Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Athletics Day 7 May 2025 : ગુજરાતના 50 થી વધુ વિવિધ એથ્લેટિક ખેલાડીઓને નોકરી

World Athletics Day ગુજરાતના ખેલાડીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રમતને વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એથ્લેટિકસમાં મેડલ(Medal winner)પ્રાપ્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત વિવિધ વિભાગોમાં સરકારી નોકરી આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
world athletics day 7 may 2025   ગુજરાતના 50 થી વધુ વિવિધ એથ્લેટિક ખેલાડીઓને નોકરી
Advertisement
  • World Athletics Day 7 May 2025
  • એથ્લેટિકસ રમતના માધ્યમથી ગુજરાતના ૫૦થી વધુ ખેલાડીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી પ્રાપ્ત કરી
  • દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા ૧૬ જેટલા રમતવીરો ઇન્ડિયન આર્મીમાં જોડાયા

World Athletics Day ગુજરાતના ખેલાડીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રમતને વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એથ્લેટિકસમાં મેડલ(Medal winner)પ્રાપ્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત વિવિધ વિભાગોમાં સરકારી નોકરી આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં વિવિધ એથ્લેટિકસ રમતના માધ્યમથી અત્યાર સુધીમાં ૫૦થી વધુ ખેલાડીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપીને પ્રોત્સાહિત કર્યા છે.

રમતગમતને સરકાર દ્વારા પ્રોત્સાહન

એથ્લેટિકસ રમતમાં વર્ષ -૨૦૧૦ પછી અત્યાર સુધીમાં ખેલાડીઓએ ૧૦૦ મી દોડ,૨૦૦ મી, ૪૦૦મી , ૮૦૦મી, ૧૫૦૦ મી, ૫૦૦૦ મી, ૧૦,૦૦૦મી દોડ, ૪૦૦ વિધ્ન દોડ, મેરેથોન તેમજ ડેકેથલોનની સ્પર્ધામાં ભાગ લઈ ૧૬ ખેલાડીઓએ ઇન્ડીયન આર્મીમાં, ૦૨ ખેલાડીઓ ઇન્ડીયન એરફોર્સમાં, ૦૧ ખેલાડીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં, ૦૧ ખેલાડી આસામ રાયફલમાં, ૦૧ ખેલાડી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં તેમજ ૦૧ ખેલાડી ઈન્ડો - તિબેટીયન બોર્ડર પોલીસમાં જોડાઈને દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા સેવા આપી રહ્યા છે.

Advertisement

આ ઉપરાંત એથ્લેટિકસ રમતમાં જોડાઈને ૧૧ જેટલા ખેલાડીઓએ ઇન્ડીયન પોસ્ટલ સર્વિસમાં જોડાયા હતા. જ્યારે બે ખેલાડીઓ દિલ્હી ખાતે ઇન્કમટેક્સમાં, એક ખેલાડી ગોવા ખાતે ઇન્કમટેક્સમાં, એક ખેલાડી ભારત સંચાર નિગમ લિમિટેડમાં, ૦૬ ખેલાડીઓ ઇન્ડિયન રેલવેમાં, એક ખેલાડી એગ્રીકલ્ચર બેંકમાં તેમજ ૦૬ જેટલા ખેલાડીઓએ ગુજરાત પોલીસમાં જોડાઈને આમ રાજ્યના કુલ ૫૦ જેટલા ખેલાડીઓને અત્યાર સુધી એથ્લેટિકસ રમતના પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારની સારા હોદ્દાની નોકરી પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભના માધ્યમથી રમત ગમતની જન જાગૃતિને છેવાડા સુધી પહોંચાડ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં અને હર્ષ સંઘવી(Harsh સંઘવી)ના નેતૃત્વમાં ગુજરાત આજે એથ્લેટીકસ ક્ષેત્રે નવી ઉચાઇસર કરી રહ્યું છે. આજે ગુજરાતના ખેલાડીઓ એથ્લેટીકસ રમતમાં ભાગ લઇને આંતરરાષ્ટ્રીય - રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતમાં ૧૧ સિન્થેટીક એથ્લેટીક્સ ટ્રેક અમદાવાદ શહેર, મહેસાણા, પાટણ શહેર સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, નર્મદા ભાવનગર શહેર તેમજ પોરબંદર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્પોર્ટ્સ ઓથોરીટી ગુજરાત દ્વારા બનાવવામાં આવ્યા છે. જેમાં ઘણાં બધા એથ્લેટીકસ રમત સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ લાભ લઈ રહ્યા છે.

અહેવાલ : કનુ જાની

Tags :
Advertisement

.

×