Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

India Clean Sweep Afirca : દ.આફ્રિકામાં ટીમ ઈન્ડિયાનો શંખનાદ! 3-0થી સિરીઝ જીતી

દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય યુવા બ્રિગેડે જે પરાક્રમ કર્યું છે તેનાથી ક્રિકેટ જગત સ્તબ્ધ છે. કેપ્ટનના બેટમાંથી નીકળેલા રન અને ભારતીય બોલરોની ઘાતક જોડીએ યજમાન ટીમને એવો આંચકો આપ્યો છે કે સમગ્ર શ્રેણીમાં તેઓ ક્યારેય બેઠા થઈ શક્યા નહીં. સ્કોરબોર્ડ પર બનેલા વિશાળ રન અને આફ્રિકન બેટ્સમેનોની લાચારી પાછળનું અસલી કારણ શું હતું? વિગતો જાણવી જરૂરી છે...
india clean sweep afirca   દ આફ્રિકામાં ટીમ ઈન્ડિયાનો શંખનાદ  3 0થી સિરીઝ જીતી
Advertisement
  • કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ 127 રન ફટકારી રમતને પલટી નાખી (India Clean Sweep Afirca)
  • ભારતે સ્કોરબોર્ડ પર 393 રનનો વિશાળ પહાડ ઉભો કર્યો
  • સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 160 રનમાં થઈ ઓલઆઉટ
  • કિશન સિંઘની ઘાતક બોલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો લાચાર
  • ભારતે 233 રનના જંગી અંતરથી મેળવી ઐતિહાસિક જીત

India Clean Sweep Afirca : ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા અંતિમ મેચમાં 233 રને ભવ્ય વિજય મેળવ્યો છે. 7 જાન્યુઆરી, 2026ના રોજ રમાયેલી આ નિર્ણાયક મેચમાં ભારતે યજમાન ટીમને ચારેય ખાણે ચિત કરી શ્રેણીમાં 3-0થી 'ક્લીન સ્વીપ' કરી ઇતિહાસ રચ્યો છે.

Advertisement

વૈભવ અને આરોનનું રનમશીન (India Clean Sweep Afirca)

સ્કોરબોર્ડ પર રનનો પહાડ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ સુકાનીપદને છાજે તેવી આક્રમક રમત બતાવી હતી. તેણે માત્ર 74 બોલમાં 127 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 10 ગગનચુંબી છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની સાથે સલામી બેટ્સમેન આરોન જ્યોર્જે પણ સાથ આપતા 106 બોલમાં 118 રન ફટકાર્યા હતા. આ જોડીના જોરે ભારતે નિર્ધારિત ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 393 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.

Advertisement

આફ્રિકન ટીમની બેટિંગ લાઇન-અપ ધરાશાયી

394 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે લાચાર દેખાતી હતી. ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો. ડેનિયલ બોસમેને 40 અને પોલ જેમ્સે 41 રન બનાવી પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિશન સિંઘની ધારદાર બોલિંગ સામે આફ્રિકાના બેટ્સમેનો ટકી શક્યા નહીં. કિશન સિંઘે 4 ઓવરમાં માત્ર 15 રન આપી 3 મહત્વની વિકેટો ઝડપી હતી. સમગ્ર સાઉથ આફ્રિકાની ટીમ 35 ઓવરમાં માત્ર 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Vaibhav Suryavanshi Century: વૈભવે આફ્રિકન બોલરોને બરાબરના ધોયા, 63 બોલમાં સદી

Tags :
Advertisement

.

×