Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Washington Sundar Injury Update: પંત બાદ વધુ એક ઝટકો? શુભમન ગિલે સુંદરની ઈજા પર કર્યો મોટો ખુલાસો

વડોદરામાં મળેલી શાનદાર જીતનો આનંદ ફીકો પડી ગયો છે. એક ખેલાડી તો પહેલેથી જ સિરીઝ ગુમાવી ચૂક્યો છે, ત્યાં હવે બીજા મહત્વના ખેલાડીને મેદાન છોડવું પડ્યું. ડ્રેસિંગ રૂમમાંથી જે સમાચાર આવ્યા છે તે ક્રિકેટ ફેન્સ માટે ચિંતાજનક છે. વાઈસ કેપ્ટને પોતે જ પુષ્ટિ કરી છે કે મામલો ગંભીર હોઈ શકે છે. શું આ ખેલાડી પણ ટીમમાંથી આઉટ થશે?
washington sundar injury update  પંત બાદ વધુ એક ઝટકો  શુભમન ગિલે સુંદરની ઈજા પર કર્યો મોટો ખુલાસો
Advertisement
  • વોશિંગ્ટન સુંદરની ઈજા પર શુભમન ગિલનું મોટું અપડેટ
  • વડોદરા વનડે દરમિયાન સુંદરને કમરમાં ઈજા થઈ
  • "વોશિંગ્ટન સુંદરને સાઈડ સ્ટ્રેઈન છે": ગિલ
  • ઋષભ પંત બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો
  • આગામી મેચ રમવા અંગે રિપોર્ટ બાદ નિર્ણય

Washington Sundar Injury Update : વડોદરામાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે, પરંતુ આ જીતની સાથે ભારતીય ટીમ માટે એક માઠા સમાચાર પણ આવ્યા છે. મેચ દરમિયાન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને બોલિંગ કરતી વખતે અચાનક તકલીફ થવા લાગી હતી. ઋષભ પંત પહેલેથી જ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થઈ ચૂક્યો છે, ત્યારે હવે સુંદરની ઈજાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે. શું સુંદર આગામી મેચ રમી શકશે કે કેમ? તે અંગે વાઈસ કેપ્ટન શુભમન ગિલે મહત્વની માહિતી આપી છે.

Washington Sundar Injury Update : શુભમન ગિલે કરી પુષ્ટિ

મેચ પૂર્ણ થયા બાદ પ્રેઝન્ટેશન દરમિયાન શુભમન ગિલે વોશિંગ્ટન સુંદરની ઈજા અંગે સ્પષ્ટતા કરી હતી. ગિલે જણાવ્યું હતું કે સુંદરની ઈજા ગંભીર હોઈ શકે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે. ગિલે કહ્યું, "વોશિંગ્ટન સુંદરને 'સાઈડ સ્ટ્રેઈન' (કમરના બાજુના સ્નાયુમાં ખેંચાણ)ની તકલીફ થઈ છે. મેચ પૂરી થયા બાદ તેને હવે સ્કેનિંગ માટે લઈ જવામાં આવશે." જો સ્કેન રિપોર્ટમાં ઈજા ગંભીર જણાશે તો સુંદર પણ સિરીઝની બાકીની મેચો ગુમાવી શકે છે.

Advertisement

Advertisement

Washington Sundar Injury Update : સુંદરની બેટિંગ પર કેવી અસર થઈ?

વડોદરામાં મેચ વિનિંગ ઈનિંગ રમનાર કે.એલ. રાહુલે પણ સુંદરની ફિટનેસ અંગે વાત કરી હતી. રાહુલે કહ્યું, "મેદાન પર મને એવું નહોતું લાગ્યું કે તે દોડી શકતો નથી. મને ખબર હતી કે પ્રથમ ઈનિંગમાં (બોલિંગ સમયે) તેને તકલીફ થઈ હતી, પરંતુ તેની હાલત કેટલી ખરાબ છે તે મને ખ્યાલ નહોતો." રાહુલે વધુમાં ઉમેર્યું કે, "તે જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે બોલને સારી રીતે ફટકારી રહ્યો હતો. અમારે વધુ રન બનાવવાના બાકી નહોતા, તેથી જોખમ લેવાની જરૂર નહોતી. તેણે સ્ટ્રાઈક રોટેટ કરીને પોતાનું કામ બખૂબી નિભાવ્યું."

શું નવા ખેલાડીની એન્ટ્રી થશે?

નોંધનીય છે કે ઋષભ પંત પણ આ જ પ્રકારની ઈજા (સાઈડ સ્ટ્રેઈન) ના કારણે વનડે સિરીઝમાંથી બહાર થયો હતો. પ્રેક્ટિસ દરમિયાન પંતને પેટના સ્નાયુઓમાં દુખાવો થયો હતો અને તેની જગ્યાએ ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે શુભમન ગિલે સુંદરને પણ સાઈડ સ્ટ્રેઈન હોવાનું જણાવ્યું છે. જો વોશિંગ્ટન સુંદરના રિપોર્ટ નેગેટિવ આવશે, તો ટીમ ઈન્ડિયાએ તેના સ્થાને કોઈ નવા ખેલાડીને તાત્કાલિક સ્ક્વોડમાં સામેલ કરવો પડી શકે છે.

આ પણ વાંચો : Virat Kohli: વિરાટ કોહલીએ ફેન્સથી કેમ વ્યક્ત કરી નારાજગી, ચાહકોના વધુ પડતા ક્રેઝ પર શું કહ્યું?

Tags :
Advertisement

.

×