Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio on Wheels: એર હોસ્ટેસ બનવા માંગતી હતી મોના થીબા, પણ બની ગુજરાતી સિનેમાની સુપરસ્ટાર, જુઓ ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'STUDIO ON WHEELS' ભાગરૂપે તાજેતરમાં ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મોના થીબા (કનોડિયા) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં મોના થીબાએ આ અનોખા કોન્સેપ્ટની ખૂબ પ્રશંસા કરી હતી. જાણો તેમને પોતાના કરિયર વિશે શું કહયું ?
studio on wheels  એર હોસ્ટેસ બનવા માંગતી હતી મોના થીબા  પણ બની ગુજરાતી સિનેમાની સુપરસ્ટાર  જુઓ ખાસ વાતચીત
Advertisement
  • સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં (Studio on Wheels) અભિનેત્રી મોના થીબા (Mona Thiba) સાથે ખુલ્લો સંવાદ
  • મોના થીબાએ ગુજરાત ફર્સ્ટની મુહિમની કરી દિલથી પ્રશંસા!
  • એર હોસ્ટેસ બનવા માંગતી હતી મોના થીબા
  • ગુજરાતી ફિલ્મોનો ફરી સુવર્ણ યુગ આવ્યો!

Studio on Wheels: મીડિયા જગતમાં નવી ક્રાંતિ લાવવાના હેતુથી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First) ચેનલ દ્વારા શરૂ કરવામાં આવેલી અનોખી મુહિમ 'STUDIO ON WHEELS' લોકોના દિલમાં સ્થાન બનાવી રહી છે. આ મોબાઇલ સ્ટુડિયો દ્વારા ચેનલની ટીમ સમાજના તમામ વર્ગો, નેતાઓ, અભિનેતાઓ, ખેડૂતો, લોક કલાકારો, ઉદ્યોગકારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરી રહી છે. પરંપરાગત સ્ટુડિયોની ચાર દીવાલોની મર્યાદાઓ તોડીને આ જનરથ સીધો જનતાના આંગણે પહોંચી રહ્યો છે. આ મુહિમના ભાગરૂપે તાજેતરમાં ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મોના થીબા (કનોડિયા) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. મિલેનિયમ મેગાસ્ટાર સ્વ. નરેશ કનોડિયાના પુત્ર અને અભિનેતા-રાજકારણી હિતુ કનોડિયાની પત્ની તરીકે જાણીતી મોના થીબાએ આ અનોખા કોન્સેપ્ટની ખૂબ પ્રશંસા કરી હતી.

મોના થીબાએ ગુજરાત ફર્સ્ટની મુહિમની કરી દિલથી પ્રશંસા!

ઇન્ટરવ્યુની શરૂઆતમાં જ મોના થીબાએ કહ્યું, “તમારો આ પ્રયાસ કલ્પના બહાર છે. ખરા સમાચાર રસ્તા પર હોય છે અને તમે તેને જન-જન સુધી પહોંચાડી રહ્યા છો. મને અહીં આવીને ખૂબ મજા પડી ગઈ છે.” તેમણે આગળ જણાવ્યું કે આવી મુહિમથી સ્થાનિક મુદ્દાઓને વાચા મળશે અને લોકોના પ્રશ્નો સુધી પહોંચવું સરળ બનશે.

Advertisement

Advertisement

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે શું કહ્યું ?

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરતાં મોના થીબાએ ઉત્સાહથી કહ્યું, “ફરીથી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ આવી ગયો છે. તાજેતરમાં આવેલી ફિલ્મો જેમ કે 'લાલો'એ 100 કરોડનો બિઝનેસ કર્યો છે, જે આપણી ઇન્ડસ્ટ્રી માટે ગર્વની વાત છે.” તેમણે પોતાની આગામી ફિલ્મો વિશે પણ ઉત્સાહ દાખવ્યો અને જણાવ્યું કે 2026 માં તેમની અનેક ફિલ્મો આવવાની છે, જેમાં ફેબ્રુઆરીમાં 'શક્તિ' અને 'ચકાબૂમ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

મોના થીબાએ પરિવાર વિશે શું કહ્યું?

પરિવાર વિશે વાત કરતાં મોના થીબાએ કનોડિયા પરિવારની પુત્રવધૂ બનવાનું ગર્વ અનુભવ્યું. તેમણે કહ્યું, “કનોડિયા પરિવારની પુત્રવધૂ બનવું ગર્વની વાત છે. મારા સારા કર્મોને કારણે મને આ ઘર મળ્યું. અહીં પુત્રવધૂને દીકરી જેવું સ્થાન આપવામાં આવે છે. અમે હંમેશા કામને પ્રમુખ સ્થાન આપીએ છીએ અને પરિવારમાં હેલ્થનું ખાસ ધ્યાન રાખીએ છીએ.”

“સખત મહેનત સફળતાની ચાવી છે”

તેમણે હેલ્થ વિશે કહ્યું, “હેલ્થ સારી હોય તો જ સફળતા મળે. સખત મહેનત સફળતાની ચાવી છે.”પોતાના જીવનના કિસ્સા શેર કરતાં મોનાએ જણાવ્યું કે બાળપણમાં તે એર હોસ્ટેસ બનવા માંગતી હતી, પરંતુ ફિલ્મી માહોલમાં મોટી થઈ હોવાથી અભિનય તરફ વળી. તેમણે યુવાનોને સલાહ આપી કે, “સપનાઓ પૂરા કરવા માટે અભ્યાસ ન છોડો. પહેલા ભણો, પછી ભવિષ્ય બનાવો.”

ગુજરાત ફર્સ્ટની આ મુહિમ 34 જિલ્લાઓમાં પહોંચશે

ગુજરાત ફર્સ્ટની આ મુહિમ વિશે વાત કરતાં ચેનલના પ્રતિનિધિએ જણાવ્યું કે, આ જનરથ 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા કરીને ગુજરાતના 34 જિલ્લાઓમાં પહોંચશે. ધર્મ-ધરોહરથી લઈને વિકાસ, રાજનીતિથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના મુદ્દાઓને કવર કરવામાં આવશે. લોકો પોતાના પ્રશ્નો જણાવી શકે છે, અમારી ટીમ તમારા જિલ્લામાં આવશે.

આ પણ વાંચો: Gujarat First ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ભવ્ય શરૂઆત અંબાજી મંદિરથી

Tags :
Advertisement

.

×