Virat Kohli એ અનુષ્કા શર્મા સાથે રમી આ ગેમ, RCBએ શેર કરી તસવીરો
- RCB ટાઈટલ જીતવાની મજબૂત દાવેદાર
- Virat Kohliએ અનુષ્કા શર્મા સાથે રમી ગેમ
- RCBએ શેર કરી તસવીરો
IPL 2025: આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (Royal Challengers Bengaluru)ટાઈટલ જીતવાની મજબૂત દાવેદાર છે. રજત પાટીદારના નેતૃત્વ હેઠળની આ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હવે ટીમનું ધ્યાન ટોપ 2 માં લીગ સ્ટેજની સફર પૂર્ણ કરવા પર છે.આ દરમિયાન, ટીમે 'પિકલબોલ' રમી. વિરાટ કોહલી (Virat Kohli)અને અનુષ્કા શર્મા (Anushka Sharma)એક જ ટીમમાં હતા.
RCB એ તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો.
વિરાટ અને અનુષ્કાને આ રમતને ખૂબ જ એન્જોય કરી. તસવીરમાં તમે બંનેની જીત્યા પછી ખુશ જોઈ શકો છો. કદાચ દિનેશ કાર્તિક અને તેની પત્ની દીપિકા તેની સામે રમી રહ્યા હતા. આરસીબીએ પણ તેનો ફોટો શેર કર્યો. દિનેશની પત્ની દીપિકા પલ્લીકલ એક વ્યાવસાયિક સ્ક્વોશ ખેલાડી છે. દિનેશ હાલમાં RCB ટીમમાં બેટિંગ કોચ છે. આરસીબી ટીમના અન્ય ખેલાડીઓએ પણ આ રમત રમી હતી.
𝗣𝗶𝗰𝗸𝗹𝗲𝗯𝗮𝗹𝗹? 𝗠𝗼𝗿𝗲 𝗹𝗶𝗸𝗲 𝗴𝗶𝗴𝗴𝗹𝗲-𝗯𝗮𝗹𝗹! 🤭🫠
When rain decided to ruin our practice session, the boys enjoyed some smashes, a little sass, and whole lotta squad vibes at its very best! ➡🏓#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/qhkCZdLVgA
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 21, 2025
આ પણ વાંચો -RR vs CSK : મેચ પૂર્ણ થયા બાદ સૂર્યવંશીએ ધોનીના પકડી લીધા પગ, જુઓ આ હૃદયસ્પર્શી દ્રશ્ય
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા RCB ટીમમાં જોડાયા
વિરાટ કોહલીએ 12 મેના રોજ અનુષ્કા શર્મા સાથે મુંબઈથી દિલ્હીની ફ્લાઈટ લીધી, જે દરમિયાન તેને ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી. દિલ્હીથી આ કપલ સીધા વૃંદાવન ગયા, જ્યાં તેઓ પ્રેમાનંદ મહારાજને મળ્યા. આ પછી, બંને મુંબઈ પહોંચ્યા અને પછી બેંગલુરુ પહોંચ્યા અને RCB ટીમમાં જોડાયા.ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલીની પહેલી મેચ 17 મેના રોજ રમવાનો હતો, પરંતુ વરસાદને કારણે એક પણ બોલ રમી શકાયો નહીં. RCB એ અત્યાર સુધી રમાયેલી 12 મેચોમાંથી 8 જીતી છે અને માત્ર 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 17 પોઈન્ટ સાથે, RCB પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
Powering through teamwork, RCB Style! 🤌🤩#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/MyEWP1FhpE
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 21, 2025
આ પણ વાંચો -CSK Vs RR: રાજસ્થાને ચેન્નાઈને હરાવ્યું, CSK ને 6 વિકેટથી હરાવ્યું
RCBની આગામી મેચો
RCBનો આગામી મુકાબલો 23 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે છે. આ મેચ લખનૌમાં રમાશે પરંતુ પહેલા આ મેચ બેંગલુરુમાં યોજાવાની હતી. વરસાદની શક્યતા વચ્ચે છેલ્લી ઘડીએ આ મેચનું સ્થળ બદલવામાં આવ્યું હતું. આ પછી, લીગ તબક્કામાં ટીમની છેલ્લી મેચ પણ લખનૌમાં રમાશે, આ મેચ 27 મેના રોજ LSG સામે રમાશે.