Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પિતાના એક વાક્યથી બદલાઈ ગઈ જિંદગી! જાણો સાઈરામ દવે કેવી રીતે બન્યા હાસ્ય કલાકાર

Studio on Wheels: ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર, લોકસાહિત્યકાર અને કેળવણીકાર સાઈરામ દવેએ 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં પોતાના જીવન અને શિક્ષણ જગત વિશે દિલ ખોલીને વાત કરી હતી.
studio on wheels  પિતાના એક વાક્યથી બદલાઈ ગઈ જિંદગી   જાણો સાઈરામ દવે કેવી રીતે બન્યા હાસ્ય કલાકાર
Advertisement
  • Studio on Wheels માં હાસ્ય કલાકાર સાઈરામ દવે (Sairam Dave) સાથે ખાસ વાતચીત
  • સાઈરામ દવેએ તેમના પિતાના વારસાથી લઈને Nachiketa School ના વિઝન સુધીની વાતો કરી
  • માતા-પિતા બંને શિક્ષક હોવાથી ઘરમાં જ કેળવણીનું વાતાવરણ મળ્યું
  • વિદ્યાર્થીઓને 'માર્ક્સ'વાદી બનાવવાને બદલે તેમના ટેલેન્ટને બહાર લાવવા પર ભાર

Studio on Wheels: ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર, લોકસાહિત્યકાર અને કેળવણીકાર સાઈરામ દવેએ 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ખાસ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં પોતાના જીવન અને શિક્ષણ જગત વિશે દિલ ખોલીને વાત કરી હતી.

Studio on Wheels માં હાસ્ય કલાકાર સાઈરામ દવે સાથે ખાસ વાતચીત

શિક્ષણ અને વારસો (Education & Heritage): સાઈરામ દવેના માતા-પિતા બંને શિક્ષક (Teacher) હતા. તેમના પિતા ભજનિક પણ હતા, જેના કારણે તેમને સંગીતનો વારસો મળ્યો. મમ્મી ઈચ્છતી હતી કે તેઓ એન્જિનિયર બને, જ્યારે પિતા ઈચ્છતા હતા કે તેઓ કલાકાર બને. અંતે બંનેની ઈચ્છા પૂરી થઈ અને તેઓ એન્જિનિયર થયા બાદ શિક્ષક અને પછી લોકપ્રિય કલાકાર બન્યા.

Advertisement

શિક્ષણની વ્યાખ્યા

તેમના મતે 21મી સદીમાં બાળકોને માત્ર જીતતા જ નહીં પણ 'જીવતા' શીખવવું જોઈએ. તેમણે પોતાની શાળા 'નચીકેતા' (Nachiketa) માં પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂક્યો છે. અહીં કોઈ બેલપડતો નથી, પણ સંગીત દ્વારા સમય સૂચવવામાં આવે છે.

Advertisement

જીવનનો યાદગાર વળાંક

સાઈરામભાઈએ જણાવ્યું કે જ્યારે તેમના પિતાએ કહ્યું હતું કે, "જો મારા ત્રણ દીકરામાંથી કોઈ કલાકાર ન બને તો મારા પેટી-તબલા મારી નનામી સાથે બાળી નાખજો," આ એક વાક્યે તેમનું જીવન બદલી નાખ્યું અને તેઓ કલા ક્ષેત્રે આગળ વધ્યા.

પ્રેમ અને સંબંધો

પ્રેમ વિશે તેમણે રમુજી અને ગંભીર વ્યાખ્યા આપતા કહ્યું કે, "દરેક માણસે એકવાર પ્રેમ કરવો જોઈએ જેથી ખબર પડે કે શું કામ ન કરવો જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું કે સાચો પ્રેમ (True Love) સાચી વ્યક્તિ સાથે જ થાય છે, પણ ઘણીવાર સમય ખોટો હોય છે.

માતા-પિતાનું મહત્વ

કાર્યક્રમ દરમિયાન તેમણે માતા અને પિતા બંનેના જીવનમાં રહેલા ફાળા વિશે ભાવુક વાતો કરી હતી. પિતા વિશે તેમણે એક સુંદર શેર (Poetry) પણ કહ્યો હતો: "બડે હી ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું, મેરે પીછે એક બૂઢે બાપને પસીના બહાયા હૈ."

તણાવ મુક્ત જીવન

આજના સમયમાં લોકો કેમ તણાવ (Stress) માં છે તે અંગે તેમણે કહ્યું કે આપણે આપણા મૂળભૂત ગ્રંથો (Scriptures) થી દૂર થઈ ગયા છીએ. જો લોકો અધ્યાત્મ (Spirituality) અને પરિવાર સાથે જોડાયેલા રહે તો ડિપ્રેશન જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આ પણ વાંચો: Studio on Wheels: દેશની શ્રેષ્ઠ 35 યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ; જાણો વાઈસ ચાન્સેલરએ વિઝન અને મિશન વિશે શું કહ્યું

Advertisement

.

×