Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

STUDIO ON WHEELS : 2026નું વર્ષ કેવું રહેશે ? અંબાલાલ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કરી મોટી આગાહી

STUDIO ON WHEELS : મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. ત્યારે સ્ટૂડિયો ઓન વીલ્સના શોમાં ગુજરાતના પ્રસિદ્ધ આગાહીકાર અંબાલાલ પટેલ સાથે સીધો સંવાદ કર્યો છે. જેમાં તેમને 2026ને લઈને મોટી આગાહી કરી છે.
studio on wheels   2026નું વર્ષ કેવું રહેશે   અંબાલાલ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં કરી મોટી આગાહી
Advertisement
  • STUDIO ON WHEELS : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
  • અંબાલાલ પટેલે 2026માં આગ, અકસ્માતની ઘટનાઓ બને તેવી આગાહી કરી
  • મેષનો શનિ થશે ત્યારે વિશ્વ યુદ્ધના મંડાણ થશે- અંબાલાલ પટેલ

STUDIO ON WHEELS : મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. આ જનરથ ચાર દિવાલોના માધ્યમથી નહીં, પરંપરાગત સ્ટુડિયોની મર્યાદાઓ તોડીને સીધો જ જનતાના આંગણે સુધી પહોંચી નેતા, અભિનેતા, ખેડૂતો,લોક કલાકારો, ઉદ્યોગકારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્ટુડિયો ઓન વીલ્સમાં આગાહીકાર અંબાલાલ પટેલ સાથે ખાસ વાતચીત કરી છે.

ગુજરાત ફર્સ્ટના આ ખાસ જનરથમાં ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો છે. જેમાં અંબાલાલ પટેલે દેશ અને દુનિયા માટે નવું વર્ષ એટલે 2026 કેવું રહેશે તે અંગે જણાવ્યું છે.

Advertisement

2026માં આગ, અકસ્માતની ઘટનાઓ બનશે- અંબાલાલ પટેલ

ગુજરાતના પ્રસિદ્ધ હવામાનશાસ્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2026માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, અને તેનો પ્રભાવ એ છે કે આ સમયે વૈશ્વિક સ્તરે આગ, અકસ્માત ઘટના બનવાની શક્યતા છે. જેમ કે દેશ-દુનિયામાં વાવાઝોડાંની સમસ્યામાં વધારો થઈ શકે છે. તેઓ માને છે કે 2026માં મીન રાશિના શનિનો પ્રભાવ એવું હોય કે કેટલાય દેશોમાં પૂર અને પ્રકૃતિની આપત્તિઓ થવાનો સંકેત છે.

Advertisement

આ ઉપરાંત તેમને જણાવ્યું કે કેતુ સિંહ રાશિમાં અને રાહુ કુંભ રાશિમાં હોવાથી કેટલીક નકારાત્મક ઘટનાઓ બની શકે છે. પરંતુ માર્ચ મહિનામાં કેટલીક મોટી ઘટનાઓ બને તેવી આગાહી કરી છે. અમેરિકામાં પણ વાવાઝોડા આવે તેવી આગાહી કરી છે.

 

શ્રીલંકા અને બાંગ્લાદેશમાં અસહનીય ઘટના બની છે - અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે 2026માં વૈશ્વિક સ્તરની આગાહી પણ કરી છે. તેમના જણાવ્યા અનુસાર 2026માં શ્રીલંકા અને બાંગ્લાદેશની સમસ્યાઓમાં વધારો થાય તેવી શક્યતા છે. તેઓ માને છે કે આ દેશોમાં કેટલીક મોટી દુર્ઘટના બની શકે છે. પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય પરિસ્થિતિમાં વધુ તણાવ આવી શકે છે.

ઉતરાયણમાં પવન એકંદરે સારો રહેશે

ઉત્તરાયણ પર પવનની દિશાને લઈને પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ પહેલા 12 જાન્યુઆરી સુધી પવન સારો રહેશે, ત્યાર બાદ 14 જાન્યુઆરીના દિવસે સવારે અને સાંજના સમયે પવન સારો રહેશે, જ્યારે બપોરના સમયે પવન નહીં હોય. જેથી પતંગ રસિયાએ નીરાશ થવાની જરુર નથી.

ડિસેમ્બર 2026 સુધી નકારાત્મક એનર્જી રહે તેવી શક્યતા - અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું માનવું છે કે 2026માં નકારાત્મક એનર્જી એવી ઘટનાઓને પ્રેરિત કરશે જે વૈશ્વિક સ્તરે નવો ખતરો ઊભું કરી શકે છે. તે દેશ અને સમાજોને વધુ સાવધાની રાખવા માટે કહે છે, ખાસ કરીને ભારતમાં, જ્યાં વધુ મજબૂત જાસૂસી સંસ્થાઓ ગઠિત કરવી પડશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 2026માં મેષના શનિ પ્રભાવ હેઠળ, વિશ્વયુદ્ધનો ભય વધશે. આ સમયે વૈશ્વિક તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના છે.

સેલિબ્રિટીઓ અને રમતવીરો માટે સફળતા

જ્યારે વૈશ્વિક સ્તરે કેટલીક પરિસ્થિતિઓ સખત બની શકે છે, ત્યારે સેલિબ્રિટીઓ અને રમતવીરો માટે 2026માં સફળતા અને યશનો દરવાજો ખૂલે એવી શક્યતા છે.

90 દિવસમાં 10,000 કિ.મીની યાત્રા કરશે

ગુજરાત ફર્સ્ટનું STUDIO ON WHEELSનું અભિયાન પણ આપણા રાજ્ય માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. આ અભિયાનનો હેતુ 34 જિલ્લામાં 90 દિવસમાં 10,000 કિ.મીની યાત્રા કરવાની છે, જ્યાં સ્થાનિક પ્રશ્નો પર ચર્ચા અને સામાજિક મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવશે. આ અભિયાનના અંતર્ગત, ગુજરાતની સંસ્કૃતિ અને ધર્મ-ધરોહરને એકસાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ જનરથ દરમિયાન નેતા, કલાકારો અને લોકપ્રિય વ્યક્તિઓ સાથે ચર્ચા કરી, નાગરિકોને વિવિધ વિષયોમાં માહિતી આપવામાં આવશે. વિરાસતથી લઈ વિકાસ સુધીના મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો: Studio On Wheels : વિરાસતથી લઈ વિકાસ સુધીનો સંવાદ, દિગ્ગજોએ ગુજરાત, સંસ્કૃતિ, Gen Z અંગે કરી ચર્ચા

આ પણ વાંચો:Studio on Wheels : કથાકાર Chitralekhaji સાથે ભક્તિમય સંવાદ, વૃંદાવનથી દ્વારિકાની રોચક ચર્ચા

Tags :
Advertisement

.

×