Vinesh Phogat એ બદલ્યો વિચાર, કુસ્તીના અખાડામાં પાછા ફરવાની જાહેરાત, ઓલિમ્પિક મેડલ પર નજર
- Vinesh Phogat એ પરત ખેંચી કુસ્તીમાંથી નિવૃત્તિ
- સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાહેરાત કરી
- મેટ પર પાછા ફરવા માટે તૈયાર છુંઃ વિનેશ ફોગાટ
- વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024 માં મેડલ ચૂકી ગઈ હતી
- પેરિસ ઓલિમ્પિક-2024 પછી નિવૃત્તિની કરી હતી જાહેરાત
Vinesh Phogat ફરી કુસ્તીના અખાડામાં પાછી ફરી રહી છે. આ અંગે તેણે ખુદ જાહેરાત કરી છે. નોંધનીય છે કે, વર્ષ 2024માં પેરિસ ઓલિમ્પિકમાં મેડલ મેળવવાથી થોડા અંતરે ચૂકી ગઈ હતી. મેડલ ન મળતા હતાશ થયેલી વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેર કરી હતી. જો કે, હવે તેણે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિનેશે હવે નિવૃત્તિમાંથી પાછા ફરવાની જાહેરાત કરી છે. પેરિસ ઓલિમ્પિકમાં થયેલી ઘટનાઓ પછી, તેણે કુસ્તીને અલવિદા કહી દીધું હતું. હવે, એ માને છે કે તેના અંદરની આગ ક્યારેય શાંત થઈ નથી. અને છેલ્લા એક વર્ષમાં તેને અનુભવ થયો કે, કુસ્તી તેનો પ્રથમ પ્રેમ છે.
Vinesh Phogat એ પેરિસ ઓલિમ્પિકમાં લીધો હતો ભાગ
વિનેશ પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિલો વજન શ્રેણીની ફાઈનલ (Final) માં પહોંચી હતી. આ સાથે તેણે દેશ માટે ઓછામાં ઓછો એક રજત ચંદ્રક નિશ્ચિત કર્યો હતો. જોકે, નિયમ મુજબ ફાઈનલ મેચ પહેલા વજન કરવામાં આવ્યું હતું. જેમાં વિનેશ ફોગાટનું વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. 100 ગ્રામ વધારાના વજન સાથે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ ઘટનાથી દેશમાં ઘણો વિવાદ સર્જાયો હતો.
મને સત્ય ખબર પડીઃ વિનેશ ફોગાટ
વિનેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું છે. તેણે પોસ્ટ (Post) માં લખ્યું, "લોકો મને પૂછતા રહ્યા કે શું આ અંત છે. લાંબા સમય સુધી, મારી પાસે તેનો જવાબ નહોતો. મારે મેટ, અપેક્ષાઓ, દબાણ અને મારી પોતાની મહત્વાકાંક્ષાથી દૂર જવાની જરૂર હતી. આટલા વર્ષોમાં પહેલી વાર મેં મારી જાતને તક આપી. મને એ સમજવામાં સમય લાગ્યો કે મારી સફર, મારી વેદના, મારા બલિદાન અને મારી આજુંબાજુની દુનિયામાં બધાયમાં મને એક જ સત્ય મળ્યું કે, મને હજી પણ આ રમત ગમે છે. હું હજી પણ લડવા માંગુ છું."
આ પણ વાંચો- ડાયાબિટીશ મેનેજમેન્ટ માટે જાણીતી દવા Ozempic ભારતમાં લોન્ચ, વાંચો વિગતવાર
વિનેશ ફોગાટની લોસ એન્જલસ ઓલિમ્પિક્સ પર નજર
વિનેશ ફોગાટે આગળ લખ્યું, આ મૌનમાં, મને એ મળ્યું જે હું ભૂલી ગઈ હતી. એક એવી આગ જે ક્યારેય શાંત નથી થઈ. તે ફક્ત થાક અને ઘોંઘાટ વચ્ચે ક્યાંક દટાઈ ગઈ હતી. તે શિસ્ત, તે દિનચર્યા અને તે લડાઈ... તે મારા શરીરમાં છે. હું ગમે તેટલી દૂર ગઈ, મારો એક ભાગ મેટ પર રહ્યો છે. હું અહીં જ છું, હું એવા હૃદય સાથે ચાલી રહી છું જે ડરતું નથી. અને એક એવી ભાવના સાથે જે ઝૂકવાનો ઈનકાર કરે છે.
આ પણ વાંચો- Cricket: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ એકલા હાથે આખી ટીમને હરાવી રેકોર્ડ બનાવ્યો