Hulk Hogan Dies : WWE સુપરસ્ટાર હલ્ક હોગનનું નિધન,71 વર્ષની ઉંમરે આવ્યો કાર્ડિયાક અરેસ્ટ
- WWE સુપરસ્ટાર હલ્ક હોગનનું અવસાન
- હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું
- તેમણે ફલોરિડામાં અંતિમ શ્વાસ લીધા હતાં
Hulk Hogan Dies : WWE સુપરસ્ટાર હલ્ક હોગનનું 71 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે.તેમણે ફલોરિડામાં અંતિમ શ્વાસ લીધા હતાં. આજે સવારે તેમની તબિયત નાદુરસ્ત જણાતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતાં. તેમને કાર્ડિયાર્ક એરેસ્ટ આવ્યો હતો. તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. હલ્ક હોગન WWEના શ્રેષ્ઠ કુસ્તીબાજોમાંથી એક હતા. 11 ઓગસ્ટ 1953ના રોજ જ્યોર્જિયાના ઓગસ્ટામાં જન્મેલા હલ્ક હોગન કુશ્તીના ઇતિહાસમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંના એક હતા.
હલ્ક હોગને 1977માં કુસ્તીબાજ તરીકે કારકિર્દી શરૂ કરી
હલ્કોગન એક પ્રખ્યાત અમેરિકન કુસ્તીબાજ, અભિનેતા અને ટેલિવિઝન સ્ટાર હતાં. તેમનું સાચું નામ ટેરી જીન બોલિયા છે.તેઓ 1980 અને 1990ના દાયકામાં WWFના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી કુશ્તીબાજોમાંથી એક હતા. હલ્ક હોગને 1977માં કુસ્તીબાજ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમણે 1980ના દાયકામાં WWF માં હલ્કમેનિયા નામથી ખ્યાતિ મેળવી હતી.તેમની ઊંચાઈ લગભગ 6 ફૂટથી વધુ અને વજન લગભગ 140 કિલો જેટલું હતું.
આ પણ વાંચો -Asia Cup 2025 : સપ્ટેમ્બરમાં શરૂ થશે એશિયા કપ 2025! શું ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી ટકરાશે?
છ વખત WCW વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા હતા
તેમણે છ વખત WWE ચેમ્પિયનશિપ જીતી હતી. તેઓ છ વાર WCW વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા હતા.આ ઉપરાંત તેમને 2005માં WWE હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતાં. હલ્ક હોગને હોલિવૂડની સબર્બન કમાન્ડો, મિસ્ટર નેની જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.તેમણે તેમના પરિવાર પર આધારિત ટીવી રિયાલિટી શો હોગન નોઝ બેસ્ટમાં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો -ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર: શું ભારત મેનચેસ્ટર ટેસ્ટમાં 10 ખેલાડીઓ સાથે રમશે?
WWE હોલ ઓફ ફેમર હતા
હલ્ક હોગનના મૃત્યુ અંગે માહિતી આપતા WWEએ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં લખ્યું હતું કે, 'WWEને એ જાણીને દુઃખ થયું છે કે WWE હોલ ઓફ ફેમર હલ્ક હોગનનું નિધન થયું છે.પોપ કલ્ચરના સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાંના એક હોગને 1980ના દાયકામાં WWEને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.WWE હોગનના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.