Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels : ગુજરાતી રંગમંચ અને ફિલ્મોના બેતાજ બાદશાહ સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ખાસ સંવાદ, સિનેમા જગતના અનેક રાજ ખોલ્યા !

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ એક એવો અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતી રંગમંચ અને ફિલ્મોના બેતાજ બાદશાહ એટલે સિદ્ધાર્થ રાંદેરિયા. જેમણે પોતાના અભિયનયથી જનતાના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું છે. તેવા ગુજ્જુભાઈ સાથે આજે Studio On Wheelsમાં ખાસ સંવાદ કરવામાં આવી છે.
studio on wheels   ગુજરાતી રંગમંચ અને ફિલ્મોના બેતાજ બાદશાહ સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ખાસ સંવાદ  સિનેમા જગતના અનેક રાજ ખોલ્યા
Advertisement
  • Studio On Wheels : સિવિક સેન્સનો ખૂબ મોટો અભાવ છે- સિદ્ધાર્થ રાંદેરિયા
  • વિશ્વના દરેક ખુણે ગુજરાતી વસે છે - સિદ્ધાર્થ રાંદેરિયા
  • ગુજરાતી ફિલ્મોને સપોર્ટ આપવો જોઈએ-સિદ્ધાર્થ રાંદેરિયા
  • બોક્સઓફિસના આંકડા વધે તો નિર્માતાની હિંમત વધે છે- સિદ્ધાર્થ રાંદેરિયા

Studio On Wheels : ગુજરાત ફર્સ્ટ એક એવો અભિયાન છે જે સમાજમાં જાગૃતિ લાવવા અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે અથાગ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતી રંગમંચ અને ફિલ્મોના બેતાજ બાદશાહ એટલે સિદ્ધાર્થ રાંદેરિયા. જેમણે પોતાના અભિયનયથી જનતાના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું છે. તેવા ગુજ્જુભાઈ સાથે આજે Studio On Wheelsમાં ખાસ સંવાદ કરવામાં આવી છે.

Studio On Wheels : સિદ્ધાર્થ રાંદેરિયાએ ખોલ્યા રાજ !

સિદ્ધાંર્થ રાંદેરિયાએ ગુજરાત ફર્સ્ટ ની ટીમ સાથે હસતા હસતા કહ્યું કે આપણે અહીં લોકોમાં Civic Senseનો અભાવ છે. આજના સમયમાં સિવિક સેન્સનો મોટો અભાવ જોવા મળે છે. ઘણા લોકો ગમે ત્યાં કચરોં ફેંકી દે છે. જેને જોઈને ક્યારેક ગુસ્સો પણ આવી જાય છે. કેટલાક જવાબદાર નગરિકો તો ગાડી ઊભી રાખીને ઉતરી પણ જાય છે અને આવા લોકોને ઠપકો આપવા પણ અચકાતા નથી.

Advertisement

સિવિક સેન્સનો ખૂબ મોટો અભાવ છે - સિદ્ધાર્થ રાંદેરિયા

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ આજે ફરીથી જોવા મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્મોને જોતા ગર્વ થાય છે અને આવી ફિલ્મોને સપોર્ટ આપવો જોઈએ એવી ભાવના મજબૂત બની છે. વિશ્વના દરેક ખૂણે આજે ગુજરાતી વસે છે અને પોતાની ભાષા તથા સંસ્કૃતિને ગૌરવ સાથે આગળ વધારે છે. ગુજરાતી ફિલ્મો NRI સુધી પહોંચી તે વધારે જરુરી છે. આ સાથે જ સિદ્ધાર્થ રાંદેરિયાએ ખાસ સંવાદમાં જણાવ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. કલાકારોને અલગ-અલગ પ્રકારના રોલ કરવાનું ગમે છે અને નવા, પડકારજનક પાત્રો મળે તેવી આશા રાખે છે. છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતી ફિલ્મોના વિષયોમાં નોંધપાત્ર વૈવિધ્ય આવ્યું છે. જ્યારે બોક્સ ઓફિસના આંકડા વધે છે, ત્યારે નિર્માતાઓને નવી ફિલ્મો બનાવવા માટે વધુ હિંમત મળે છે.

Advertisement

ગુજરાતી ફિલ્મોને જોતા ગર્વ થાય છે - સિદ્ધાર્થ રાંદેરિયા

આ સાથે જ ગુજ્જુભાઈએ જણાવ્યુ હતું કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવે છે. તેમને જણાવ્યું કે આપણી ભાષા, આપણી ફિલ્મોને પ્રાધાન્ય આપી છે. આ સાથે જ જીવનશૈલી અંગે સંદેશ આપવામાં આવે છે કે તહેવાર માટે કેલેન્ડર નહીં, રસોડું જુઓ.એટલે કે આપણી પરંપરા અને સંસ્કૃતિને રોજિંદા જીવનમાં જીવંત રાખો.

ગુજરાત ફર્સ્ટનો અથાગ સંકલ્પ

ગુજરાત ફર્સ્ટ અંતર્ગત 34 જિલ્લાઓમાં પ્રવાસ કરવામાં આવશે. 90 દિવસમાં 10 હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરીને સ્થાનિક પ્રશ્નોને લોકો સુધી અને સત્તાધીશો સુધી પહોંચાડવામાં આવશે. આ યાત્રા ધર્મ-ધરોહરથી લઈને સ્વાદિષ્ટ પ્રવાસ સુધી, વિરાસતથી વિકાસ સુધી, રાજનીતિથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી સુધીનો વિશાળ દૃષ્ટિકોણ રજૂ કરશે. આ અભિયાન દરમિયાન નેતાઓ, અભિનેતાઓ અને લોક કલાકારો સાથે ચર્ચાઓ પણ કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટની ટીમ ટૂંક સમયમાં તમારા જિલ્લામાં આવશે.

આ પણ વાંચો:  Studio On Wheels: યુરિયાને બાય-બાય, 'નેનો ખાતર'ને વેલકમ! નવી ટેક્નોલોજી અપનાવી વિજાપુરના ખેડૂતો બન્યા પ્રગતિશીલ

Tags :
Advertisement

.

×