WPL 2026: ગુજરાત જાયન્ટ્સને હરાવી દિલ્હી કેપિટલ્સ સતત ચોથી વખત ફાઇનલમાં, હવે RCB સામે મહામુકાબલો
- દિલ્હી કેપિટલ્સે ગુજરાતને હરાવી ચોથીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો (WPL 2026)
- ગુજરાતની કેપ્ટન બેથ મૂનીની 62 રનની અણનમ ઇનિંગ વ્યર્થ
- દિલ્હીના પાવરપ્લેમાં 75 રન આ સિઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાયો
- ગુરુવારે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ અને RCB વચ્ચે થશે મહાજંગ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત જાયન્ટ્સને (Gujarat Giants) 7 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હીની ટીમે સતત ચોથી વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. હવે ગુરુવારે રમાનારી ફાઇનલમાં દિલ્હીનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે થશે.
BRING ON THE FINAL 🔥🔥pic.twitter.com/0rKYSge4uF
— Delhi Capitals (@DelhiCapitals) February 3, 2026
WPL 2026: દિલ્હીની તોફાની બેટિંગ
169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને ઓપનર લિઝેલ લી (Lizelle Lee) અને શેફાલી વર્માએ (Shafali Verma) વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. લિઝેલ લીએ માત્ર 24 બોલમાં 43 રન ફટકાર્યા હતા, જેમાં રેણુકા સિંહ સામેની એક જ ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક સામેલ હતી. શેફાલી વર્માએ પણ આક્રમક મૂડમાં 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. બંનેએ પાવરપ્લેમાં (Powerplay) વિના વિકેટે 75 રન જોડીને આ સીઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો.ત્યારબાદ કેપ્ટન જેમીમા રોડ્રિગ્સના (Jemimah Rodrigues) 41 રન અને લૌરા વોલ્વાર્ડના (Laura Wolvaardt) અણનમ 32 રનની મદદથી દિલ્હીએ 15.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મેરિઝેન કેપે (Marizanne Kapp) વિજયી ચોગ્ગો ફટકારી ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.
ગુજરાત જાયન્ટ્સનો સંઘર્ષ
અગાઉ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. નંદિની શર્માએ (Nandini Sharma) એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી ગુજરાતને મુશ્કેલીમાં મૂક્યું હતું. જોકે, કેપ્ટન બેથ મૂનીએ (Beth Mooney) એક છેડો સાચવી રાખીને 51 બોલમાં અણનમ 62 રનની લડાયક ઇનિંગ રમી હતી. તેને જ્યોર્જિયા વેરહેમ (Georgia Wareham) ના 35 રનનો સાથ મળતા ગુજરાતે 7 વિકેટે 168 રનનો સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી શેનેલ હેનરી (Shynelle Henry) અને નંદિની શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : PCB: T20 વર્લ્ડ કપ બહિષ્કારની ધમકી, હવે પાકિસ્તાનને ભોગવવા પડશે પરિણામ!


