Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: ગોંડલના ગામડાથી પાંચ રાજ્યો સુધી, એક ગુજરાતીની કોઠાસૂઝે આઈસક્રીમ ઉદ્યોગમાં મચાવી ધૂમ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio on Wheels) ખુશબુ કૂલ પ્રોડક્ટ્સના ફાઉન્ડર અને એમ.ડી. હિંમતભાઈ જી. પોકિયા (Himmat G. Pokiya) એ (Himmat G. Pokiya) તેમના જીવનના સંઘર્ષ અને સફળતાના મંત્રો વિશે નિખાલસ વાતો કરી હતી.
studio on wheels  ગોંડલના ગામડાથી પાંચ રાજ્યો સુધી  એક ગુજરાતીની કોઠાસૂઝે આઈસક્રીમ ઉદ્યોગમાં મચાવી ધૂમ
Advertisement
  • Studio on Wheels માં Khushboo Cool Products ના ફાઉન્ડર Himmat G. Pokiya સાથે સંવાદ
  • રેડીમેડના સેલ્સમેનથી 'ખુશબુ આઈસક્રીમ' ના એમ.ડી. સુધીની રોમાંચક સફર
  • જેડી ગુજરાતી સાથે 'ખુશબુ' ના ફાઉન્ડર Himmat G. Pokiya નો હૃદયસ્પર્શી સંવાદ
  • કોરોનામાં આવક બંધ છતાં કર્મચારીઓને ઘરે બેઠા આપ્યો પગાર
  • 'ખુશબુ' ફેક્ટરીમાં 80% મહિલાઓ સંભાળે છે મોરચો

Studio on Wheels Rajkot: રાજકોટના ગોંડલ તાલુકાના દેડી કુંભાજી ગામથી શરૂ થયેલી 'ખુશબુ આઈસ્ક્રીમ'ની (Khushboo Ice Cream) સફળતાની સફર આજે અનેક ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ બની છે. ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં (Studio on Wheels) ખુશબુ કૂલ પ્રોડક્ટ્સના ફાઉન્ડર અને એમ.ડી. હિંમતભાઈ જી. પોકિયા (Himmat G. Pokiya) એ (Himmat G. Pokiya) તેમના જીવનના સંઘર્ષ અને સફળતાના મંત્રો વિશે નિખાલસ વાતો કરી હતી.

Studio on Wheels માં Khushboo Cool Products ના ફાઉન્ડર Himmat G. Pokiya સાથે સંવાદ

હિંમતભાઈની વ્યાવસાયિક સફર 1977 માં કપડાના વેપારથી શરૂ થઈ હતી, પરંતુ 2008 માં તેમણે આઈસક્રીમ ઉદ્યોગમાં પદાર્પણ કર્યું. સાહિત્યના અતૂટ શોખીન એવા હિંમતભાઈ માને છે કે જો તેઓ બિઝનેસમાં ન હોત તો કદાચ એક સાહિત્યકાર હોત. તેમની 'કોઠાસૂઝ' અને મહેનતના પરિણામે આજે 'ખુશબુ' એક ભવ્ય બ્રાન્ડ બની છે.

Advertisement

દીકરીના નામે 'યજ્ઞ': બિઝનેસ નહીં, એક પવિત્ર કાર્ય

ઘણા લોકો માટે બિઝનેસ માત્ર નફો કમાવવાનું સાધન હોય છે, પણ હિંમતભાઈ માટે 'ખુશબુ' એ તેમની દીકરીનું નામ છે અને આ વ્યવસાય તેમના માટે એક 'યજ્ઞ' સમાન છે. તેઓ ગર્વ સાથે કહે છે કે, "જે આઈસક્રીમ હું કે મારો પરિવાર ખાઈ શકે, તે જ હું મારા ગ્રાહકોને ખવડાવું છું." ગુણવત્તા સાથે ક્યારેય સમજૂતી ન કરવી એ જ તેમની સફળતાનું મૂળ છે.

Advertisement

નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ

ખુશબુ આઈસક્રીમની ફેક્ટરીમાં આજે 80% થી વધુ મહિલા કર્મચારીઓ કામ કરે છે. આસપાસના ગામડાની બહેનોને રોજગારી આપીને તેઓ સાચા અર્થમાં નારી સશક્તિકરણને વેગ આપી રહ્યા છે. એટલું જ નહીં, કર્મચારીઓને પરિવારનો હિસ્સો માનીને તેમને કેન્ટીનમાં સવાર-સાંજ નિઃશુલ્ક પૌષ્ટિક ભોજન પણ આપવામાં આવે છે.

માનવતાની મહેક: કોરોના કાળમાં કર્મચારીઓની પડખે

હિંમતભાઈના ઉમદા વ્યક્તિત્વનો પરિચય કોરોના કાળમાં મળ્યો હતો. જ્યારે સમગ્ર દેશ લોકડાઉનમાં હતો અને આઈસક્રીમનું વેચાણ સાવ બંધ હતું, ત્યારે પણ તેમણે પોતાના કર્મચારીઓને ઘરે બેઠા પગાર આપ્યો હતો. આ હૂંફ અને આત્મીયતાને કારણે જ આજે કર્મચારીઓ કંપનીને પોતાનું ઘર માને છે.

ટેકનોલોજી અને ભવિષ્યનું ભાથું: 'વિઝન 2037'

આજે આ કંપનીમાં 80% થી વધુ કામ અત્યાધુનિક ઓટોમેશન દ્વારા થાય છે અને 200 થી વધુ ફ્લેવર્સ ઉપલબ્ધ છે. હિંમતભાઈ પાસે'વિઝન 2037' નું કાર્ડ તેમના ખિસ્સામાં જ હોય છે, જે તેમનું આગામી લક્ષ્ય દર્શાવે છે. શુદ્ધ દૂધમાંથી આઈસક્રીમ બનાવીને ગ્રાહકોને શ્રેષ્ઠ સ્વાદ આપવાનો તેમનો નિર્ધાર મક્કમ છે.હિંમતભાઈ પોકિયાની આ સફર શીખવે છે કે ઉદ્યોગમાં માત્ર મશીનરી નહીં, પણ માણસાઈ અને મૂલ્યોનું હોવું પણ એટલું જ જરૂરી છે.

આ પણ વાંચો:  Studio on Wheels: 29 દીકરીઓનો 'વીરો'! રાજકોટના યુવા નેતા Devbhai Koradiya એ નિભાવ્યું અનોખું વચન

Tags :
Advertisement

.

×