Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

WPL 2026 : GG એ પહેલી વખત MI ને હરાવ્યું, Playoff માં જગ્યા બનાવી

WPL 2026 માં આજની મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવતા 167 રન બનાવ્યા હતા. શરૂઆતમાં એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહેમે સારી ઇનિંગ્સ રમી હતી. જો કે મુંબઇની ટીમ લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. મુંબઇની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.
wpl 2026   gg એ પહેલી વખત mi ને હરાવ્યું  playoff માં જગ્યા બનાવી
Advertisement
  • WPL ની આજની મેચમાં મુંબઇની ટીમને હાર મળી
  • છેલ્લે સુધી મેચ જીતવાની શક્યતાઓ અંતે હારમાં ફેરવાઇ
  • કેપ્ટન હરમનપ્રીતનું સારૂ પ્રદર્શન જીત અપાવી ના શક્યું
  • હવે રવિવારે મહત્વની મેચ રમાવવા જઇ રહી છે

WPL 2026 : આજે વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે WPL - 2026 ની 19 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થયો છે. જેમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવતા 167 રન બનાવ્યા હતા. શરૂઆતમાં એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહેમે સારી ઇનિંગ્સ રમી હતી. જો કે મુંબઇની ટીમ લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. મુંબઇની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. (WPL 2026)

કેપ્ટનના 82 રન કામ ના લાગ્યા (WPL 2026)

મુંબઇની ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરની 82 રનની ઇનિંગ્સ મદદ કરી શકી નહતી ગુજરાતે લીગના ઇતિહાસમાં પહેલી વાર મુંબઈને હરાવ્યું છે, ગુજરાત પોતે અગાઉ આઠ વખત હારી ગયું હતું. આ સાથે ગુજરાતે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે, ગુજરાત જાયન્ટ્સ તરફથી એશ્લે ગાર્ડનરે 28 બોલમાં 46 રન બનાવ્યા હતા. જ્યારે જ્યોર્જિયા વેરહેમે 26 બોલમાં 44 રન બનાવ્યા હતા. અનુષ્કા શર્માએ 33 અને સોફી ડેવાઈને 25૨૫ રન બનાવ્યા હતા. બેથ મૂની 5 રન બનાવીને આઉટ થઈ હતી, ભારતી ફુલમાલી 5 રન બનાવીને અણનમ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અમેલિયા કેરે 2 વિકેટ લીધી, અને શબનીમ ઈસ્માઈલ અને નેટ સાયવર બ્રન્ટે 1-1 વિકેટ લીધી હતી.

Advertisement

આ પણ વાંચો ------ Yuvraj Singh એ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગેના નિર્ણયને લઇને મન ખોલ્યું

Advertisement

રવિવારની મેચ પર બધાની નજર (WPL 2026)

ગુજરાત અને મુંબઇની ટીમોએ પ્લેઇંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી. આ મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. વિજેતા ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય નીવડી છે. હારનારી ટીમે રવિવારે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેની મેચના પરિણામની રાહ જોવી પડશે. જો કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છ જીત સાથે સીધા ફાઇનલમાં પહોંચી ગઈ છે.

બંને ટીમોના પ્લેઇંગ ઇલેવન

  • મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન: હેલી મેથ્યુઝ, સજીવન સજના, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, અમેલિયા કેર, રાહિલા ફિરદોસ (વિકેટકીપર), સંસ્કૃતિ ગુપ્તા, વૈષ્ણવી શર્મા, શબનીમ ઇસ્માઇલ, પૂનમ ખેમનર.
  • ગુજરાત જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન: બેથ મૂની (વિકેટકીપર), સોફી ડિવાઇન, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહેમ, ભારતી ફુલમાલી, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રેણુકા સિંહ ઠાકુર, રાજેશ્વરી ગાયકવાડ 

આ પણ વાંચો ------  Suryakumar Yadav એરપોર્ટ પર Sanju Samson માટે બોડીગાર્ડ બન્યા

Tags :
Advertisement

.

×