Studio on Wheels: સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની આધુનિક સફર, VC Dr. Prafulkumar Udani નો શું છે મોટો પ્લાન?
- Studio on Wheels ની ટીમ પહોંચી Sankalchand Patel University
- University ના VC Dr. Prafulkumar Udani સાથે ખાસ વાતચીત
- ઇસરો (ISRO) ના પૂર્વ સાયન્ટિસ્ટ ડૉ. પ્રફુલકુમાર ઉદાણીની સફર
- યુનિવર્સિટીમાં 400 જેટલા રિસર્ચ સ્કોલર્સ અને 80 થી વધુ રિસર્ચ સુપરવાઈઝર્સ કાર્યરત
Studio on Wheels Mehsana : 'Studio on Wheels' ની ટીમ મહેસાણા (Mehsana) ના વિસનગર (Visnagar)માં આવેલ શૈક્ષણિક ગૌરવ સમાન સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી હતી. આ સંસ્થામાં જઈને જાણી શકાયું કે કેવી રીતે એક અસાધારણ વ્યક્તિત્વ, જેમણે ઇસરો (ISRO) જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં 30 વર્ષ સુધી વૈજ્ઞાનિક તરીકે દેશની સેવા કરી છે, તેઓ આજે શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી રહ્યા છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પ્રફુલકુમાર ઉદાણી (Dr. Prafulkumar Udani) સાથેનો આ વિશેષ સંવાદ ટેકનોલોજી, સંશોધન અને ડિજિટલ એજ્યુકેશનના ભવિષ્યની ઝાંખી જોવા મળે છે.
Studio on Wheels માં Sankalchand Patel University ના VC Dr. Prafulkumar Udani સાથે સંવાદ
સ્વાતંત્ર્ય સેનાની સાંકળચંદ દાદાના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટી આજે 10,000 થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડી રહી છે. ડૉ. પ્રફુલકુમાર ઉદાણીએ ઇસરોમાં ટેલી-એજ્યુકેશન અને ટેલી-મેડિસિન પ્રોગ્રામ ચલાવવાનો જે અનુભવ મેળવ્યો હતો, તેનો લાભ આજે તેઓ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે. સ્પેસ ટેકનોલોજીને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચાડવાની તેમની આ અદભુત સફર શિક્ષણ ક્ષેત્રે પથપ્રદર્શક બની રહી છે.
માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં સંશોધનને વિશેષ મહત્વ
યુનિવર્સિટીમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ સંશોધનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. અહીં 400 જેટલા રિસર્ચ સ્કોલર્સ અને 80 થી વધુ રિસર્ચ સુપરવાઈઝર્સ કાર્યરત છે. યુનિવર્સિટીમાં ખાસ 'સેન્ટર ઓફ રિસર્ચ એન્ડ ઇનોવેશન' નું એક આધુનિક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓને નવા વિચારો પર કામ કરવા માટે પ્રેરિત કરે છે.
ટેકનોલોજી અને AI પર વિશેષ ભાર
આજના આધુનિક સમયની જરૂરિયાતને ધ્યાને રાખીને, યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયબર સિક્યુરિટી પર વિશેષ ભાર આપી રહી છે. યુનિવર્સિટીમાં આ માટે જરૂરી પાવરફુલ GPU (Graphics Processing Units) પણ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજી સાથે સુસજ્જ બની શકે.
યુનિવર્સિટીને મળ્યો NAAC Grade 'A'
યુનિવર્સિટીને તાજેતરમાં જ NAAC Grade 'A' પ્રાપ્ત થતાં, હવે અનેક સરકારી સ્કીમ્સના લાભ અને ઓનલાઈન ડિજિટલ એજ્યુકેશન શરૂ કરવા માટેના નવા રસ્તાઓ ખૂલ્યા છે. ભવિષ્યના ડિજિટલ એજ્યુકેશનના પ્લાન માટે યુનિવર્સિટી પાસે પોતાનો ફુલ-ફ્લેજ હાઈટેક સ્ટુડિયો ઉપલબ્ધ છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા પણ ઉત્તમ શિક્ષણ મળી શકે છે.
Studio On Wheels Mehsana
30 વર્ષ સુધી Ahmedabad ISRO માં આપી સેવા
Visnagar Sankalchand Patel University ના વાઈસ ચાન્સેલર
Dr. Prafulkumar Udani સાથે વિશેષ સંવાદજુઓ આજે રાત્રે 9.25 કલાકે
ગુજરાત ફર્સ્ટનો જનરથ, મુદ્દાઓનો મહારથ #StudioOnWheels #Janrath #Gujarat #Mehsana… pic.twitter.com/vlhNWbtMw8
— Gujarat First (@GujaratFirst) May 19, 2026
હેલ્થ સેક્ટર માટે શ્રેષ્ઠ ટીમ કાર્યરત
યુનિવર્સિટી હેલ્થ સેક્ટર માટે પણ શ્રેષ્ઠ ટીમ ધરાવે છે. WHO ના રિપોર્ટ અનુસાર વધતા કેન્સરના કેસો સામે જાગૃતિ લાવવા અને તેના પર સંશોધન કરવા માટે યુનિવર્સિટી અત્યંત ગંભીર છે. આ ઉપરાંત, સ્ટૂડન્ટ સ્ટાર્ટઅપ અને ગુજરાત સરકારની ઇનોવેશન પોલિસી હેઠળ અદભુત કાર્ય કરી રહેલી આ સંસ્થા ખરેખર ગુજરાતના શિક્ષણ જગતનું ગૌરવ છે.


