Yuzvendra Chahal આ બધુ સાચુ પણ પડે, ચહલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખળભળાટ
- યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડાને લઈ વિવાદ વકર્યો
- બંનેએ છૂટાછેડા અંગે કોઈએ ખુલીને કહ્યું નથી
- ચહલે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટથી ખળભળાટ
Yuzvendra Chahal:ભારતીય ટીમના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાને લઈને આ દિવસોમાં ઘણી અટકળો ચાલી રહી છે. જો કે બંનેએ છૂટાછેડા અંગે હજુ સુધી ખુલીને કશું કહ્યું નથી. પરંતુ છૂટાછેડાની અટકળો વચ્ચે ચહલ અને ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને ચોક્કસ સંદેશ આપી રહ્યા છે. ચહલે સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. ત્યારબાદ ધનશ્રી વર્માની સ્ટોરી પણ જોવા મળી હતી. હવે ફરી એકવાર ચહલની નવી સ્ટોરી સામે આવી છે. જેણે એકવાર ફરીથી સવાલ શરૂ કરાવી દીધા છે.
ચહલની નવી ઇન્સ્ટા સ્ટોરી સામે આવી
ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે યુઝવેન્દ્ર ચહલની નવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી છે. જેમાં ચહલે લખ્યું, હું મારા તમામ ચાહકોનો તેમના અતૂટ પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેમના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પરંતુ આ સફર હજી પૂરી થઈ નથી! કારણ કે મારા દેશ, મારી ટીમ અને મારા ચાહકો માટે હજુ ઘણી અવિશ્વસનીય ઓવરો બાકી છે! જ્યારે મને ખેલાડી હોવાનો ગર્વ છે. હું એક પુત્ર, એક ભાઈ અને મિત્ર પણ છું. હું તાજેતરની ઘટનાઓ, ખાસ કરીને મારા અંગત જીવન વિશે લોકોની જિજ્ઞાસાને સમજું છું. જો કે, મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર અટકળો જોઇ છે જે સાચી હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે.
Instagram story of Yuzvendra Chahal. pic.twitter.com/ZtCGg9jHmM
— Johns. (@CricCrazyJohns) January 9, 2025
આ પણ વાંચો -Kho Kho World Cup 2025 :ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
હું દરેકને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે ...
તેણે આગળ લખ્યું, એક પુત્ર, એક ભાઈ અને એક મિત્ર તરીકે, હું દરેકને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આ અટકળોમાં સામેલ ન થાઓ, કારણ કે તેનાથી મને અને મારા પરિવારને ઘણું દુઃખ થયું છે. મારા કૌટુંબિક મૂલ્યોએ મને શીખવ્યું છે કે હંમેશા દરેક માટે શ્રેષ્ઠ જોઈએ છે. શોર્ટકટ લેવાને બદલે સમર્પણ અને સખત મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો અને હું આ મૂલ્યો માટે પ્રતિબદ્ધ છું. ભગવાનના આશીર્વાદથી, હું સહાનુભૂતિ નહીં પણ તમારો પ્રેમ અને સમર્થન મેળવવાનો હંમેશા પ્રયત્ન કરીશ.
આ પણ વાંચો -વધારે એક ભારતીય ક્રિકેટરના લગ્ન જીવનમાં ભંગાણ, પત્નીની તસ્વીરો ડિલીટ કરી
ધનશ્રીએ પણ પોસ્ટ કરી હતી
અગાઉ ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે અવિશ્વસનીય રીતે મુશ્કેલ રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક છે. મેં મારું નામ અને પ્રામાણિકતા વધારવા માટે વર્ષોથી સખત મહેનત કરી છે. મારું મૌન એ નબળાઈની નિશાની નથી, પરંતુ શક્તિની નિશાની છે. જ્યારે નકારાત્મકતા ઓનલાઈન સરળતાથી ફેલાઈ જાય છે, ત્યારે બીજાઓને ઉપર લાવવા માટે હિંમત અને કરુણાની જરૂર પડે છે.