ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો

વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી છે અને સદી ફટકારી છે. કોહલીએ સદી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સ સામે કરી છે. આ સિઝનમાં કોહલીની આ બીજી સદી છે. આ પહેલા તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. આ સાથે...
11:55 PM May 21, 2023 IST | Viral Joshi
વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી છે અને સદી ફટકારી છે. કોહલીએ સદી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સ સામે કરી છે. આ સિઝનમાં કોહલીની આ બીજી સદી છે. આ પહેલા તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. આ સાથે...

વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી છે અને સદી ફટકારી છે. કોહલીએ સદી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સ સામે કરી છે. આ સિઝનમાં કોહલીની આ બીજી સદી છે. આ પહેલા તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. આ સાથે કોહલી IPL માં બે મેચમાં સતત બે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

કોહલી સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો

કોહલીએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. તેણે માત્ર 60 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. કોહલીની IPL કારકિર્દીની સાતમી સદી છે. આ સાથે તે IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

61 બોલમાં 101 રન

આ સિઝનમાં કોહલીની આ સતત બીજી સદી છે. તે IPLમાં સતત બે મેચમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા શિખર ધવને વર્ષ 2020માં દિલ્હી કેપિટલ્સ માટે આ કામ કર્યું હતું, તેમના પછી બટલરે ગયા વર્ષે રાજસ્થાન માટે આ કામ કર્યું હતું. હવે કોહલીએ આ રેકોર્ડ કર્યો છે. તેની ઇનિંગ્સના આધારે બેંગ્લોરે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. કોહલીએ 101 રનની અણનમ ઇનિંગ રમી જેમાં તેણે 61 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા.

કપરા સમયે કોહલીનું દમદાર પ્રદર્શન

કોહલીની આ ઇનિંગ ત્યારે આવી છે જ્યારે તેની ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. પ્લેઓફમાં જવા માટે બેંગ્લોરને આ મેચમાં કોઈપણ ભોગે જીતવી જરૂરી હતી. પરંતુ આ મેચમાં તેના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જોકે તેણે કેપ્ટન ફાફ ડુપ્લેસી સાથે મળીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રન કર્યાં હતા, પરંતુ ડુપ્લેસી આઉટ થતાં જ બેંગ્લોરના બાકીના બેટ્સમેનો ટકી શક્યા ન હતા.

આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને અપાઇ Z શ્રેણીની સુરક્ષા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
BangaloreGujaratIPL 2023RCB vs GTSportsVirat Kohli
Next Article