શું IPL 2025 માં KL RAHUL ની ફરીથી થશે RCB માં એન્ટ્રી?
ભારતના સ્ટાર બૅટ્સમેન KL RAHUL ને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી વિગતોના અનુસાર, KL RAHUL ને વર્ષ 2025 ના MEGA AUCTION માં RELEASE કરવામાં આવી શકે છે. MEGA AUCTION માં આવ્યા બાદ તે પણ સંભાવનાઓ છે કે તેઓ કદાચ બીજી કોઈ ટીમમાં પોતે જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સ્ટ્રાઈક રેટ LSG માટે ચિંતાનો વિષય છે. હવે એવું લાગે છે કે IPL ની આગામી સિઝન પહેલા KL RAHULને પોતાની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. અહેવાલોને માનવામાં આવે તો KL RAHUL કદાચ RCB ની ટીમમાં પણ જઈ શકે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
KL RAHUL થઈ શકે છે LSG ટીમની બહાર
વર્ષ 2024 માં KL RAHUL નો દેખાવ લખનૌની ટીમ માટે એટલો સારો રહ્યો ન હતો. તેમની કપ્તાનીમાં LSG ની ટીમ સિઝનમાં 7માં સ્થાને રહી હતી. તે અગાઉના વર્ષમાં ટીમ વર્ષ 2022 અને 2023 માં પ્લેઓફ સુધી પહોંચી હતી. તેમના આ દેખાવના કારણે શક્યતાઓ છે કે હવે કે એલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
શું રાહુલની થશે RCB માં વાપસી?
🚨 REPORTS 🚨
KL Rahul is likely to end his three-year association with Lucknow Super Giants and join Royal Challengers Bangaluru ahead of the IPL 2025. 🏏🔴
He is likely to be the next RCB captain succeeding Faf du Plessis 🧢#Cricket #KLRahul #RCB #IPL pic.twitter.com/qqlsAxpycd
— Sportskeeda (@Sportskeeda) July 20, 2024
રિપોર્ટને માનવામાં આવે તો KL RAHUL ની લખનૌ સુપર જાયન્ટ્સમાંથી છૂટ્યા બાદ તેને તેની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જગ્યા મળી શકે છે. મળતી માહિતીના અનુસાર, હવે LSG રાહુલને ટીમમાં રાખી શકશે નહીં. રાહુલનો સ્ટ્રાઈક રેટ ટીમ માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. LSG એવા ખેલાડીને ખરીદવાનો આગ્રહ રાખી શકે છે કે જેની પાસે T20 ક્રિકેટમાં વધુ સારી સ્ટ્રાઈક રેટ હોય. જે પોતાની ઇનિંગ્સથી મેચનો માર્ગ બદલવાની હિંમત ધરાવે છે. માટે જો આગળ જતા આમ બને છે તો IPL માં આપણને ફરી એકવખત વિરાટ કોહલી અને કે એલ રાહુલ એક સાથે જોવા મળી શકે છે.
આ પણ વાંચો : PARIS OLYMPICS: રણભૂમિ બાદ ખેલ મેદાનમાં ઉતરશે INDIAN ARMY ના 24 જવાન