Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: બનવું હતું PSI, પણ નસીબ ખેંચી લાવ્યું રાજનીતિમાં! જાણો Ahmedabad ના પૂર્વ કાઉન્સિલર મહાદેવભાઈ દેસાઈ અનોખી સફર

Studio On Wheels : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ કાઉન્સિલર (Former Councilor) મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) ની સંઘર્ષથી સફળતા સુધીની જીવનયાત્રા ખરેખર પ્રેરણાદાયી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં તેમણે પોતાની રાજકીય અને વ્યક્તિગત સફરના અનેક વણસ્પર્શ્યા પાસાઓ વિશે વિગતવાર સંવાદ કર્યો હતો.
studio on wheels  બનવું હતું psi  પણ નસીબ ખેંચી લાવ્યું રાજનીતિમાં  જાણો ahmedabad ના પૂર્વ કાઉન્સિલર મહાદેવભાઈ દેસાઈ અનોખી સફર
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં AMC ના પૂર્વ કાઉન્સિલર (Former Councilor) મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) સાથે સંવાદ
  • અમદાવાદના પૂર્વ કોર્પોરેટર મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) ના સંઘર્ષ અને રાજકીય સફર વિશે ચર્ચા
  • વર્ષ 1992માં મહાદેવભાઈનું સ્વપ્ન પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) બનવાનું હતું
  • ઘરે 100થી વધુ ગાય-ભેંસ હતી, અભ્યાસ અને ઘરનો ખર્ચ કાઢવા માટે પાનનો ગલ્લો અને ચાની કીટલી (Tea Stall) ચલાવી

Studio On Wheels : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પૂર્વ કાઉન્સિલર (Former Councilor) મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) ની સંઘર્ષથી સફળતા સુધીની જીવનયાત્રા ખરેખર પ્રેરણાદાયી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં તેમણે પોતાની રાજકીય અને વ્યક્તિગત સફરના અનેક વણસ્પર્શ્યા પાસાઓ વિશે વિગતવાર સંવાદ કર્યો હતો.

Studio On Wheels માં AMC ના પૂર્વ કાઉન્સિલર (Former Councilor) મહાદેવભાઈ દેસાઈ (MahadevBhai Desai) સાથે સંવાદ

મહાદેવભાઈના જીવનમાં રાજનીતિ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ એક લાંબો સંઘર્ષ છે. તેમનો પરિવાર મૂળ દૂધના વ્યવસાય (Dairy Business) સાથે જોડાયેલો હતો અને ઘરે 100થી વધુ ગાય-ભેંસ હતી. જોકે, પોતાનો અભ્યાસ અને ઘરનો ખર્ચ કાઢવા માટે તેમણે પાનનો ગલ્લો અને ચાની કીટલી (Tea Stall) ચલાવી હતી. તેમણે એચ.કે. કોલેજમાં (H.K. College) અભ્યાસ દરમિયાન ત્રીજા વર્ષે જી.એસ. (General Secretary) તરીકેની જવાબદારી સંભાળી હતી.

Advertisement

PSI બનવાનું સ્વપ્ન અને રાજનીતિમાં પ્રવેશ

વર્ષ 1992માં મહાદેવભાઈનું સ્વપ્ન પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) બનવાનું હતું, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. તેઓ એબીવીપી (ABVP) સાથે જોડાયા અને ત્યારબાદ 1992થી ભારતીય જનતા પાર્ટી (BJP) માં તેમની સક્રિય રાજકીય સફર શરૂ થઈ. ભાજપની સનાતન ધર્મ (Sanatan Dharma), ગૌ, ગંગા અને ગાયત્રીની વિચારધારાથી પ્રભાવિત થઈને તેઓ સંગઠનના કામમાં જોડાયા હતા.

Advertisement

વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથેના સ્મરણો

મહાદેવભાઈએ જૂના સંસ્મરણો તાજા કરતા જણાવ્યું કે, જ્યારે નરેન્દ્રભાઈ સંઘના પ્રચારક હતા, ત્યારે તેઓ નરોડા વિસ્તારનો ખૂબ પ્રવાસ કરતા અને સંગઠન મજબૂત કરવા માર્ગદર્શન આપતા.વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel)  અને મહાદેવભાઈ એક સમયે સાથે કોર્પોરેટર તરીકે ફરજ બજાવતા હતા.

ટિફિન બેઠક (Tiffin Meeting): ભાજપની સંસ્કૃતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "જેના અન્ન ભેગા તેના મન ભેગા" - આ અભિગમે જ પાર્ટીમાં એકતા અને સારું મેનેજમેન્ટ (Management) જાળવી રાખ્યું છે.

પાર્ટી પ્રત્યેની વફાદારી અને સંતોષ

ત્રણ વખત કોર્પોરેટર બનેલા મહાદેવભાઈ માને છે કે તેમની ઓળખ માત્ર 'કમળ' (Lotus symbol) ને કારણે છે. જો કમળ હટાવી લેવામાં આવે તો તેઓ શૂન્ય છે. તેમને ગર્વ છે કે પાર્ટીએ તેમને ત્રણ વખત ટિકિટ આપી અને અનેક મહત્વની જવાબદારીઓ સોંપી. સત્તા લાલસા વગર માત્ર જનસેવાના ભાવ સાથે તેઓ આજે પણ કાર્યરત છે.

ગુજરાત ફર્સ્ટનો સંકલ્પ

'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ના માધ્યમથી ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ટીમ રાજ્યના 34 જિલ્લાઓમાં સફર કરી રહી છે. આ મુહિમ હેઠળ સ્થાનિક પ્રશ્નોને વાચા આપવી, વિરાસતથી વિકાસ (Heritage to Development) સુધીની યાત્રાને લોકો સુધી પહોંચાડવી અને નેતા-અભિનેતાઓ સાથે ગ્રાઉન્ડ રિયાલિટી (Ground Reality) પર ચર્ચા કરવાનો અતૂટ સંકલ્પ છે.

આ પણ વાંચો : Vadodara: "ટપોરીઓ નાગરીકોને હેરાન કરશે તો મારી પોલીસ હનુમાન બનીને કામ કરશે" DYCM હર્ષભાઈ સંઘવીની ખુલ્લી ચેતવણી

Tags :
Advertisement

.

×