Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels : 2 રૂ. થી કામની શરૂઆત કરી! જાણો પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની 'Real Life' સ્ટોરી

Studio on Wheels : 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત આજે એવી વ્યક્તિ સાથે સંવાદ કરવામાં આવ્યો જેમનું જીવન સંઘર્ષ, સાહસ અને સેવાાનો પર્યાય છે. સિદ્ધપુર (Sidhpur) ના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput) એ આ ખાસ મુલાકાતમાં પોતાના જીવનના ઉતાર-ચઢાવ અને રાજકીય સફર વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી હતી.
studio on wheels   2 રૂ  થી કામની શરૂઆત કરી  જાણો પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની  real life  સ્ટોરી
Advertisement
  • Studio on Wheels માં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput) સાથે નિખાલસ સંવાદ
  • ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput)નું જીવન સંઘર્ષ, સાહસ અને સેવાાનો પર્યાય
  • ખાસ મુલાકાતમાં પોતાના જીવનના ઉતાર-ચઢાવ અને રાજકીય સફર વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી
  • ગરીબીને નજીકથી જોનાર ઉદ્યોગપતિ અને નેતા બલવંતસિંહ રાજપૂત

Studio on Wheels : 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના વિશેષ અભિયાન 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અંતર્ગત આજે એવી વ્યક્તિ સાથે સંવાદ કરવામાં આવ્યો જેમનું જીવન સંઘર્ષ, સાહસ અને સેવાાનો પર્યાય છે. સિદ્ધપુર (Sidhpur) ના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput) એ આ ખાસ મુલાકાતમાં પોતાના જીવનના ઉતાર-ચઢાવ અને રાજકીય સફર વિશે હૃદયસ્પર્શી વાતો શેર કરી હતી.

Studio on Wheels માં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput) સાથે નિખાલસ સંવાદ

બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તેમનું ઘડતર અત્યંત ગરીબી અને સંઘર્ષમાં થયું છે. તેમના પિતા મીલમાં મજૂરી કરતા હતા અને તેમનો પગાર માત્ર રુ.935 હતો. પિતાએ ઘર ચલાવવા માટે રુ. 900 ના ખર્ચે એક નાનો ગલ્લો (Shop) પણ શરૂ કર્યો હતો. બલવંતસિંહે પોતે માત્ર રુ.2 ની દૈનિક કમાણીથી કામની શરૂઆત કરી હતી. નાની ઉંમરે જ તેમણે વેપારની ભાષા શીખી લીધી હતી. વર્ષ 1972 ના ભયાનક પૂરમાં તેમનું મકાન તણાઈ ગયું હતું અને 1977 માં સિદ્ધપુરની મીલ બંધ થઈ જતાં પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું હતું.

Advertisement

માતૃશક્તિનો ફાળો અને ઉદ્યોગ સાહસિકતા

મુશ્કેલ સમયમાં પરિવારને બેઠો કરવામાં તેમની માતાનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.તેઓ યાદ કરે છે કે તેમના માતા 'આનંદનો ગરબો' (Anand No Garbo) કરતા અને અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખી પરિવારને હિંમત આપી હતી. જીવનમાં આગળ વધવા માટે તેમણે ગલ્લા બાદ કરિયાણાની દુકાન કરી અને ત્યારબાદ 'બહુચર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ' (Bahuchar Oil Industries) ના નામે ઓઈલ મીલની સ્થાપના કરી. સાયકલ લઈને ઉઘરાણી કરવા જવાના દિવસોએ જ તેમને આજે સફળ ઉદ્યોગપતિ બનાવ્યા છે.

Advertisement

રાજનીતિ અને વિકાસના કાર્યો

વર્ષ 1982 માં રાજકારણમાં (Politics) પ્રવેશ કરનાર બલવંતસિંહ રાજપૂત હંમેશા સકારાત્મક અભિગમમાં માને છે.

ઔદ્યોગિક વિકાસ: તેમના પ્રયત્નોથી સિદ્ધપુરની જે GIDC બંધ હાલતમાં હતી તે આજે 100% કાર્યરત છે. ઉપરાંત, નવી GIDC ને પણ મંજૂરી મળી ગઈ છે, જે રોજગારીની નવી તકો ઉભી કરશે.

જળસંચય અભિયાન:પ્રધાનમંત્રી (Prime Minister) અને મુખ્યમંત્રી (Chief Minister) ના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુરમાં જળસંચયના (Water Conservation) અભૂતપૂર્વ કામો થયા છે. જે પાણી પહેલા વહી જતું હતું, તેનો હવે સંગ્રહ થાય છે, જેના કારણે સિદ્ધપુરમાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે.

શિક્ષણ:સરકારી શાળાઓમાં અત્યાધુનિક સુવિધાઓ અને સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સેવા એ જ સંકલ્પ: ટિફિન સેવા

રાજકારણની સાથે સેવા એ તેમનો મુખ્ય મંત્ર રહ્યો છે.વર્ષ 2005 થી સિદ્ધપુરમાં જરૂરિયાતમંદો માટે 'ટિફિન સેવા' (Tiffin Service) અવિરતપણે ચલાવવામાં આવે છે.તેઓ દાનનું મહત્વ સમજાવતા કહે છે કે, "દાન કરવું જોઈએ, દેવતા હંમેશા ડબલ કરીને પાછું આપે છે."

'ગુજરાત ફર્સ્ટ' નો જનરથ

નોંધનીય છે કે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ની ટીમ 90 દિવસમાં 10,000 કિલોમીટરની યાત્રા ખેડીને ગુજરાતના 34 જિલ્લાઓમાં પહોંચશે. આ યાત્રાનો મુખ્ય હેતુ વિરાસતથી વિકાસ (Heritage to Development), રાજનીતિથી ગ્રાઉન્ડ રિયાલિટી (Politics to Ground Reality) અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાનો છે.

આ પણ વાંચો  :  Studio On Wheels: ઇતિહાસ અને ઇનોવેશનનું અનોખું સંગમ, ગૌરવગાથાથી ગ્લોબલ ઓળખ તરફ Vadnagar

Tags :
Advertisement

.

×