ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોહલી-રોહિતની કારકિર્દી ક્યારે થશે સમાપ્ત? BCCIએ કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: શું કોહલી-રોહિતનું 2027 વર્લ્ડ કપ સપનું અધૂરું રહેશે?
11:56 PM Aug 10, 2025 IST | Mujahid Tunvar
BCCIનો મોટો નિર્ણય: શું કોહલી-રોહિતનું 2027 વર્લ્ડ કપ સપનું અધૂરું રહેશે?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માના વનડે ભવિષ્યને લઈને ચર્ચાઓ ગરમ છે. એવી અટકળો ચાલી રહી છે કે ઑક્ટોબર 2025માં ઑસ્ટ્રેલિયા પ્રવાસ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ શ્રેણી સાબિત થઈ શકે છે. બંને ખેલાડીઓએ પહેલેથી જ ટી-20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, અને હવે તેઓ માત્ર વનડે ફોર્મેટમાં જ સક્રિય છે. જોકે, ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI) આ મુદ્દે કોઈ ઉતાવળમાં નથી અને તેનું વર્તમાન ધ્યાન એશિયા કપ (સપ્ટેમ્બર 2025) અને ટી-20 વર્લ્ડ કપ (ફેબ્રુઆરી 2026)ની તૈયારીઓ પર છે.

BCCIનું સ્ટેન્ડ: કોઈ ઉતાવળ નથી

BCCIએ સ્પષ્ટ કર્યું છે કે તે કોહલી અને રોહિતના વનડે ભવિષ્ય અંગે હાલમાં કોઈ નિર્ણય લેવાની ઉતાવળમાં નથી. એક BCCI સૂત્રએ PTIને ગુપ્તતાની શરતે જણાવ્યું, “જો તેમના (રોહિત અને કોહલી) મનમાં કંઈક યોજના હશે, તો તેઓ BCCIના ઉચ્ચ અધિકારીઓને જણાવશે, જેમ તેમણે ઈંગ્લેન્ડ ટેસ્ટ પ્રવાસ પહેલાં કર્યું હતું. પરંતુ ભારતીય ટીમના દૃષ્ટિકોણથી, આગામી મોટું લક્ષ્ય ફેબ્રુઆરી 2026નો ટી-20 વર્લ્ડ કપ અને તેની તૈયારીઓ છે. હાલનું ધ્યાન એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ માટે શ્રેષ્ઠ ટીમ મોકલવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Yash Dayal ની ક્રિકેટ કારર્કિદી પર ખતરો, આ લીગે લગાવ્યો પ્રતિંબંધ

કોહલી અને રોહિતનું વનડે પ્રદર્શન

કોહલી અને રોહિતે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં કોહલીએ પાકિસ્તાન સામે અણબીટ 100 અને રોહિતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં 76 રનની મેચ-વિજેતા ઇનિંગ્સ રમી હતી. કોહલીએ 2025માં 7 વનડેમાં 275 રન (એવરેજ 45.83, 1 સદી, 2 અડધી સદી) અને રોહિતએ 8 મેચમાં 302 રન (એવરેજ 37.75, 1 સદી, 1 અડધી સદી) બનાવ્યા હતા. આ પ્રદર્શન દર્શાવે છે કે બંને હજુ પણ ઉચ્ચ સ્તરે રમી શકે છે, પરંતુ 2027 વર્લ્ડ કપ સુધીમાં તેમની ઉંમર (કોહલી 39, રોહિત 40) અને યુવા પ્રતિભાઓનું ઉભરતું પ્રદર્શન BCCIને નવી રણનીતિ વિચારવા મજબૂર કરી શકે છે.

વિજય હજારે ટ્રોફીની શરત

જો કોહલી અને રોહિત 2027 વર્લ્ડ કપ સુધી ચાલુ રાખવા માંગે છે, તો તેમણે વિજય હજારે ટ્રોફી (ડિસેમ્બર 2025 - જાન્યુઆરી 2026)માં ભાગ લેવો પડશે, જેથી તેઓ વનડે ફોર્મેટમાં સક્રિય રહે. આ શરત રણજી ટ્રોફીની જેમ છે, જેમાં ટેસ્ટ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની ફરજ પાડવામાં આવી હતી. જોકે, BCCI સૂત્રએ જણાવ્યું કે આ બંને ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં માત્ર 2-3 મેચ જ રમે તેવી શક્યતા છે, કારણ કે તે સમયે ઑસ્ટ્રેલિયા (19-25 ઑક્ટોબર), દક્ષિણ આફ્રિકા (30 નવેમ્બરથી), અને ન્યૂઝીલેન્ડ (11-18 જાન્યુઆરી) સામેની વનડે શ્રેણીઓનું શિડ્યૂલ ખૂબ જ ગીચ છે.

ઑસ્ટ્રેલિયા શ્રેણી: ફેરવેલ મેચની અફવાઓ

કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCI 25 ઑક્ટોબર, 2025ના રોજ સિડનીમાં કોહલી અને રોહિત માટે ફેરવેલ મેચનું આયોજન કરી શકે છે. જોકે, BCCIના સૂત્રએ આ અટકળોને નકારી કાઢી છે, કહેતા કે આવી કોઈ ચર્ચા થઈ નથી. સૌરવ ગાંગુલીએ પણ આ અફવાઓને નકારી કાઢી, જણાવ્યું કે તેમનું ભવિષ્ય પ્રદર્શન પર આધારિત હોવું જોઈએ, અને બંને “ફિનોમિનલ” વનડે ખેલાડીઓ છે.

આ પણ વાંચો-Japan Boxing : 7 દિવસમાં 2 જાપાની બોક્સરોના થયા મોત, મરવાના કારણો એકસરખા!

Tags :
#2027_World_Cup#Australia_Tour#Champions_Trophy#One_Day_Cricket#Rohit_Sharma#Rohit-Kohli_Retirement#Vijay_Hazare_Trophy#Virat_KohliBCCIકોહલી-રોહિત
Next Article