ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC Test Rankings માં યશસ્વી જયસ્વાલે મારી છલાંગ, જાણો ટોપ-10માં કોણ ક્યાં પહોંચ્યું

ICC દ્વારા જાહેર કરાયેલ નવી ટેસ્ટ રેન્કિંગમાં ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ધમાકેદાર પ્રદર્શન સાથે ટોપ-5માં સ્થાન મેળવ્યું છે. જો રૂટ હજુ પણ વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન તરીકે યથાવત છે, જ્યારે યશસ્વીનું 2 સ્થાનનું ઉછાળો ક્રિકેટ ચાહકો માટે ગૌરવની વાત બની છે.
03:31 PM Oct 15, 2025 IST | Hardik Shah
ICC દ્વારા જાહેર કરાયેલ નવી ટેસ્ટ રેન્કિંગમાં ભારતના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ધમાકેદાર પ્રદર્શન સાથે ટોપ-5માં સ્થાન મેળવ્યું છે. જો રૂટ હજુ પણ વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન તરીકે યથાવત છે, જ્યારે યશસ્વીનું 2 સ્થાનનું ઉછાળો ક્રિકેટ ચાહકો માટે ગૌરવની વાત બની છે.
Yashasvi_Jaiswal_Ranking_ICC_Test_Rankings_Gujarat_First

ICC Test Rankings : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની રોમાંચક 2-ટેસ્ટ મેચની સિરીઝના સમાપન બાદ ક્રિકેટ જગતમાં નવું જોશ જોવા મળી રહ્યું છે. જ્યાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પડકાર માટે રવાના થઈ, ત્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાજેતરનું ટેસ્ટ રેન્કિંગ જાહેર કરીને આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. આ નવા રેન્કિંગમાં જોકે ટોચના ક્રમો પર ખાસ ઉથલપાથલ નથી, પરંતુ ભારતના યુવા સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે જે નોંધપાત્ર પ્રગતિ કરી છે, તે ચોક્કસપણે ક્રિકેટ ચાહકો માટે ખુશીનો વિષય છે.

ટોચ પર 'રૂટ'નું શાસન અકબંધ

ICC ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગ (ICC Test Rankings) માં હાલમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટનું શાસન અકબંધ છે. રૂટ 908ના મજબૂત રેટિંગ સાથે વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન તરીકે યથાવત છે. તેમના પ્રદર્શનની નિયમિતતા અને મેચ વિનિંગ ક્ષમતા તેમને આ સ્થાન પર ટકાવી રાખે છે. બીજા સ્થાને પણ એક અન્ય ઇંગ્લિશ ખેલાડી હેરી બ્રુક છે, જેમણે તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બ્રુક 868 રેટિંગ સાથે બીજા ક્રમે છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડના અનુભવી અને ક્લાસિક બેટ્સમેન કેન વિલિયમસન છે, જેમનું રેટિંગ 950 છે. ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયાના દીગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથ 816 રેટિંગ સાથે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. એકંદરે, ટોચના 4 ખેલાડીઓના રેટિંગ અને ક્રમમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

યશસ્વી જયસ્વાલની નોંધપાત્ર છલાંગ (ICC Test Rankings)

આ રેન્કિંગમાં જો કોઈ ખેલાડીએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હોય, તો તે છે ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં તેના બેટમાંથી નીકળેલા રન, ખાસ કરીને બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફટકારેલી શાનદાર સદી, તેને મોટો ફાયદો કરાવી ગઈ છે. યશસ્વીએ એકસાથે 2 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે ટોપ-5માં પહોંચી ગયો છે. તેનું વર્તમાન રેટિંગ 791 છે અને તે હવે પાંચમા ક્રમે બિરાજમાન છે. એક યુવા ખેલાડી માટે તેની કારકિર્દીની શરૂઆતમાં જ ટોપ-5માં સ્થાન મેળવવું એ તેના પ્રચંડ ટેલેન્ટ અને ભવિષ્યની સંભાવનાઓ દર્શાવે છે. ભલે બીજી ઇનિંગમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું હોય, પરંતુ તેની પ્રથમ ઇનિંગની અસર લાંબી ચાલી છે.

અન્ય ખેલાડીઓની સ્થિતિ

યશસ્વી જયસ્વાલની આ પ્રગતિની સીધી અસર દક્ષિણ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવુમા અને શ્રીલંકાના સ્પિનર ​​તથા ઓલરાઉન્ડર કામેન્દુ મેન્ડિસ પર પડી છે. આ બંને ખેલાડીઓને એક-એક સ્થાન નીચે ઉતરવું પડ્યું છે. જણાવી દઇએ કે, ટેમ્બા બાવુમા હવે 790 રેટિંગ સાથે 6ઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે. જ્યારે કામેન્દુ મેન્ડિસ 781 રેટિંગ સાથે 7મા ક્રમે છે. જોકે, ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત, જે હાલમાં ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે, તે 8મા ક્રમે યથાવત છે. અન્ય ખેલાડીઓમાં ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ 9મા ક્રમે અને ઇંગ્લેન્ડના બેન ડકેટ 10મા ક્રમે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો :   રાજીવ શુક્લાનો મોટો ખુલાસો : ઓસ્ટ્રેલિયા શ્રેણી Rohit-Virat ની છેલ્લી..!

Tags :
Gujarat Firstharry brookICC Latest Test RankingICC Player RatingsICC RankingsICC Rankings UpdateICC Test Batsmen ListICC Test RankingsICC Test Rankings 2025ICC Test Rankings Top 10 ListICC Test Rankings UpdateIndia vs West Indies Test seriesIndian Cricket TeamJoe RootRanking ICC UpdateTemba BavumaTest Cricket Ranking 2025Top 10 Test BatsmenYashasvi JaiswalYashasvi Jaiswal centuryYashasvi Jaiswal Ranking
Next Article