી રમતા અર્જુનના કારણે, તેંડુલકર ફેમિલી ચર્ચામાં
Arjun Tendulkar performance in Vijay Hazare Trophy : ક્રિકેટ જગતમાં 'તેંડુલકર' નામ પોતે જ એક સંસ્થા સમાન છે. સચિન તેંડુલકરે સ્થાપેલા કીર્તિમાન સુધી પહોંચવું કોઈ પણ ખેલાડી માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. પરંતુ જ્યારે આ સરખામણી તેમના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) સાથે કરવામાં આવે છે, ત્યારે અપેક્ષાઓનો પહાડ અનેકગણો વધી જાય છે. હાલમાં રમાઈ રહેલી વિજય હજારે ટ્રોફી 2025-26 માં અર્જુનનું પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે. મેદાન પરના તેના નબળા આંકડા હવે સોશિયલ મીડિયા અને ક્રિકેટ વર્તુળોમાં અલગ-અલગ ચર્ચાઓને જન્મ આપી રહ્યા છે.
વિજય હજારે ટ્રોફીમાં અર્જુન તેંડુલકરનો ફ્લોપ શો
વર્તમાન વિજય હજારે ટ્રોફીમાં ગોવા માટે રમી રહેલા ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર માટે આ સીઝન અત્યંત નિરાશાજનક સાબિત થઈ રહી છે, જ્યાં તે રમતની બંને પાંખે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. અત્યાર સુધી રમાયેલી 3 મહત્વની મેચોમાં આ ડાબોડી બોલર પ્રભાવ પાડવામાં સાવ નિષ્ફળ રહ્યો છે અને એક પણ વિકેટ ઝડપી શક્યો નથી. ખાસ કરીને મુંબઈ જેવી મજબૂત ટીમ સામે તેણે 8 ઓવરમાં 78 રન લુટાવ્યા હતા, જે તેની બોલિંગમાં રહેલી ધાર પર સવાલો ઉભા કરે છે.
આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ સામેની મેચોમાં પણ અર્જુન ખર્ચાળ સાબિત થયો હતો, જેમાં તેણે અનુક્રમે 58 અને 49 રન આપ્યા છતાં વિકેટ મેળવી શક્યો નહોતો. એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવનાર અર્જુન ન તો રન રોકવામાં સફળ રહ્યો છે કે ન તો બેટ વડે કોઈ યાદગાર ઇનિંગ રમી શક્યો છે, જેના કારણે ગોવા માટે તેની ભૂમિકા હવે ચિંતાનો વિષય બની છે.
સરફરાઝ ખાનનો કહેર અને Arjun Tendulkar ની લાચારી
મુંબઈ સામેની મેચમાં જ્યારે સરફરાઝ ખાને માત્ર 75 બોલમાં 157 રન ફટકારીને મેચમાં પોતાની ટીમની પકડને મજબૂત કરી હતી, ત્યારે ગોવાની બોલિંગ લાઇન-અપ વિખેરાઈ ગઈ હતી. મુંબઈએ ખડકેલા 444 રનના વિશાળ સ્કોર સામે ગોવાએ અર્જુન તેંડુલકરને ઓપનિંગમાં મોકલીને મોટો જુગાર રમ્યો હતો. અર્જુને 27 બોલમાં 24 રન (5 ચોગ્ગા) સાથે આક્રમક શરૂઆત તો કરી, પરંતુ તે તેને લાંબી ઇનિંગમાં બદલી શક્યો નહીં.
🚨l Today in the Vijay Hazare Trophy, Arjun Tendulkar scored 78 off 48 balls. He also conceded 78 runs in his eight overs. pic.twitter.com/8OPPEQ0Uuj
— Crick_Adipoli (@BroAdipoli) December 31, 2025
દિગ્ગજ ખેલાડીની પ્રતિષ્ઠા દાવ પર?
જ્યા સુધી સચિન તેંડુલકર ભારતીય ટીમનો હિસ્સો હતા ત્યા સુધી દુનિયા મોટા મોટા બોલરો પણ તેમની સામે બોલિંગ કરતા ડરતા હતા. તેમણે મેળવેલી સિદ્ધિ સુધી પહોંચવું આજે પણ ખેલાડીઓ માટે એક સપના બરાબર છે, ત્યારે તેમના જ બાળકો તાજેતરના સમયમાં તેમના નામને સતત ક્ષતિ પહોંચાડી રહ્યા છે. જીહા, તાજેતરમાં સચિન તેંડુલકરની દીકરી સારા જાહેરમાં મિત્રો સાથે ગોવાની સડકો પર હાથમાં બીયરની બોટલ લઇને ફરતી દેખાઈ હતી. જે પછી તે ખૂબ ટ્રોલ થઇ હતી, સાથે તેંડુલકરના સંસ્કારો અંગે પણ સોશિયલ મીડિયામાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હવે ક્રિકેટના મેદાને અર્જુન તેંડુલકરના ખરાબ પ્રદર્શને પણ તેંડુલકર ફેમિલી પર સવાલો ઉભા કરવાનું શરૂ કરી દીધુ છે.
IPL 2026 માં નવી ટીમ, નવો પડકાર
એક તરફ ડોમેસ્ટિક ક્રિકેટમાં નબળો ફોર્મ છે, તો બીજી તરફ IPL 2026 માટે અર્જુન ફરી ચર્ચામાં છે. આ વખતે તે મુંબઈ ઇન્ડિયન્સના બ્લુ ડ્રેસમાં નહીં, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વતી રમતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, લખનૌએ અર્જુનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે અનુભવી ખેલાડી શાર્દુલ ઠાકુરને મુંબઈ ઇન્ડિયન્સને સોંપ્યો છે. આ ટ્રેડ દર્શાવે છે કે લખનૌ મેનેજમેન્ટને હજુ પણ અર્જુનની ક્ષમતા પર વિશ્વાસ છે. પરંતુ, શું અર્જુન આ વિશ્વાસ પર ખરો ઉતરી શકશે? તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો : સારા તેંડુલકરના ગોવા વીડિયોએ મચાવ્યો હોબાળો, સચિનના સંસ્કારો પર ઉઠ્યા સવાલ?


