WPL 2026: ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને હરાવ્યું, ગાર્ડનરની ફિફ્ટી
- WPL 2026: ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને હાઈ-સ્કોરિંગ મેચમાં હરાવ્યું
- ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 207 રનનો વિશાળ સ્કોર બનાવ્યો
- એશ્લી ગાર્ડનરે 41 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી
- લક્ષ્યનો પીછો કરતા યુપીની લિચફિલ્ડે 78 રન ઝૂડ્યા
- અંતિમ ઓવરોમાં રોમાંચક જંગ બાદ યુપી 10 રનથી હાર્યું
WPL 2026 : વુમન્સ પ્રીમિયર લીગમાં આજે રસાકસીભર્યા મુકાબલામાં ગુજરાત જાયન્ટ્સે શાનદાર બેટિંગના જોરે યુપી વોરિયર્સને પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 207 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે યુપીની ટીમ લડાયક પ્રદર્શન કરવા છતાં 10 રનથી દૂરી રહી ગઈ હતી.
WPL 2026 : ગાર્ડનર અને ડિવાઇનનો તરખાટ
ગુજરાત જાયન્ટ્સની શરૂઆત મધ્યમ રહી હતી, કેપ્ટન બેથ મૂની માત્ર 13 રને આઉટ થઈ હતી. જોકે, ત્યારબાદ સોફી ડિવાઇને માત્ર 20 બોલમાં 38 રન (5 ચોગ્ગા, 2 છગ્ગા) ફટકારીને રનગતિ તેજ કરી હતી. અનુષ્કા શર્માએ પણ 30 બોલમાં 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ઇનિંગનો અસલી ટર્નિંગ પોઈન્ટ એશ્લી ગાર્ડનરની બેટિંગ રહી, જેણે 41 બોલમાં 65 રન ઝૂડી કાઢ્યા હતા. અંતિમ ઓવરોમાં જ્યોર્જિયા વેરહેમે માત્ર 10 બોલમાં 3 છગ્ગા સાથે અણનમ 27 રન બનાવી સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો.
Came out of syllabus. 😇😂#GujaratGiants #BringItOn #Adani #GameOnGujaratStrong #TATAWPL #UPWvGGW pic.twitter.com/b2oSp4GuIV
— Gujarat Giants (@Giant_Cricket) January 10, 2026
WPL 2026 : યુપી વોરિયર્સનો વળતો પ્રહાર
208 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સની શરૂઆત ખરાબ રહી હતી. કિરણ નવગીરે (1 રન) વહેલી આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન મેગ લેનિંગે 30 રન બનાવી દબાણ હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મધ્યમ ક્રમમાં દીપ્તિ શર્મા અને હરલીન દેઓલ સસ્તામાં આઉટ થતા યુપી મુશ્કેલીમાં મુકાયું હતું.
ફોબે લિચફિલ્ડની લડત એળે ગઈ
એક સમયે મેચ ગુજરાતના પક્ષમાં એકતરફી લાગતી હતી, ત્યારે ફોબે લિચફિલ્ડે માત્ર 40 બોલમાં 78 રનની તોફાની ઇનિંગ રમીને મેચમાં જીવ પૂરી દીધો હતો. લિચફિલ્ડે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ ક્ષણોમાં આશા શોભનાએ 10 બોલમાં 27 રન બનાવ્યા હતા, પરંતુ ગુજરાતની સચોટ બોલિંગ સામે યુપી 20 ઓવરમાં 8 વિકેટે 197 રન જ બનાવી શક્યું હતું.
આ પણ વાંચો : Yesha Sagar WPL 2026: કોણ છે આ ગ્લેમરસ એન્કર? જેની સુંદરતા આગળ મોટી હિરોઈનો પણ ફેઈલ!


