Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Virat Kohli Angry : કોહલીને આવ્યો ભયંકર ગુસ્સો, ચાલુ મેચમાં જે કર્યું તે જોઈને ફેન્સ ચોંક્યા

ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીનું ઝનૂન જાણીતું છે, પણ ઈન્દોર વન-ડેમાં કંઈક એવું થયું કે કોહલી પોતાની જાત પર જ કાબૂ ગુમાવી બેઠા. ફિલ્ડિંગ દરમિયાન એક નાનકડી ભૂલ થઈ અને કિંગ કોહલીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. બોલ હાથમાં ન આવતા તેમણે જે કર્યું, તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આખરે શું હતું એ ક્ષણે?
virat kohli angry   કોહલીને આવ્યો ભયંકર ગુસ્સો  ચાલુ મેચમાં જે કર્યું તે જોઈને ફેન્સ ચોંક્યા
Advertisement
  • ઈન્દોર વન-ડેમાં વિરાટ કોહલીનો હાઈવોલ્ટેજ ડ્રામા
  • ફિલ્ડિંગમાં થયેલી ભૂલ પર વિરાટ કોહલી અકળાયા
  • ગુસ્સામાં બોલને લાત મારવાનો પ્રયાસ કરતો વીડિયો વાયરલ
  • અર્શદીપ અને હર્ષિત રાણાની શરૂઆતી ઓવર્સમાં ઘાતક બોલિંગ
  • ડેરીલ મિચેલે સતત બીજી મેચમાં સદી ફટકારી ટીમની મુશ્કેલી વધારી

Virat Kohli Angry : ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીની એનર્જી અને એગ્રેશન હંમેશા ચર્ચાનો વિષય રહે છે. જ્યારે તે મેદાન પર હોય છે ત્યારે ટીમ માટે પોતાનું સર્વસ્વ આપી દેતા હોય છે. બેટિંગ હોય કે ફિલ્ડિંગ, કોહલી એક-એક રન બચાવવા માટે જીવ રેડી દે છે. જોકે, ઈન્દોરમાં રમાઈ રહેલી મેચમાં કંઈક એવું બન્યું કે વિરાટ કોહલી પોતાની જાત પર જ ગુસ્સે થઈ ગયા હતા. ફિલ્ડિંગમાં થયેલી એક નાનકડી ભૂલ કિંગ કોહલીને એટલી ભારે પડી કે તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

Virat Kohli Angry : વિરાટ કોહલીનો વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલીનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. મેચ દરમિયાન બોલને પકડવા માટે કોહલીએ સ્પ્રિન્ટ લગાવી હતી. બોલ સુધી પહોંચ્યા બાદ તેમણે ઝડપથી થ્રો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉતાવળમાં બોલ તેમના હાથમાંથી બે-ત્રણ વાર છટકી ગયો. એક સિમ્પલ ફિલ્ડિંગમાં થયેલી આ ચૂકથી વિરાટ પોતાની જાત પર એટલા ખફા થઈ ગયા કે તેમણે ગુસ્સામાં આવીને બોલને લાત મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમનું આ રિએક્શન જોઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા.

Advertisement

Advertisement

મિડલ ઓવર્સમાં ફસાઈ ટીમ

ત્રીજી વન-ડે મેચની વાત કરીએ તો, કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને કિવી ટીમને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. ભારતીય બોલરો અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ શાનદાર શરૂઆત અપાવી હતી. અર્શદીપે હેનરી નિકોલ્સને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા કર્યા હતા, જ્યારે હર્ષિત રાણાએ ડેવોન કોનવે અને વિલ યંગને આઉટ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું. જોકે, શરૂઆતી સફળતા બાદ ફરી એકવાર મિડલ ઓવર્સમાં ભારતીય બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. ડેરીલ મિચેલે ફરી એકવાર ભારતીય બોલરોની ધોલાઈ કરતા સતત બીજી મેચમાં સદી ફટકારી હતી.

આ પણ વાંચો : Rohit Virat Comeback News: શું હવે 6 મહિના સુધી નહીં રમે રોહિત-વિરાટ? જાણો વાપસીનો પ્લાન

Tags :
Advertisement

.

×