ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતની ટીમ ICC CHAMPIONS TROPHY 2025 માં ભાગ લેશે કે નહીં? આખરે Jay Shah એ તોડ્યું મૌન

T20 વિશ્વકપ જીત્યા બાદ ભારતની નજર હવે ICC CHAMPIONS TROPHY ઉપર છે ભારતના આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઉપર પૂરી આશંકા છે ભારત કદાચ આ ટુર્નામેન્ટ સુરક્ષા વિષયના કારણે SKIP કરી શકે છે T20 વિશ્વકપ જીત્યા બાદ ભારતની નજર હવે...
03:30 PM Aug 15, 2024 IST | Harsh Bhatt
T20 વિશ્વકપ જીત્યા બાદ ભારતની નજર હવે ICC CHAMPIONS TROPHY ઉપર છે ભારતના આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઉપર પૂરી આશંકા છે ભારત કદાચ આ ટુર્નામેન્ટ સુરક્ષા વિષયના કારણે SKIP કરી શકે છે T20 વિશ્વકપ જીત્યા બાદ ભારતની નજર હવે...

T20 વિશ્વકપ જીત્યા બાદ ભારતની નજર હવે ICC CHAMPIONS TROPHY ઉપર છે. ICC CHAMPIONS TROPHY નું આયોજન વર્ષ 2025 માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થવાનું છે. ICC CHAMPIONS TROPHY ને હોસ્ટ આ વર્ષે પાકિસ્તાન કરવાનું છે. જ્યારથી તેના હોસ્ટ પાકિસ્તાન બન્યા છે ત્યારથી સૌની નજર હવે એ બાબત છે કે ભારત આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં, કારણ કે ભારતના આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઉપર પૂરી આશંકા છે.ભારત કદાચ આ ટુર્નામેન્ટ સુરક્ષા વિષયના કારણે SKIP કરી શકે છે.પરંતુ હવે આ મામલે BCCI સચિવ જય શાહએ ટિપ્પણી કરી છે.ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Jay Shah એ કરી ટિપ્પણી

ભારત આવનારા ICC CHAMPIONS TROPHY માં ભાગ લેશે કે નહીં તેના ઉપર વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓની નજર છે. કેમ કે આ ટુર્નામેન્ટમાં ભારતના ભાગ લેવા ઉપર આશંકા છે. હવે આ મામલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહએ ટિપ્પણી કરી છે.જય શાહે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું છે કે - "આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, જ્યારે ટુર્નામેન્ટ નજીક આવશે ત્યારે આ અંગે નિર્ણય લેવામાં આવશે". ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ICCને સુપરત કરવામાં આવેલ ICC ચેમ્પિયન્સ ટ્રોફી-2025ના શેડ્યૂલ અનુસાર, આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 વચ્ચે યોજાવાની દરખાસ્ત છે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની મેચ 1 માર્ચ, 2025ના રોજ યોજાઈ શકે છે.જો કે હજી સુધીમાં ICC એ આ કાર્યક્રમને મંજૂરી આપી નથી.

ભારત સાથે ગ્રુપમાં કઈ ટીમ હશે સામેલ

CHAMPIONS TROPHY માં કુલ 8 ટીમ ભાગ લેવાની છે.જેમાં 8 ટીમોને કુલ 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.જેમાં એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે. જ્યારે બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામેલ છે.

આ પણ વાંચો : Women's T20 World Cup 2024 ભારતમાં નહીં યોજાય! સામે આવ્યું આ મોટું કારણ

Tags :
BCCICricketICCICC Champions TrophyJay ShahPakistanSports NewsTeam India
Next Article