World Boxing Cup Finals: ભારતીય મહિલા બોક્સરોએ જીતની લગાવી હેટ્રિક, મીનાક્ષી, પ્રીતિ અને અરુંધતીએ જીત્યો ગોલ્ડ
ભારતીય મહિલા બોક્સરોએ વર્લ્ડ બોક્સિંગ કપમાં (World Boxing Cup Finals)શાનદાર પ્રદર્શન કર્યું, ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડ મેડલની હેટ્રિક હાંસલ કરી. ભારતની મીનાક્ષી હુડ્ડાએ મહિલાઓની 48 કિગ્રા શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું, જ્યારે પ્રીતિ પવારે 54 કિગ્રા શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને અરુંધતી ચૌધરીએ 70 કિગ્રા શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો.
Advertisement
- વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં (World Boxing Cup Finals) ભારતીય મહિલા બોક્સરોનું શાનદાર પ્રદર્શન
- વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલમાં ભારતે જીત્યા 3 ગોલ્ડ
- 48 કિલોગ્રામ વર્ગ મુકાબલામાં ભારતને મળ્યા ગોલ્ડ
- વર્લ્ડ ચેમ્પિયન મિનાક્ષી હુડ્ડાએ જીત્યો ગોલ્ડ મેડલ
- 54 કિ.ગ્રા. કેટેગરીમાં પ્રીતિ પવારે જીત્યો ગોલ્ડ મેડલ
- 70 કિ.ગ્રા. કેટેગરીમાં અરૂંધતિ ચૌધરીને મળ્યો ગોલ્ડ મેડલ
World Boxing Cup Finals: ગુરુવારે ગ્રેટર નોઇડામાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ 2025માં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. મીનાક્ષી હુડા, અરુંધતી ચૌધરી અને પ્રીતિ પવારે પોતપોતાની ફાઇનલ મેચ જીતીને ભારતને ત્રણ ગોલ્ડ મેડલ અપાવ્યા છે. અંતિમ દિવસે, કુલ 15 ભારતીય બોક્સરો ગોલ્ડ મેડલ માટે રિંગમાં ઉતરવાના હતા, જેમાંથી આ ત્રણ દેશને ગોલ્ડન સફળતા અપાવનાર પ્રથમ હતા.

