મહાકુંભના શાહી સ્નાનમાં એક ડૂબકી Virat Kohli ના ફોર્મની, જુઓ Video
- દુનિયાભરમાંથી આવેલા ભક્તોએ સ્નાન કર્યું
- એક યુવકે વિરાટના ટેસ્ટ ફોર્મ માટે ડૂબકી લગાવી
- રણજી ટ્રોફીમાં રમશે વિરાટ કોહલી?
Virat Kohli:વિરાટને (Virat Kohli)તાજેતરમાં રણજી ટ્રોફી માટે દિલ્હીની સંભવિત ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ટુર્નામેન્ટમાં તેના રમવા અંગે હજુ પણ શંકા છે. થોડા સમય પહેલા, વિરાટને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રીએ સલાહ આપી હતી કે તેને અને રોહિત શર્માએ ખાસ કરીને ઘરેલુ ક્રિકેટ રમવું જોઈએ.
શું રણજી ટ્રોફીમાં રમશે વિરાટ?
BCCI એ પણ તાજેતરની સમીક્ષા બેઠકમાં આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે જે ખેલાડીઓ ઉપલબ્ધ છે અને પોતાની ટેસ્ટ કારકિર્દી આગળ વધારવા માંગે છે તેમને રણજી ટ્રોફી રમવી જોઈએ. પરંતુ, વિરાટ આ બાબતે મૌન જાળવી રહ્યો છે. આ અંગે ડીડીસીએના સચિવ અશોક શર્માએ કહ્યું કે ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ. મને લાગે છે કે વિરાટે (Virat Kohl)ઓછામાં ઓછી એક મેચ રમવી જોઈએ. ડીડીસીએના પ્રમુખ રોહન જેટલીનું વલણ થોડું અલગ છે. તે ઈચ્છે છે કે કોહલી દિલ્હી માટે રણજી ટ્રોફી રમે, પરંતુ તેનું માનવું છે કે બીજી પણ બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે.
A Blessing we all want to see come true ❤️ pic.twitter.com/oC19248kXk
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 15, 2025
આ પણ વાંચો - Paris Olympics: Manu Bhaker ના બંને મેડલ બદલાશે! IOCએ લીધો મોટો નિર્ણય
દુનિયાભરમાંથી આવેલા ભક્તોએ સ્નાન કર્યું
13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભનો (Maha Kumbh 2025)પ્રારંભ થયો છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભ મેળામાં ભારત અને દુનિયાભરમાંથી ઘણા ભક્તોએ સ્નાન કર્યું છે. આ મહાકુંભમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો એક ફેને પણ ડૂબકી લગાવવા આવ્યો હતો. આ ફેનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને વિરાટ માટે ડૂબકી લગાવી હતી અને તેના ફોર્મમાં પાછા ફરવા માટે પ્રાર્થના પણ કરી હતી.
આ પણ વાંચો - IND Women vs IRE Women: ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો, પહેલી વાર ODI ક્રિકેટમાં મોટી જીત
એક યુવકે વિરાટના ટેસ્ટ ફોર્મ માટે ડૂબકી લગાવી
આ ફેનના વીડિયોએ બધાનું દિલ જીતી લીધું છે. વીડિયોમાં ડૂબકી લગાવતા પહેલા, ફેન કહે છે, 'આ પવિત્ર મહાકુંભમાં, મારી મહાદેવને એક જ પ્રાર્થના છે કે વિરાટ તેનું બેસ્ટ ટેસ્ટ ફોર્મ પાછું મેળવે અને તે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 5-6 સદી ફટકારે.
આ પણ વાંચો - ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની વાતો લીક કરનાર વિભિષણ કોણ? ગંભીરે જણાવ્યું નામ
ખરાબ રીતે ફ્લોપ થયો વિરાટ
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં પણ વિરાટનું બેટ ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું, જ્યાં તે 5 મેચની 9 ઈનિંગ્સમાં ફક્ત 190 રન બનાવી શક્યો હતો. આ સિરીઝમાં ભારતને 1-3ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
.