ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

2027ના વર્લ્ડ કપને લઈને Virat Kohli ની મોટી જાહેરાત,જુઓ Video

2027ના વર્લ્ડ કપને લઈને વિરાટ મોટી જાહેરાત 15 સેકન્ડના વીડિયોએ ચર્ચાનો વિષય બન્યો ખુદ કોહલીએ આ વાતની જાહેરાત કરી   Virat Kohli : ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli )મેદાનમાં જોવા માટે ચાહકો અવારનવાર ઉત્સુક હોય છે....
03:58 PM Apr 01, 2025 IST | Hiren Dave
2027ના વર્લ્ડ કપને લઈને વિરાટ મોટી જાહેરાત 15 સેકન્ડના વીડિયોએ ચર્ચાનો વિષય બન્યો ખુદ કોહલીએ આ વાતની જાહેરાત કરી   Virat Kohli : ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli )મેદાનમાં જોવા માટે ચાહકો અવારનવાર ઉત્સુક હોય છે....
Virat Kohli Retirement

 

Virat Kohli : ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli )મેદાનમાં જોવા માટે ચાહકો અવારનવાર ઉત્સુક હોય છે. વિરાટે એક બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. હવે કોહલીની સાથે બે ICC ટ્રોફી ટેગ પણ ઉમેરાયા છે. 2024માં તેણે T20 વર્લ્ડ કપ જીત્યો અને ગયા મહિને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો. પરંતુ અસલી મિશન હજુ બાકી છે.આ 15 સેકન્ડના વીડિયોમાં વિરાટે સ્પષ્ટપણે કહ્યું છે ખુદ કોહલીએ આ વાતની જાહેરાત કરી છે . 2027નો વર્લ્ડ કપ રમવા જ નહીં પણ તેને જીતવા પણ માંગે છે.

 

સંન્યાસ અંગે થઈ હતી ચર્ચા

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના સંન્યાસને (Virat Kohli Retirement) લઈને ચર્ચાઓ થઈ હતી. કેપ્ટન હિટમેને ખિતાબ જીત્યા બાદ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હવે વિરાટ કોહલીએ જણાવ્યું છે કે તેનું આગામી મોટું પગલું શું હશે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના આગામી મિશન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો - MI vs KKR : મુંબઈ માટે માથાનો દુખાવો બન્યા Rohit Sharma

કોહલીનું આગામી મિશન શું ?

વિરાટ અને રોહિત આગામી વનડે વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ કોહલીએ આગામી મોટા પગલાની તૈયારી કરી લીધી છે. તેણે એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેની જાહેરાત બાદ ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

આ પણ  વાંચો - MI Vs KKR : મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત,કોલકાતાને 8 વિકેટથી હરાવ્યું

 

વર્લ્ડ કપ 2023માં ભારત ફાઈનલમાં હાર્યું હતું

ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023માં ટાઈટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર રહી હતી. ભારતીય ટીમને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે આ હારનો હિસાબ લીધો છે. હવે જોવાનું એ રહેશે કે કોહલી પોતાના નિર્ણય પર અડગ રહે છે કે નહીં.

 

 

Tags :
2027 odi world cupCricketCricket NewsLatest Cricket Newsodi world cup 2027Virat KohliVirat Kohli Retirement
Next Article