WPL Opening Ceremony માં Yo Yo Honey Singh પરફોર્મ કરશે, આજથી મેચનો આરંભ
- આજથી વૂમન્સ પ્રિમિયર લીગની મેચોનો પ્રારંભ
- હનીસિંગ ઉદ્ધાટન પ્રસંગે માહોલ જમાવશે
- આજે બે મજબૂત ટીમો વચ્ચે ટક્કર થનાર છે
WPL Opening Ceremony : આજથી બહુપ્રતિક્ષિત વૂમન્સ પ્રિમિયલ લીગ - 2026 ની મુંબઇના ડીવાય પાટીલ સ્ટેડિયમથી શરૂઆત થવા જઇ રહી છે. જેનો ઉદ્ધાટન પ્રસંગે જાણીતા રેપ સિંગર યો યો હનીસિંગ દર્શકોને ડોલાવશે, જ્યારે જાણીતા ડાન્સર અને એક્ટર જેકલીન ફર્નાન્ડિસ સ્ટેજ પર કામણ પાથરશે. ત્યાર બાદ મેચનો પ્રારંભ થશે. શરૂઆતની મેચમાં, બે વખતની વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે, જે એકમાત્ર WPL ટાઇટલ વિજેતા છે. RCB મહિલા ટીમનું નેતૃત્વ સ્ટાર બેટર સ્મૃતિ મંધાના કરશે.
View this post on Instagram
તૈયારીઓ ચકાસવાની અમૂલ્ય તક
WPL ની ચોથી આવૃત્તિ નવી મુંબઈ અને વડોદરામાં બે તબક્કામાં યોજાશે. જે યુવા ખેલાડીઓને વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવાની તક પૂરી પાડશે. આનાથી ખેલાડીઓને આ વર્ષે જૂન-જુલાઈમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તેમની તૈયારીઓને ચકાસવાની તક પણ મળશે.
મુંબઈનો હાથ ઉપર
મહિલા પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે કુલ સાત મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ ચાર અને આરસીબીએ ત્રણ મેચ જીતી છે. આજની મેચ કઈ ટીમ જીતે છે તે જોવાનું બાકી છે. ઉપરોક્ત આંકડાઓના આધારે, મુંબઈનો હાથ ઉપર છે.
બંને ટીમોના સ્ટાર ખેલાડીઓ આ રહ્યા
મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી પાસે એવા સ્ટાર ખેલાડીઓ છે, જે ગમે ત્યારે મેચનો માર્ગ બદલી શકે છે. આરસીબી અને એમઆઈ લીગમાં એકમાત્ર બે ટીમો છે, જેમણે WPL ટાઇટલ જીત્યું છે. જેમ જેમ WPL વિકસ્યું છે, તેમ તેમ આ બંને ટીમો વચ્ચે ઉગ્ર હરીફાઈ વિકસી છે. મુંબઈએ હરાજી પહેલા વધુ ખેલાડીઓ જાળવી રાખ્યા હતા, અને તેની ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ ઉમેર્યા હતા. બીજી બાજુ, RCB પાસે સ્મૃતિ મંધાના જેવી સ્ટાર ખેલાડી છે.
આ પણ વાંયો ------- ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં કિંગ કોહલીનો જોવા મળશે વિરાટ અવતાર!


