Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિનેશ ફોગાટે CAS કોર્ટમાં દાખલ કરી અપીલ, સિલ્વર મેડલ આપવા માટેની માંગ

નવી દિલ્હી : વિનેશ ફોગાટે પોતાને અયોગ્ય જાહેર કરવા વિરુદ્ધ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તેમને સિલ્વર મેડલ આપવામાં આવવો જોઇએ. CAS એ પોતાનો અંતિમ નિર્ણય આપવા માટે ગુરૂવાર સવાર સુધીનો સમય માંગ્યો છે. જો CAS વિનેશના પક્ષમાં નિર્ણય...
વિનેશ ફોગાટે cas કોર્ટમાં દાખલ કરી અપીલ  સિલ્વર મેડલ આપવા માટેની માંગ
Advertisement

નવી દિલ્હી : વિનેશ ફોગાટે પોતાને અયોગ્ય જાહેર કરવા વિરુદ્ધ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તેમને સિલ્વર મેડલ આપવામાં આવવો જોઇએ. CAS એ પોતાનો અંતિમ નિર્ણય આપવા માટે ગુરૂવાર સવાર સુધીનો સમય માંગ્યો છે. જો CAS વિનેશના પક્ષમાં નિર્ણય લે છે તો IOC ને વિનેશને સિલ્વર મેડલ આપવો પડશે.

અર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં કેસ દાખલ

પેરિસ ઓલમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગટે CAS માં (અર્બિટ્રેશન ફોર સ્પોર્ટ) અપીલ કરી છે. તેમણે પોતાની જાતને અયોગ્ય જાહેર કરવાની વિરુદ્ધ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તેમને સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે. CAS એ પોતાનો અંતિમ ચુકાદો આપવા માટે ગુરૂવાર સુધીનો સમય માંગ્યો છે. જો ચુકાદો વિનેશ તરફી આવે તો IOC ને નિવેશને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવું પડી શકે છે. 50 કિલો વર્ગ મહિલા કુશ્તીની ફાઇનલમાં મેચમાં હારનારી રેસલરની સાથે જ વિનેશને પણ સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવું પડશે.

Advertisement

વિનેશ ફોગાટ 100 ગ્રામના કારણે ડિસક્વોલિફાઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલમ્પિકમાં ભારતની આશાને તગડો ઝટકો લાગ્યો છે. પહેલવાન વિનેશ ફોગાટને ડિસક્વોલિફાઇ જાહેર કરવામાં આવી છે. 50 કિલોગ્રામ કેટેગરીમાં તેમનું વજન આશરે 100 ગ્રામ વધારે હોવાનું સામે આવ્યું હતું. વિનેશની પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી. જો કે વજન વધી જવાના કારણે ફાઇનલ મેચની થોડી કલાકો પહેલા જ તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તેવામાં નિયમના કારણે તેઓ સેમીફાઇનલ જીતવા છતા પણ મેડલથી ચુકી ગઇ હતી.

Advertisement

કોર્ટ ઓફ અર્બિટ્રેશન ફોર સ્પોર્ટ

Court of Arbitration for Sport (CAS) સમગ્ર વિશ્વમાં રમત ગમત માટે બનાવાયેલી એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું કામ રમત ગમત અંગેના તમામ કાયદાકીય વિવાદોનો ઉકેલ લાવવાનું છે. 1984 માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય એકમ રમત સંબંધિત વિવાદોને મધ્યસ્થતાના માધ્યમથી ઉકેલવાનું કામ કરે છે. તેનું મુખ્ય મથક લોજેન સ્વિત્ઝરલેન્ડમાં છે અને તેની કોર્ટ ન્યૂયોર્ક શહેર, સિડની અને લોજેમાં આવેલી છે. અસ્થાયી કોર્ટ હાલમાં ઓલમ્પિક મેજબાન શહેરમાં પણ સ્થાપિત કરવામાં આવી છે.

વિનેશને સમગ્ર દેશમાંથી મળી રહ્યો છે સપોર્ટ

અત્રે ઉલ્લેખનીય છે કે, 100 ગ્રામ કરતા વધારે વજન હોવાથી વિનેશને ડિસ્ક્વોલિફાઇ કરવાના સમાચારે ભારતને સ્તબ્ધ કરી દીધું છે. સમગ્ર દેશમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન મોદીએ તુરંત જ IOA ચીફ પીટી ઉષા સાથે વાત કરી હતી. પીટી ઉષાને તત્કાલ ફોગાટને મળવા માટે મોકલ્યા હતા.

Tags :
Advertisement

.

×