Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પાડનાર નૌસેનાની અજાણી વિજયગાથા, પૂર્વ નેવી ઓફિસર મનન ભટ્ટ સાથે સંવાદ

Studio on Wheels: ગુજરાત ફસ્ટ (Gujarat First) ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ આજે રાજકોટ (Rajkot) ના પ્રખ્યાત રેસકોર્સ ગાર્ડન (Racecourse Garden) ખાતે પહોંચી છે, જ્યાં પૂર્વ નેવી પેટી ઓફિસર મનન ભટ્ટ (Manan Bhatt) સાથે એક વિશેષ અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો.
studio on wheels  કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પાડનાર નૌસેનાની અજાણી વિજયગાથા   પૂર્વ નેવી ઓફિસર મનન ભટ્ટ સાથે સંવાદ
Advertisement
  • Studio on Wheels માં પૂર્વ નેવી પેટ્ટી ઓફિસર Manan Bhatt સાથે સંવાદ
  • કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પાડનાર નૌસેનાની અજાણી વિજયગાથા
  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો તણાવ અને ભારતની મેરીટાઇમ રણનીતિ પર વિશેષ વિશ્લેષણ
  • ભારતની નૌકા શક્તિ:3 નવી ન્યુક્લિયર સબમરીનથી દુશ્મનોમાં ફફડાટ

Studio on Wheels: ગુજરાત ફસ્ટ (Gujarat First) ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) ની ટીમ આજે રાજકોટ (Rajkot) ના પ્રખ્યાત રેસકોર્સ ગાર્ડન (Racecourse Garden) ખાતે પહોંચી છે, જ્યાં પૂર્વ નેવી પેટી ઓફિસર મનન ભટ્ટ (Manan Bhatt) સાથે એક વિશેષ અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો. સમુદ્રની લહેરો પર દેશની રક્ષા કરનાર આ શૂરવીરની વાતો ગૌરવ અને રોમાંચથી ભરી દે તેવી છે.

Studio on Wheels માં પૂર્વ નેવી પેટ્ટી ઓફિસર Manan Bhatt સાથે સંવાદ

મનન ભટ્ટની નૌસેનામાં સફર 1997માં શરૂ થઈ હતી. તેમણે ઓડિશાના ચિલ્કા સરોવર પાસે આઈએનએસ ચિલ્કા બેઝ પર પોતાની કઠિન તાલીમ પૂર્ણ કરી હતી. ત્યારબાદ આઈએનએસ ઉદયગીરી જહાજ પર તેમની નિયુક્તિ થઈ. તેમની સેવાની શરૂઆતના ગણતરીના સમયમાં જ કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેના તેઓ જીવંત સાક્ષી રહ્યા છે.

Advertisement

કારગિલ યુદ્ધનો અનુભવ

કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાએ અત્યંત વ્યૂહાત્મક ભૂમિકા ભજવી હતી. નૌસેનાએ સમુદ્રી માર્ગે પાકિસ્તાનની સપ્લાય લાઈન તોડી નાખી હતી, જેના કારણે પાકિસ્તાન પાસે માત્ર 15 દિવસ ચાલે તેટલું જ ફ્યુલ બચ્યું હતું. આ દબાણને કારણે પાકિસ્તાન ઘૂંટણીએ પડવા મજબૂર બન્યું હતું. આ દરમિયાન એક રોમાંચક ઘટનામાં તુર્કીના એક શંકાસ્પદ જહાજને અટકાવીને સૌરાષ્ટ્રના બંદરે લાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, જે નેવીની સતર્કતા દર્શાવે છે.

Advertisement

ગુજરાતના 12 જવાનોની બહાદુરી પર લખ્યું પુસ્તક

મનન ભટ્ટે આ યુદ્ધના અનુભવો અને ગુજરાતના સપૂતોની શૌર્યગાથાને અમર કરવા માટે 'કારગિલ યુદ્ધ: ગુજરાતના શહીદો' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં કારગિલમાં શહીદ થયેલા ગુજરાતના 12 જવાનોની બહાદુરીના કિસ્સાઓ આલેખવામાં આવ્યા છે. તેમણે આ સૈનિકોના પરિવારોને મળીને અને ઊંડું સંશોધન કરીને આ ઈતિહાસને લોકો સમક્ષ મૂક્યો છે.

પોતાની સુરક્ષા શક્તિમાં મોટો વધારો કર્યો

ગ્લોબલ મેરીટાઇમ પોલિટિક્સ અને સુરક્ષા અંગે વાત કરતા મનન ભટ્ટે જણાવ્યું કે હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો કંટ્રોલ અને અમેરિકા સાથેનો તણાવ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય છે. ભારતીય નૌસેના આ બાબતે અત્યંત સજાગ છે. ગુડગાંવથી કાર્યરત આઈએફસી-આઈઓઆર (IFC-IOR) કેન્દ્ર દ્વારા હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરેક જહાજ પર નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત, ભારતે તાજેતરમાં 3 નવી ન્યુક્લિયર કેપેબલ સબમરીન વિકસાવીને પોતાની સુરક્ષા શક્તિમાં મોટો વધારો કર્યો છે.

"યુદ્ધમાં જે પહેલું ફાયરિંગ કરે તે જીતે"

યુદ્ધના મેદાનમાં મનન ભટ્ટનો એક જ સ્પષ્ટ વિચાર રહ્યો છે કે, "યુદ્ધમાં જે પહેલું ફાયરિંગ કરે તે જીતે" તેમની આ મુલાકાત માત્ર માહિતીપ્રદ જ નહીં, પણ દરેક ભારતીયમાં દેશભક્તિનો જુસ્સો જગાડનારી છે.

આ પણ વાંચો: Studio on Wheels: આપઘાતનો વિચાર છોડી 200 બાળકોના માવતર બન્યા, પૂજાબેન પટેલની પ્રેરણાદાયી સફર

Tags :
Advertisement

.

×