Virat Kohli Instagram Account : શું કિંગ કોહલીએ સોશિયલ મીડિયાને કહી દીધું અલવિદા? એકાઉન્ટ ગાયબ થતા ફફડાટ!
ક્રિકેટ જગતના સુપરસ્ટાર વિરાટ કોહલીના કરોડો ચાહકો આજે સવારે ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેમનું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સર્ચ લિસ્ટમાંથી ગાયબ થઈ ગયું. પત્ની અનુષ્કા શર્માના એકાઉન્ટ પર સવાલોનો મારો ચલાવનારા ફેન્સ માટે આ સમાચાર કોઈ મોટા આંચકાથી ઓછા નહોતા. મેદાન પર રેકોર્ડબ્રેક ફોર્મમાં ચાલી રહેલા વિરાટ સાથે ડિજિટલ દુનિયામાં બનેલી આ રહસ્યમય ઘટના પાછળનું સાચું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
Advertisement
- કિંગ કોહલીનું ઓફિશિયલ એકાઉન્ટ અચાનક થયું ડિએક્ટિવેટ
- 274 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતું પેજ ગાયબ થતા ફેન્સમાં ફાળ
- ચિંતિત ચાહકોએ વિગતો જાણવા અનુષ્કા શર્માના પ્રોફાઇલ પર કરી કોમેન્ટ્સ
- ટેકનિકલ ખામી બાદ વિરાટનું એકાઉન્ટ ફરી પ્લેટફોર્મ પર થયું રિસ્ટોર
- મેદાનમાં સદીઓનો વરસાદ કરનાર વિરાટ હવે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત
Virat Kohli Instagram Account : ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને 'કિંગ' તરીકે ઓળખાતા વિરાટ કોહલી (Virat Kohli) ના ચાહકો માટે આજની સવાર આંચકાજનક રહી હતી. વિશ્વના સૌથી લોકપ્રિય એથ્લેટ્સમાંના એક વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) અચાનક પ્લેટફોર્મ પરથી અદ્રશ્ય થઈ ગયું હતું. 274 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ પ્રોફાઇલ અચાનક ડિએક્ટિવેટ (Deactivated) થઈ જતાં સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. જ્યારે યુઝર્સે તેમનું હેન્ડલ સર્ચ કર્યું, ત્યારે ફોટો કે વીડિયોને બદલે માત્ર 'એરર મેસેજ' જોવા મળી રહ્યો હતો.

