Women's T20 World Cup: ઓસ્ટ્રેલિયાની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી, સેમિફાઈનલમાં વેસ્ટઈન્ડિઝને આપી કારમી હાર
ક્રિકેટના મેદાન પર ઓસ્ટ્રેલિયાની ટીમે વધુ એક વખત પોતાની તાકાત સાબિત કરી દીધી છે. સેમિફાઈનલના દબાણ વચ્ચે વેસ્ટઈન્ડિઝની ટીમ ક્યાંક થથરી ગઈ, જ્યારે કાંગારૂ મહિલા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.
Advertisement
Women's T20 World Cup 2026: મહિલા T20 વર્લ્ડ કપ 2026 (Women's T20 World Cup 2026) ના પ્રથમ સેમિફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા (Australia Women's Cricket Team) એ વેસ્ટઈન્ડિઝ (West Indies Women's Team) ને એકતરફી મુકાબલામાં 8 વિકેટથી કારમી હાર આપીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. લંડનના ઐતિહાસિક કેનિંગ્ટન ઓવલ (Kennington Oval) મેદાન પર રમાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે શા માટે તેમને 'વર્લ્ડ ક્રિકેટની પાવરહાઉસ' ગણવામાં આવે છે.

