Yesha Sagar WPL 2026: કોણ છે આ ગ્લેમરસ એન્કર? જેની સુંદરતા આગળ મોટી હિરોઈનો પણ ફેઈલ!
- WPL ની નવી એન્કર યેશા સાગર સોશિયલ મીડિયા પર વાયરલ
- સુંદરતા અને કોન્ફિડન્સથી મયંતી લેંગરને પણ આપી મ્હાત
- કેનેડામાં રહેતી પંજાબી યુવતીએ એન્કરિંગમાં લૂંટી મહેફિલ
- ઇન્સ્ટાગ્રામ પર 12 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે યેશા
- મોડેલિંગ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ
Yesha Sagar WPL 2026 : મહિલા પ્રીમિયર લીગ (WPL 2026) નો પ્રારંભ શુક્રવારથી થઈ ચૂક્યો છે. પાંચ ટીમો વચ્ચે રમાઈ રહેલા આ રોમાંચક જંગમાં મેદાન પર ખેલાડીઓ તો ચોગ્ગા-છગ્ગા ફટકારી જ રહ્યા છે, પરંતુ આ વખતે લાઈમલાઈટ કોઈ ખેલાડી નહીં પણ એક ખૂબ જ સુંદર એન્કરે ચોરી લીધી છે. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ જેવી સુંદર ખેલાડીઓની હાજરી છતાં સોશિયલ મીડિયા પર અત્યારે માત્ર એક જ ચહેરાની ચર્ચા છે, અને તે છે એન્કર યેશા સાગર.
View this post on Instagram
Yesha Sagar WPL 2026 : કોણ છે આ વાયરલ એન્કર યેશા સાગર?
WPL 2026 માં પોતાની એન્કરિંગથી લાખો લોકોના દિલ જીતનાર યેશા સાગર માત્ર એક એન્કર નથી, પરંતુ તે એક મોડેલ અને અભિનેત્રી પણ છે. ભારતની સ્પોર્ટ્સ હોસ્ટિંગમાં અત્યાર સુધી મયંતી લેંગરનું નામ મોખરે હતું, પરંતુ હવે યેશા સાગરે પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી નવી ઓળખ બનાવી છે. પ્રથમ મેચ બાદ જ તેની તસવીરો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
Yesha Sagar WPL 2026 : પંજાબથી કેનેડા સુધીની સફર
યેશા સાગરનો જન્મ પંજાબના કરતારપુર સાહિબમાં થયો હતો. જોકે, હાલમાં તે કેનેડાના ટોર્ન્ટોમાં સ્થાયી થઈ છે. તે કેનેડામાં રહીને જ પોતાના મોટાભાગના મોડેલિંગ અને પ્રોફેશનલ પ્રોજેક્ટ્સ હેન્ડલ કરે છે. ભારતમાં તે ખાસ કરીને WPL માં હોસ્ટિંગના પ્રોજેક્ટ માટે આવી છે. ક્રિકેટના મેદાનમાં એન્કરિંગ કરતા પહેલા યેશા પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના વિડિયોઝમાં પણ જોવા મળી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ
યેશા સાગર સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 12 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે પોતાના એકાઉન્ટ પર ટ્રાવેલ, મોડેલિંગ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. WPL ની મેચો દરમિયાન તેની એન્કરિંગ સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સના ફેન્સ દીવાના બન્યા છે.
આ પણ વાંચો : Virat Kohli Arshdeep Mimicry: કોહલી બન્યો એન્ટરટેઈનર! અર્શદીપની નકલ જોઈ રોહિત હસીને બેવડ વળી ગયા


