IPL માં 'કિંગ' કોહલીનું વિરાટ શાસન, 800 ચોગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
- Virat Kohli નો વિક્રમ: IPL માં 800 ચોગ્ગા!
- આઈપીએલના ઈતિહાસમાં 800 ચોગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન
- ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં કોહલીએ નોંધાવી ઐતિહાસિક સિદ્ધિ
- શિખર ધવન અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજોને રેકોર્ડમાં પછાડ્યા
- IPL 2026 માં પણ 33 ચોગ્ગા સાથે કોહલી હાલમાં સૌથી આગળ
- ટૂંક સમયમાં જ આઈપીએલમાં 9000 રનનો આંકડો પાર કરવા તરફ પ્રયાણ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) વધુ એક અદભૂત સિદ્ધિ પોતાના નામે કરી છે. વિરાટ કોહલી આઈપીએલ ઇતિહાસમાં 800 ચોગ્ગા ફટકારનાર વિશ્વનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. આ મેઈલસ્ટોન હાંસલ કરીને કોહલીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને કેમ ક્રિકેટ જગતનો 'કિંગ' કહેવામાં આવે છે.
ગુજરાત ટાઇટન્સ સામે નોંધાવ્યો રેકોર્ડ
વિરાટ કોહલીએ આ ઐતિહાસિક સિદ્ધિ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની મેચ દરમિયાન હાંસલ કરી હતી. તેણે પોતાની કારકિર્દીની 266મી ઇનિંગમાં 800 ચોગ્ગાનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ તે IPL માં 9,000 રન પૂરા કરવાના આંકડાની પણ ખૂબ નજીક પહોંચી ગયો છે.
IPL ના 'ચોગ્ગા કિંગ્સ' ની યાદી
સૌથી વધુ ચોગ્ગા મારનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી હવે ટોચ પર બિરાજમાન છે. તેની પાછળ શિખર ધવન (Shikhar Dhawan) છે જેમણે 768 ચોગ્ગા ફટકાર્યા છે. ત્રીજા સ્થાને ડેવિડ વોર્નર (David Warner) 663 ચોગ્ગા સાથે છે. નોંધનીય છે કે ધવન અને વોર્નર બંને IPL 2026 માં રમી રહ્યા નથી, જેના કારણે કોહલીની આ લીડ હજુ પણ વધી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) 653 ચોગ્ગા સાથે આ યાદીમાં ચોથા ક્રમે છે.
- 30 balls fifty
- Play with 150+ Strike Rate
- No Slogging or Intnet Merchent
- First Player to Complete 800 fours in IPL
- Complete 300 SixesTHE CHASE MASTER ON HIS DUTY - VIRAT KOHLI 🔥pic.twitter.com/Po3XRdGUXP
— Sam (@Cricsam01) April 24, 2026
Virat Kohli: IPL 2026 માં પણ દબદબો
ચાલુ સીઝન એટલે કે IPL 2026 માં પણ વિરાટ કોહલીનું બેટ જોરદાર રીતે બોલી રહ્યું છે. આ સીઝનમાં પણ તે અત્યાર સુધીમાં 33 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે, જે હાલમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ ચોગ્ગા છે. તેની પાછળ સંજુ સેમસન (Sanju Samson) 31 ચોગ્ગા સાથે બીજા ક્રમે છે.
આ પણ વાંચો: IPL 2026, GTvsRCB : GT એ RCB ને આપ્યો 206 રનનો ટાર્ગેટ, સાંઈ સુદર્શનની શાનદાર સદી


