Vinesh Phogat નો વિસ્ફોટક ખુલાસો; 'બ્રિજભૂષણ સામે જાતીય સતામણીની ફરિયાદ કરનાર 6 પીડિતોમાં હું પણ સામેલ'
- વિનેશ ફોગાટનો ચોંકાવનારો ધડાકો!
- બ્રિજભૂષણ સામેની 6 પીડિતોમાં પોતાનું નામ જાહેર કર્યું
- ગોંડામાં ટ્રાયલ યોજવા સામે વિનેશનો ઉગ્ર વિરોધ
- 'બ્રિજભૂષણની ખાનગી કોલેજમાં ન્યાયની અપેક્ષા નથી'
- રમત મંત્રાલયની ચુપકીદી સામે ઉઠાવ્યા સવાલો
- અપ્રિય ઘટના બનશે તો સરકાર જવાબદાર રહેશે: વિનેશ
Vinesh Phogat Allegations : ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટ (Vinesh Phogat) એ એક ભાવુક વીડિયો સંદેશ દ્વારા જાહેર કર્યું છે કે તે પૂર્વ ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી (Sexual Harassment) ની ફરિયાદ કરનાર છ મહિલા પહેલવાનોમાંની એક છે. અત્યાર સુધી કાયદાકીય મર્યાદાઓ અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને કારણે પોતાની ઓળખ ગુપ્ત રાખનાર વિનેશ હવે પોતાની સુરક્ષા અને ન્યાય માટે ખુલ્લેઆમ સામે આવી છે.
🇮🇳🙏 pic.twitter.com/hQrGmMLMrS
— Vinesh Phogat (@Phogat_Vinesh) May 3, 2026
ગોંડામાં સ્પર્ધા યોજવા સામે વિરોધ
વિનેશ ફોગાટ (Vinesh Phogat) ના આ ખુલાસા પાછળનું મુખ્ય કારણ કુસ્તી સંઘ દ્વારા આગામી એશિયન ગેમ્સ 2026 (Asian Games 2026) માટે સિલેક્શન ટ્રાયલ અને રેન્કિંગ ટુર્નામેન્ટનું આયોજન ઉત્તર પ્રદેશના ગોંડામાં કરવામાં આવ્યું છે તે છે. વિનેશે ગંભીર આરોપ લગાવ્યો છે કે આ સ્પર્ધા બ્રિજભૂષણ શરણ સિંહની ખાનગી કોલેજમાં આયોજિત કરવામાં આવી રહી છે, જ્યાં કોઈ પણ ખેલાડી માટે નિષ્પક્ષ મુકાબલાની આશા રાખવી અશક્ય છે.
સરકાર અને રમત મંત્રાલય પર નિશાન
વિનેશે તીખો હુમલો કરતા કહ્યું કે ભલે બ્રિજભૂષણ સત્તાવાર રીતે પદ પર નથી, પરંતુ કુસ્તી મહાસંઘ (Wrestling Federation) નું રિમોટ કંટ્રોલ હજુ પણ તેમના હાથમાં જ છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે એક પીડિતા તે જ વ્યક્તિના વિસ્તારમાં જઈને કેવી રીતે મુકાબલો કરી શકે જેના પર તેણે ગંભીર આરોપો લગાવ્યા છે? વિનેશે રમત મંત્રાલયની ચુપકીદી પર નિરાશા વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે જો ગોંડામાં તેની સાથે કોઈ અપ્રિય ઘટના (Untoward Incident) બનશે, તો તેની જવાબદાર સરકાર રહેશે.
આ પણ વાંચો : IPL 2026: CSK ના ₹14 કરોડના ખેલાડીનો મેદાન પર જલવો, જીત બાદ કર્યું 'ગન સેલિબ્રેશન'


