Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું IPL-2025 ફરીથી શરૂ થશે ? BCCI એ હાથ ધરી કવાયત

ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL-2025 બંધ કરવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયો છે આ સ્થિતિમાં IPL-2025 ફરીથી શરૂ થવાની સંભાવના સર્જાઈ છે. વાંચો વિગતવાર.
શું ipl 2025 ફરીથી શરૂ થશે   bcci એ હાથ ધરી કવાયત
Advertisement
  • IPL 2025 ની બાકીની મેચો 16 મેથી શરૂ થવાની સંભાવના છે
  • પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ હવે રદ ગણવામાં આવશે
  • BCCI એ IPL 2025 ની બાકીની મેચ માટે 3 સમયપત્રક તૈયાર કર્યા છે

IPL-2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ (Ceasefire) થઈ ગયો છે. આ સ્થિતિમાં ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. યુદ્ધ વિરામ વચ્ચે IPL-2025 ફરીથી શરૂ થવાની સંભાવના સર્જાઈ છે. IPL 2025 માં અત્યાર સુધીમાં 58 મેચ રમાઈ છે. IPL-2025 માં 12 લીગ મેચ અને ફાઈનલ સહિત 4 પ્લેઓફ મેચ હજુ રમાવાની બાકી છે. આ બાકી રહેલી મેચનું શીડ્યુલ આજે એટલે કે સોમવારે રાત્રે અથવા મંગળવારે જાહેર થઈ શકે છે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ (Punjab Kings vs Delhi Capitals) હવે રદ ગણવામાં આવશે. તે મેચ ફરી રમાશે નહીં. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે.

વિદેશી ખેલાડીઓ બહાર રહેવાની સંભાવના

IPL-2025 અંગે બીજી એક અપડેટ એ છે કે અનેક વિદેશી ખેલાડીઓ બાકીની મેચોમાંથી બહાર રહી શકે છે. જેમાં મિશેલ સ્ટાર્ક (Mitchell Starc), જોશ હેઝલવુડ (Josh Hazlewood), ડેવાલ્ડ બ્રેવિસ અને ફિલ સોલ્ટ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ પોતપોતાની ટીમોને પણ જાણ પણ કરી દીધી હોવાના અહેવાલ છે. ગુજરાત ટાઈટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં પ્રેક્ટિસ કરી રહી છે. ટીમના ખેલાડીઓ રવિવારે સાંજે સ્ટેડિયમ પહોંચ્યા અને સખત પ્રેક્ટિસ કરી. સારી વાત એ છે કે ટીમમાં ગુજરાતના વિદેશી ખેલાડીઓ હાજર છે.

Advertisement

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ ફેન્સને આપ્યો ઝટકો, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

Advertisement

3 સમયપત્રક તૈયાર કરાયા

Board of Control for Cricket in India-BCCI એ IPL 2025 ની બાકીની મેચ માટે 3 સમયપત્રક તૈયાર કર્યા છે. આ યોજનાઓમાંથી એક અનુસાર પંજાબ કિંગ્સને બીજું કોઈ મેદાન આપવામાં આવશે, તેમની મેચ ધર્મશાળામાં યોજાશે નહીં. રેસ્ટ દિલ્હીને બીજું હોમ ગ્રાઉન્ડ પણ મળશે. અન્ય બધી ટીમોના મેચ તેમના મેદાન પર યોજાશે. IPL 2025 ની બાકીની મેચો 16 મેથી શરૂ થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ યુદ્ધના તણાવ વચ્ચે રિકી પોન્ટિંગના એક નિર્ણયે પંજાબ કિંગ્સમાં ભરી નવી ઊર્જા

Tags :
Advertisement

.

×