Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

'Lady Sehwag' Shafali Verma એ રચ્યો ઇતિહાસ, જાણો શું છે ખાસ

દિલ્હી કેપિટલ્સ WPL માં બેંગલુરુ સામેની મેચ હારી ગઈ હોવા છતાં, શેફાલી વર્માએ પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરીને 166 રન બનાવ્યા હતા, ત્યારબાદ આરસીબીએ 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવીને 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. બેંગલુરુ તરફથી સ્મૃતિ મંધાનાએ 61 બોલમાં 91 રન બનાવ્યા હતા.
 lady sehwag  shafali verma એ રચ્યો ઇતિહાસ  જાણો શું છે ખાસ
Advertisement
  • વૂમન્સ પ્રિમિયર લીગમાં શેફાલી વર્માનું દમદાર પરફોર્મન્સ
  • ટીમ હારી પરંતુ શેફાલીએ ચાહકોના દિલમાં જીત મેળવી લીધી
  • લેડી સહેવાગ અને સ્મૃતિ મંધાના બંનેએ અલગ અલગ રેકોર્ડ બનાવ્યા

'Lady Sehwag' Shafali Verma Created Record In WPL 2026 : 'લેડી સેહવાગ' તરીકે જાણીતી ભારતીય મહિલા બેટ્સમેન શેફાલી વર્માએ મહિલા પ્રીમિયર લીગમાં ઇતિહાસ રચ્યો છે. દિલ્હી કેપિટલ્સ WPL માં બેંગલુરુ સામેની મેચ હારી ગઈ હોવા છતાં, શેફાલી વર્માએ પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરીને 166 રન બનાવ્યા હતા, ત્યારબાદ આરસીબીએ 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવીને 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. બેંગલુરુ તરફથી સ્મૃતિ મંધાનાએ ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા 61 બોલમાં 91 રન બનાવ્યા હતા. મંધાનાએ 91 રનની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. મંધાનાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્મૃતિ મંધાના ડબલ્યુપીએલમાં ભારતીય માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરર બની છે.

આ પણ વાંચો --------  Chinnaswamy Stadium ને મંજૂરી મળી, હવે IPL સહિતમી મેચો યોજી શકાશે

Advertisement

WPLમાં ખેલાડીના સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

  • 96 - સ્મૃતિ મંધાના
  • 95* - હરમનપ્રીત કૌર (2024)
  • 88* - દીપ્તિ શર્મા (2024)
  • 84 - શેફાલી વર્મા (2023)

સૌથી વધુ છગ્ગા મારનારી મહિલા બેટ્સમેન બની

બીજી બાજુ, દિલ્હી માટે 'લેડી સેહવાગ' તરીકે જાણીતી શેફાલી વર્માએ 41 બોલમાં 62 રન બનાવ્યા છે, જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ 4 છગ્ગા ફટકાીને શેફાલીએ ઇતિહાસ રચ્યો છે. શેફાલી વર્મા હવે મહિલા પ્રીમિયર લીગમાં સૌથી વધુ છગ્ગા મારનારી મહિલા બેટ્સમેન બની ગઈ છે. 'લેડી સેહવાગ'એ અત્યાર સુધી 31 મેચમાં 53 છગ્ગા ફટકાર્યા છે. આનો અર્થ એ થયો કે શેફાલી WPL ઇતિહાસમાં 50 છગ્ગા મારનારી એકમાત્ર બેટ્સમેન બની ગઈ છે.

Advertisement

મહિલા પ્રીમિયર લીગમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન

  • શેફાલી વર્મા - 31 મેચ, 53 છગ્ગા
  • રિચા ઘોષ - 30 મેચ, 32 છગ્ગા
  • એશ્લે ગાર્ડનર - 29 મેચ, 32 છગ્ગા
  • સોફી ડિવાઇન - 22 મેચ, 30 છગ્ગા
  • હરમનપ્રીત કૌર - 32 મેચ, 30 છગ્ગા

27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી

શેફાલી ક્રીઝ પર મજબૂત દેખાતી હતી. તે પાવરપ્લે ઓવરમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી, અને 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અંતે, 17મી ઓવરમાં, લોરેન બેલે તેને આઉટ કરી, તેની વિસ્ફોટક ઇનિંગ્સનો અંત આણ્યો હતો. આ તેની WPL કારકિર્દીની 7 મી અડધી સદી હતી.

આ પણ વાંચો ------  Rohit Virat Comeback News: શું હવે 6 મહિના સુધી નહીં રમે રોહિત-વિરાટ? જાણો વાપસીનો પ્લાન

Tags :
Advertisement

.

×