Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor ને કારણે IPL 2025 થશે રદ્દ? BCCIએ આપ્યું મોટું અપડેટ

Operation Sindoor ને કારણે IPL 2025 થશે રદ્દ BCCI એ પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી IPLના શેડ્યુલ અને મેચો પર કોઈ પ્રભાવ પડશે નહીં BCCI : ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી...
operation sindoor ને કારણે ipl 2025 થશે રદ્દ  bcciએ આપ્યું મોટું અપડેટ
Advertisement
  • Operation Sindoor ને કારણે IPL 2025 થશે રદ્દ
  • BCCI એ પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી
  • IPLના શેડ્યુલ અને મેચો પર કોઈ પ્રભાવ પડશે નહીં

BCCI : ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલો કર્યો. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

BCCI એ પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી

ભારતના આ અભિયાનને 'Operation Sindoor' નામ આપવામાં આવ્યું છે. આ સ્ટ્રાઈકને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે, જેના કારણે ભારતમાં ચાલી રહેલી IPL પણ ખતરામાં છે. પરંતુ હવે BCCI એ પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે.મીડિયા સાથે વાત કરતા, BCCI ના એક સૂત્રએ જણાવ્યું કે IPL 2025 રાબેતા મુજબ ચાલુ રહેશે. સૂત્રએ જણાવ્યું હતું કે હાલના સંજોગોનો IPLના શેડ્યુલ અને મેચો પર કોઈ પ્રભાવ પડશે નહીં અને તે નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ ચાલશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Operation Sindoor : ભારતીય ક્રિકેટર્સે સેનાને કર્યું સલામ! જાણો શું આપી પ્રતિક્રિયા

કુલ 9 જગ્યાએ થયો હુમલો

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ચાર સ્થળોને નિશાન બનાવીને નાશ કર્યો હતો, જેમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે, જ્યારે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પાંચ અન્ય સ્થળોને પણ સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરી અને તેમના સંસાધનો અને સૈનિકો તૈનાત કર્યા.

આ પણ  વાંચો -World Athletics Day 7 May 2025 : ગુજરાતના 50 થી વધુ વિવિધ એથ્લેટિક ખેલાડીઓને નોકરી

ભારતની સૌથી મોટી લશ્કરી કાર્યવાહી

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે તમામ નવ સ્થળો પરના હુમલા સફળ રહ્યા હતા. ભારતીય સેનાએ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવામાં સામેલ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ટોપના નેતૃત્વને નિશાન બનાવવા માટે સ્થાનો પસંદ કર્યા હતા. પાંચ દાયકાથી વધુ સમયમાં પાકિસ્તાની ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી આ સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી છે.

Tags :
Advertisement

.

×