Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: ડ્રેગન ફ્રૂટ અને સીતાફળની ખેતીમાં જોરદાર નફો! ખેડૂત પોપટભાઈ પાટીદારે ખેતીને બનાવ્યો બિઝનેસ

Studio on Wheels Arvalli: રાસાયણિક ખેતીના દુષ્ચક્રમાંથી મુક્તિ મેળવીને પ્રાકૃતિક ખેતી (Natural Farming) દ્વારા સમૃદ્ધિ તરફ ડગ માંડનારા પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ પાટીદારની સફળતાની ગાથા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે.
studio on wheels  ડ્રેગન ફ્રૂટ અને સીતાફળની ખેતીમાં જોરદાર નફો  ખેડૂત પોપટભાઈ પાટીદારે ખેતીને બનાવ્યો બિઝનેસ
Advertisement
  • Studio on Wheels માં Arvalli ના પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ પાટીદાર (Popatbhai Patidar) સાથે ચર્ચા
  • ખેડૂત પોપટભાઈ પાટીદારે રાસાયણિક ખેતી છોડી અપનાવી પ્રાકૃતિક ખેતી
  • પોપટભાઈ પાટીદારે ઓર્ગેનિક ફ્રૂટ ફાર્મિંગ (Organic Fruit Farming) થી મેળવી સફળતા
  • કેન્સર જેવા રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ ઉપાય: પ્રગતિશીલ ખેડૂતનો સંદેશ
  • ઓર્ગેનિક ફળો માટે ગ્રાહકો ખેતરે આવીને આપી રહ્યા છે ઓર્ડર

Studio on Wheels Arvalli: રાસાયણિક ખેતીના દુષ્ચક્રમાંથી મુક્તિ મેળવીને પ્રાકૃતિક ખેતી (Natural Farming) દ્વારા સમૃદ્ધિ તરફ ડગ માંડનારા પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ પાટીદાર (Popatbhai Patidar) ની સફળતાની કહાની આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio on Wheels) માં તેમણે પોતાના 35 વર્ષના ખેતીના અનુભવો નિખાલસતાથી શેર કર્યા હતા.

Studio on Wheels માં Arvalli ના પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈ પાટીદાર સાથે ચર્ચા

પોપટભાઈ જણાવે છે કે રાસાયણિક ખેતીના કારણે જમીન બંજર અને કડક થઈ ગઈ હતી. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ (Pesticides) ના વધુ પડતા વપરાશથી ઉત્પાદન ખર્ચ તો વધ્યો જ, સાથે જ જમીનની ભેજ સંગ્રહવાની ક્ષમતા પણ ઘટી ગઈ હતી. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે આ પદ્ધતિથી પકવેલા અનાજ અને શાકભાજી કેન્સર (Cancer), બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોનું કારણ બની રહ્યા હતા.

Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુહિમ રંગ લાવી

આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ ઝીરો બજેટ ખેતી (Zero Budget Farming) ની શિબિરોમાં ભાગ લીધો. છેલ્લા ત્રણ વર્ષથી તેમણે સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી છે. તેમણે પોતાના ખેતરના અનુભવ પરથી એક સુંદર સૂત્ર આપ્યું છે કે, "જેમ આપણે આપણા સંતાનોની પરવરીશ કરીએ છીએ, તેમ જ પાકની માવજત કરવી પડે છે."

Advertisement

પ્રાકૃતિક ખેતીના મુખ્ય ફાયદાઓ

જમીનમાં સુધારો: જમીન ફરીથી પોચી, ફળદ્રુપ (Fertile) અને ભરભરી બની છે. અણશિયા (Earthworms) ખેતરમાં ફરી દેખાવા લાગ્યા છે જે જમીનને કુદરતી રીતે ફળદ્રુપ બનાવે છે.

ખર્ચમાં મોટો ઘટાડો: બજારના મોંઘા ખાતરો અને દવાઓને બદલે ઘરના છાણીયા ખાતર અને બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી ખેતી ખર્ચ નહિવત થઈ ગયો છે.

ગુણવત્તા અને સ્વાદ: સીતાફળ (Custard Apple), ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit) અને જામફળ (Guava) જેવા બાગાયતી પાકોમાં કુદરતી મીઠાસ અને ગુણવત્તામાં વધારો થયો છે.

ગ્રાહકો ખેતરે આવીને આપી રહ્યા છે ઓર્ડર

પોપટભાઈએ પોતાના ખેતરમાં જંતુનાશકોના વિકલ્પ તરીકે દસપર્ણી અર્ક (Dasparni Ark) અને આદુ, મરચા તેમજ લસણની પેસ્ટનો સફળ પ્રયોગ કર્યો છે. આ પદ્ધતિથી તૈયાર થયેલા ફળો લેવા માટે ગ્રાહકો સામેથી ખેતરે આવે છે અને ઊંચા ભાવે ખરીદી કરે છે.

પોપટભાઈનો ખેડૂત જગત અને જનતાને સંદેશ

અંતમાં પોપટભાઈએ ખેડૂત જગત અને જનતાને સંદેશ આપતા જણાવ્યું હતું કે, દેશના નાગરિકોના સ્વાસ્થ્ય (Health) અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર આર્થિક ફાયદા માટે જ નહીં, પરંતુ સાચા અર્થમાં રાષ્ટ્ર સેવા અને આરોગ્યની સુરક્ષા માટેનો રાહ છે.

આ પણ વાંચો:  Studio on Wheels: કેવી રીતે એક ડોક્ટર બન્યા ગુજરાતના જાંબાઝ IPS ઓફિસર? જાણો SP Dr. Parthrajsinh Gohil ની સફર

Tags :
Advertisement

.

×