World Chess Championship 2024: વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો ડી ગુકેશ, ફાઇનલમાં ચીનને પછાડ્યું
- ચીનના ખેલાડીને ફાઇનલ મેચમાં હરાવ્યો
- ડી ગુકેશ વિશ્વના સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન
- ડી.ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપમાં રચ્યો ઇતિહાસ
નવી દિલ્હી : ભારતના ડી.ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચી દીધો છે. તેવું કરનારા તેઓ વિશ્વના સૌથી યુવા ખેલાડી બની ચુક્યા છે. તેમણે 14 માં અને અંતિમ રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને હરાવી દીધો હતો. આ સાથે જ તેમણે ભારતને વધારે એક ગૌરવ અપાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ડી.ગુકેશ વિશ્વના સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની ચુક્યા છે.
અંતિમ રાઉન્ડ પર રહેશે તમામ દોરોમદાર
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચની 13 મી બાજીમાં ભારતના સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર ડી.ગુકેશ જીતની ખુબ જ નજીક પહોંચીને ચુકી ગયા હતા. સિંગાપુરમાં રમાઇ રહેલ વર્લ્ડ ચેમ્પિયનશિપના ખિતાબી જંગમાં ભારતના ડી.ગુકેશ અને ચીનના ડિંગ લિરેન સામસામે છે. ફાઇનલ મેચની 13 મી બાજી 11 ડિસેમ્બરે રમાઇ હતી. આ મેચમાં ચીનના ડિંગ લિરેને દબાવ છતા શાનદાર પ્રદર્શન કરતા મેચ ડ્રો કરાવી દીધી. ખિતાબી જંગના 13 મી બાજી બાદ બંન્ને ખેલાડી 6.5-6.5 પોઇન્ટ સાથે બરાબરી કરી.
આ પણ વાંચો : Dediapada: ‘અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છે’ ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર
ફાઇનલ મેચની 13 મી બાજીમાં સફેદ મહોરા સાથે ઉતર્યા ગુકેશ
ફાઇનલ મેચની 13 મી બાજીમાં સફેદ મોહરા સાથે રમી રહેલા ગુકેશે શરૂઆતથી જ મેચમાં પ્રતિદ્વંદી ડિંગ લિરેન પર દબાણ બનાવી રાખ્યું હતું. તમામ માની રહ્યા હતા કે, ગુકેશ તેનો ફાયદો ઉઠાવતા જીત સરળતાથી જીત પ્રાપ્ત કરી લેશે. જો કે લિરેને ગુકેશના દબાણ છતા પણ ખુબ સારુ પ્રદર્શન કર્યું અને મેચને ડ્રો સુધી ખેંચી ગયા હતા.
બંન્ને ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયનશીપથી એક બાજી દુર
હવે આ ટૂર્નામેન્ટમાં માત્ર એક બાજી જ બાકી છે. બંન્ને ખેલાડી આ ડ્રો મેચ બાદ બરાબરી પર છે. ફાઇનલ મેચની 14 મી અને આખરી બાજીમાં ટૂર્નામેન્ટના વિજેતા જાહેર કરવામાં આવશે. જો ગુકેશ આ મેચમાં બાજી મારે છે તો તેઓ ઇતિહાસના સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની જશે.
આ પણ વાંચો : Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન
ડિંગ લિરેન શરૂઆતમાં હાવી રહ્યો
ટૂર્નામેન્ટમાં ચીનના ડિંગ લિરેને જીત સાથે શરૂઆત કરી હતી. બીજી તરફ ગુકેશે પોતાનો જીતનો સિલસિલો ત્રીજી મેચથી શરુ કર્યો હતો. ત્યાર બાદ બંન્ને ખેલાડીઓ વચ્ચે સતત 7 બાજી ડ્રો રહી હતી. જો કે 11 મી બાજીમાં ગુકેશે શાનદાર પ્રદર્શન કરતા ફરી એકવાર જીત નોંધાવી અને 6-5 ની બઢત પ્રાપ્ત કરી હતી. જ્યારે 12 મી બાજીમાં લિરેને ગુકેશને પહેલીવાર માત આપી અને ફરી એકવાર બરાબરી કરી લીધી હતી.
આ પણ વાંચો : IND vs AUS : હવે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીત પાક્કી!