Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

STUDIO ON WHEELS: ADC બેંકના ચેરમેન Ajaybhai Patel સાથે સહકારથી સમૃદ્ધિ અને સ્પોર્ટ્સના ભવિષ્ય પર ઊંડી વાતચીત

STUDIO ON WHEELS: ભાવનગરમાં 'સ્ટૂડિયો ઓન વ્હિલ્સ'ની (STUDIO ON WHEELS) ટીમ પહોંચી હતી, જ્યાં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) ADC બેંકના ચેરમેન અજયભાઈ પટેલ (Ajaybhai Patel) સાથે વિશેષ ચર્ચા કરી હતી.
studio on wheels  adc બેંકના ચેરમેન  ajaybhai patel સાથે  સહકારથી સમૃદ્ધિ અને સ્પોર્ટ્સના ભવિષ્ય પર ઊંડી વાતચીત
Advertisement
  • સ્ટૂડિયો ઓન વ્હિલ્સની (STUDIO ON WHEELS) ટીમ ભાવનગર (Bhavnagar) પહોંચી
  • ચેનલ હેડ ડૉ વિવેક કુમાર ભટ્ટએ ( Dr. Vivek Kumar Bhatt) ADC બેંકના ચેરમેન અજયભાઈ પટેલ ( (Ajaybhai Patel) સાથે કરી ચર્ચા
  • સહકારથી સમૃદ્ધિ મુદ્દે નિખાલસ ચર્ચા થઈ
  • મનસુખભાઈ સાહેબે સુંદર માહોલ બનાવ્યો: અજયભાઈ પટેલ

STUDIO ON WHEELS: ભાવનગરમાં'સ્ટૂડિયો ઓન વ્હિલ્સ'ની (STUDIO ON WHEELS) ટીમ પહોંચી હતી, જ્યાં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) ADC બેંકના ચેરમેન અજયભાઈ પટેલ (Ajaybhai Patel) સાથે વિશેષ ચર્ચા કરી હતી. આ ચર્ચા મુખ્યત્વે 'સહકારથી સમૃદ્ધિ' અને સ્પોર્ટ્સ ક્ષેત્ર પર કેન્દ્રિત રહી, જેમાં સહકારી વ્યવસ્થાની સફળતા, ગ્રામીણ વિકાસ અને દેશના ભવિષ્ય અંગે નિખાલસ વાતચીત થઈ.

સ્ટૂડિયો ઓન વ્હિલ્સમાં (STUDIO ON WHEELS) ADC બેંકના ચેરમેન અજયભાઈ પટેલ સાથે ચર્ચા

આ ચર્ચા દરમિયાન અજયભાઈ પટેલે જણાવ્યું કે, સહકારી ક્ષેત્રમાં ખૂબ જ જીણવટભેર કામ થઈ રહ્યું છે. મનસુખભાઈએ સુંદર માહોલ બનાવ્યો છે તેમણે કહ્યું કે ભાવનગરમાં સ્નેહભર્યા સ્વાગતના દર્શન થયા અને શહેર કરતાં પણ ચઢિયાતી સુવિધાઓ અહીં જોવા મળી રહી છે. ગામડાંમાં લોકો આત્મનિર્ભર બની રહ્યા છે, જે સરકારના પ્રયાસોનું પરિણામ છે.

Advertisement

Advertisement

પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી કો.ઓપરેટિવમાં છે: અજયભાઈ પટેલ

તેમણે વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને એક વ્યવસ્થિત સિસ્ટમ ચાલી રહી છે. લોકો હવે આત્મનિર્ભર બને તેવો સરકારનો પ્રયાસ છે અને સારી વાત એ છે કે લોકો હવે માનતા થયા છે. "જો તમે સમજી જાવ તો 80 ટકા સમસ્યા પતી જાય" એમ તેમણે કહ્યું. આની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ સીધી પડી રહી છે.

કોરોના કાળમાં બધાએ સુંદર કામ કર્યું: અજયભાઈ પટેલ

અજયભાઈએ મનસુખભાઈ સાથેના 25 વર્ષના પરિચયનો ઉલ્લેખ કર્યો અને કોરોના કાળમાં બધાએ સુંદર કામ કર્યું હોવાનું જણાવ્યું. તેમણે ફાઇનાન્સ સેક્ટર સાથે જોડાયેલા હોવાનું કહીને કહ્યું કે કોરોના વખતે ભારતે વિશ્વમાં રસી મોકલી અને આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થયા છે. દેશની વેલ્યુ વધી છે તેની કોઈની નથી વધી.

ખેડૂત મજબૂત હશે તો મંડળી સક્ષમ બનશે: અજયભાઈ પટેલ

સહકારી માળખાની વાત કરતાં તેમણે કહ્યું કે ખેડૂત મજબૂત હશે તો મંડળી સક્ષમ બનશે, મંડળી સક્ષમ હશે તો ડિસ્ટ્રિક્ટ બેંક સક્ષમ થશે. સરકાર એજ્યુકેશન અને હેલ્થ પર વિશેષ ધ્યાન આપી રહી છે, જેથી ગામડામાં માણસ જલ્દી બીમાર ન પડે. રમતગમત ક્ષેત્રમાં પણ ભારત આગળ વધી રહ્યું છે અને સ્પોર્ટ્સમાં ભવિષ્ય ઉજ્જવળ છે.

ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ

આ ચર્ચા ગુજરાત ફર્સ્ટના 'સ્ટૂડિયો ઓન વ્હિલ્સ' અભિયાનના ભાગરૂપે થઈ, જેમાં ટીમ 34 જિલ્લામાં સફર કરશે, 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા કરશે. સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે ધર્મ-ધરોહરથી સ્વાદિષ્ટ સફર સુધી, વિરાસતથી વિકાસ સુધી, રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી સુધી. નેતાઓ, અભિનેતાઓ, લોક કલાકારો સાથે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટની ટીમ તમારા જિલ્લામાં આવી રહી છે, તમારા આંગણે! આ અભિયાન ગુજરાતના વિકાસ, સહકાર અને સ્થાનિક મુદ્દાઓને રજૂ કરવાના અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: STUDIO ON WHEELS ની ટીમ દ્વારા ખેતર અને ખાતર સંદર્ભે ખેડૂતો સાથે ખુલ્લા મને ચર્ચા

Tags :
Advertisement

.

×