Virat Kohli: વિરાટ કોહલીએ ફેન્સથી કેમ વ્યક્ત કરી નારાજગી, ચાહકોના વધુ પડતા ક્રેઝ પર શું કહ્યું?
- Virat Kohli: ચાહકોનો વધુ પડતો ક્રેઝ
- વિરાટ કોહલીએ કેમ નારાજગી વ્યક્ત કરી
- ફેન્સના ક્રેઝને લઈને શું કહ્યું?
Virat Kohli: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચાહકોના વધુ પડતા ક્રેઝ (Craze) થી થતી એક અનોખી સમસ્યાનો ખુલાસો કર્યો છે. કોહલીના મતે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) બેટિંગ કરવા આવે છે, ત્યારે તે પણ આ જ સમસ્યાનો સામનો કરે છે. વડોદરા વનડેમાં કોહલી ભારતની જીતનો સ્ટાર હતો. જ્યાં તેની 93 રનની ઇનિંગે ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે ચાર વિકેટથી વિજય અપાવ્યો હતો.
રોહિત શર્મા આઉટ થતાં જ, વડોદરાના કોટમ્બીમાં વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરવાના હતા. ત્યારે ચાહકોએ ખુશીથી હોબાળો મચાવ્યો હતો. આ દ્રશ્ય ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)(IPL) માં જોવા મળતા ઉમદા સ્વાગતની યાદ અપાવે છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ (CK) ની મેચ માટે મેદાનમાં ઉતરે છે, ભલે ટીમ વિકેટ ગુમાવી ચૂકી હોય.
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પણ CSK સાથેના તેમના કાર્યકાળ દરમિયાન ઘણી વખત આ વર્તન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. મેચ પછી જ્યારે વિરાટ કોહલીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું કે તેને ચાહકોનું આ વર્તન પસંદ નથી.
Virat Kohli: આ સારી લાગણી નથી: વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું, "મને આ વાતની જાણ છે, અને સાચું કહું તો, મને તે ગમતું નથી. મેં એમએસ (ધોની) સાથે પણ આવું જ થતું જોયું છે. જે ખેલાડી આઉટ (Out) થયા પછી ચાલીને જઈ રહ્યો છે. તેના માટે આ સારી લાગણી નથી. હું દર્શકોનો ઉત્સાહ સમજું છું, પરંતુ હું મારી જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરું છું અને વધુ પડતું વિચારતો નથી."
વિરાટ કોહલી તેની 54મી વનડે સદીથી માત્ર સાત રન દૂર રહ્યો, પરંતુ લિસ્ટ A મેચોમાં સતત સાત વખત 50 થી વધુ રન બનાવીને, તેણે બતાવ્યું કે તે તેના શ્રેષ્ઠ ફોર્મમાં પાછો ફર્યો છે. કોહલી તાજેતરમાં ઝડપી, વધુ આક્રમક અને મેચની માંગને અનુરૂપ વધુ અનુકૂળ દેખાયો છે.
વિરાટ કોહલીએ ખુલાસો કર્યો કે તે આ રેકોર્ડ્સ (Records) નો હિસાબ રાખતો નથી. "સાચું કહું તો, મને ખબર નથી," કોહલીએ કહ્યું. "હું બધી ટ્રોફી ગુરુગ્રામમાં મારી માતાને મોકલી દઉં છું. મારી માતાને ટ્રોફીઓ રાખવાનું ગમે છે અને તેના પર ગર્વ છે. આપને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરીએ રમાશે.
આ પણ વાંચો------- Yuzvendra-Dhanashree controversy: ધનશ્રી સાથે છૂટાછેડા પછી યુઝવેન્દ્રએ તૌડ્યું મૌન, કહ્યું અટવાયેલો રહેવા નથી માંગતો
આ પણ વાંચો-------- WPL 2026 : ભારે રસાકસીના અંતે Gujarat Giants ની જીત


