Studio on Wheels: રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દિલીપભાઈ લાડાણીનું મોટું યોગદાન, જુઓ વિશેષ અહેવાલ
- 'Studio on Wheels' ની ટીમ પહોંચી રંગીલા Rajkot
- ડીએલએ એસોસિએટના ફાઉન્ડર દિલીપભાઈ લાડાણી સાથે સંવાદ
- રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દિલીપભાઈ લાડાણીનું મોટું યોગદાન
- પ્રોપર્ટી ખરીદનારાઓ માટે દિલીપભાઈ લાડાણીની ખાસ સલાહ
'Studio on Wheels' ની ટીમ રંગીલા Rajkot માં પહોંચી હતી આ દરમિયાન રાજકોટના જાણીતા કન્સલ્ટન્ટ અને 'ડીએલએ એસોસિએટ' (DLA Associates) ના ફાઉન્ડર દિલીપભાઈ લાડાણી સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. તેઓએ Rajkot ના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે ત્યારે Keshod થી શરૂ થયેલી એક સામાન્ય ખેડૂત પુત્રની સફર આજે સૌરાષ્ટ્રના ટોચના સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને સફળ બિલ્ડર સુધી કેવી રીતે પહોંચી તે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
'Studio on Wheels'માં ડીએલએ એસોસિએટના ફાઉન્ડર દિલીપભાઈ લાડાણી સાથે સંવાદ
કેશોદના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા દિલીપભાઈ લાડાણીની સફર શિક્ષણ અને મહેનતના પાયા પર ટકેલી છે. વર્ષ 1995માં સ્ટ્રક્ચરલ એન્જિનિયર (Structural Engineer) તરીકે કારકિર્દીની શરૂઆત કરીને તેમણે સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra) માં પોતાની કુશળતા સાબિત કરી. ત્યારબાદ, 2001માં બિલ્ડર (Builder) તરીકે પ્રથમ પ્રોજેક્ટ લોન્ચ કરી તેમણે જે સફળતાની મજલ કાપી છે, તે આજે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે. આજે તેઓ અગણિત સફળ પ્રોજેક્ટ્સના સફળ નિર્માતા તરીકે ઓળખાય છે.
દિલીપભાઈ લાડાણીના પ્રોજેક્ટ્સની શું છે ખાસિયત ?
દિલીપભાઈનું માનવું છે કે "હાઉસિંગની સાથે પર્યાવરણનું જતન પણ અનિવાર્ય છે." તેઓ પોતાના દરેક પ્રોજેક્ટમાં ગ્રીનેરી (Greenery) અને ગાર્ડન (Garden) રાખવા પર વિશેષ આગ્રહ રાખે છે. તેમણે રાજકોટ મહાનગરપાલિકા (RMC) સાથે MOU કરીને અનેક આકર્ષક પબ્લિક ગાર્ડન્સ અને વોટર રિચાર્જિંગ (Water Recharging) માટે અસંખ્ય નાના-મોટા ચેકડેમનું નિર્માણ કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.
દિલીપભાઈ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર
બિઝનેસની સાથે સાથે દિલીપભાઈ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે. સરદારધામ (Sardar Dham) ના ટ્રસ્ટી તરીકે તેઓ સમાજના યુવાનો માટે સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત, 2001ના કચ્છ-ભુજ (Kutch-Bhuj) ના વિનાશક ભૂકંપ બાદ થયેલા પુનઃનિર્માણના કાર્યોમાં તેમણે NGO અને કોર્પોરેશન સાથે મળીને ટેકનિકલ એક્સપર્ટ તરીકે જે અદભુત યોગદાન આપ્યું છે, તે તેમની સેવાભાવી વૃત્તિ દર્શાવે છે.
Studio on Wheels: Rajkot ના જાણીતા કન્સલ્ટન્ટ Dilipbhai Ladani સાથે ખાસ વાતચીત, જુઓ વિશેષ અહેવાલ #DilipbhaiLadani #DLAAssociates #Rajkot #JDGujarati #StudioOnWheels #GujaratFirst #RealEstateRajkot #Infrastructure #RERAGujarat #Sardardham #KutchEarthquake #GreenInfrastructure… pic.twitter.com/JwBxYSr745
— Gujarat First (@GujaratFirst) May 20, 2026
નવા ઘર ખરીદનારાઓ માટે દિલીપભાઈની 'ગોલ્ડન ટિપ્સ'
ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે દિલીપભાઈએ અત્યંત મહત્વનું માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું કે, નવું મકાન કે ફ્લેટ (Flat) લેતી વખતે હંમેશા લોકેશન (Location), બિલ્ડરનો જૂનો ટ્રેક રેકોર્ડ (Track Record), કન્સ્ટ્રક્શન ક્વોલિટી (Construction Quality) અને કનેક્ટિવિટી (Connectivity) ની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ. આ સાથે જ, તેમણે ગ્રાહકોને રેરા (RERA) રજીસ્ટ્રેશન હોવાના ફાયદાઓ વિશે પણ સચોટ માહિતી આપી, જેથી લોકો સુરક્ષિત રોકાણ કરી શકે.
યુવા પેઢી માટે સફળતાનો મંત્ર
યુવાનોને પ્રોત્સાહિત કરતા દિલીપભાઈ કહે છે કે, "ધૈર્ય (Patience) રાખીને સખત મહેનત (Hard Work) કરશો, તો સફળતાનું પરિણામ ચોક્કસ મળશે." દિલીપભાઈ લાડાણીના આ સકારાત્મક અને પ્રેરણાદાયી વિચારો રાજકોટના રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રમાં એક નવી દિશા આપી રહ્યા છે.
આ પણ વાંચો: Studio on Wheels: સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની આધુનિક સફર, VC Dr. Prafulkumar Udani નો શું છે મોટો પ્લાન?


