Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

STUDIO ON WHEELS : સિંગર પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકર સાથે થયો મ્યુઝિકલ સંવાદ, જાણો રસપ્રદ કિસ્સા

Studio on Wheels: મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે અનોખી મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી ગુજરાત ફર્સ્ટનો આ જનરથ સમાજના તમામ વર્ગનો સંપર્ક એક બાદ એક કરી રહ્યો છે. ત્યારે STUDIO ON WHEELS સાથે ગુજરાતના જાણીતા સિંગર પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકરે ખાસ વાતચીત કરી છે.
studio on wheels   સિંગર પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકર સાથે થયો મ્યુઝિકલ સંવાદ  જાણો રસપ્રદ કિસ્સા
Advertisement
  • STUDIO ON WHEELSમાં પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકર સાથે થઈ ખાસ વાતચીત
  • રાગથી લઈ રિયલિટી સુધી રસપ્રદ કિસ્સાઓ આવ્યા સામે
  • રૂરલ અને અર્બન બંનેમાં કામ કર્યું છે-સંકેત ખાંડેકર
  • ઉતાર ચઢાવ આવે પણ સંગીત ચાલે-પાર્થ ઓઝા

STUDIO ON WHEELS : ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ મીડિયા જગતમાં એક નવી ક્રાંતિ લાવવાની મુહિમ હાથ ધરી છે. STUDIO ON WHEELSના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટ હવે સમાજના દરેક વર્ગ સાથે સીધી વાતચીત કરી રહ્યું છે. આ અનોખી મુહિમમાં ગુજરાત ફર્સ્ટ હવે માત્ર ચાર દિવાલોમાં બંધાયેલાં નહિ, પરંતુ પરંપરાગત સ્ટુડિયોની મર્યાદાઓને તોડીને, લોકોના ઘર આંગણે સુધી પહોંચી સીધો સંવાદ કરી રહ્યું છે. આ "જનરથ" દરેક ખૂણેથી, દરેક સ્તરે – નેતા, અભિનેતા, ખેડૂત, લોક કલાકારો, ઉદ્યોગકારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ કરી રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટના આ ખાસ કાર્યક્રમ STUDIO ON WHEELS રાજ્યના તમામ જિલ્લાઓ એટલે કે 34 જિલ્લામાં જઈ લોકોનો અવાજ બનશે. આ સાથે જ નેતા, અભિનેતા અને કલાકારો સાથે પણ ખાસ વાતચીત કરશે. ત્યારે આજે ગુજરાત ફર્સ્ટ લોક પ્રિય સિંગર પાર્થ ઓઝા અને સંકેત ખાંડેકર સાથે ખાસ વાતચીત કરી હતી.

Advertisement

સિંગર પાર્થ ઓઝા સાથે સીધો સંવાદ

ગુજરાતના જાણીતા સિંગર અને મ્યુઝિશિયન પાર્થ ઓઝા સાથેની વાતચીતમાં અનેક રસપ્રદ વાતો STUDIO ON WHEELSના કાર્યક્રમમાં કરી છે. તેમણે જણાવ્યું છે કે સંગીતની દેન તો ઘરમાંથી જ મળી છે. તેમના પરિચયને વિસ્તૃત કરતા પાર્થ ઓઝાએ કહ્યું કે , "મારી દાદી, ઉમાબેન ઓઝા પણ સિંગર હતા. ઘરમાં ભણતરની સાથે સંગીત પર પણ ધ્યાન આપવામાં આવતું હતું. જેના પગલે સંગીતની સફરમાં કોઈ પણ પ્રકારની હાલાકી થઈ નથી. પાર્થ ઓઝાએ સિંગર તરીકે પોતાની સફળતાની યાત્રા પર વધુ પ્રકાશ પાડતા જણાવ્યું કે "મલ્ટી ટાસ્કિંગ કરવું હોય તો દમદાર જ કરવું, કારણ કે સંગીતમાં ઉતાર ચઢાવ આવો છે પરંતુ સંગીત હંમેશા ચાલે છે.

Advertisement

 

ફોક સિંગર સંકેત ખાંડેકર સાથે ખાસ સંવાદ

ફોક સિંગર સંકેત ખાંડેકર સાથે પણ STUDIO ON WHEELSના કાર્યક્રમમાં ખાસવાતચીત કરવામાં આવી છે. ગુજરાતના પ્રખ્યાત ફોક સિંગર સંકેત ખાંડેકર સાથે પણ ઈન્ટરવ્યું કરવામાં આવ્યું હતું. સંકેત ખાંડેકર જેમણે 20 વર્ષથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે ગુજરાતી મ્યુઝિક એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે.

તેમણે એમ પણ ઉમેર્યું, "ગુજરાતમાં સારા કલાકાર છે. અનેક કામો મુંબઈમાં થવા લાગ્યા છે. જ્યારે તેમણે પણ રૂરલ અને અર્બન પ્રોજેક્ટમાં કામ કર્યું હોવાનું જણાવ્યું છે. તેમજ અનેક મજાના કિસ્સાઓ પણ શેર કર્યા છે.

ગુજરાત ફર્સ્ટનો અનોખો સંકલ્પ(STUDIO ON WHEELS)

ગુજરાત ફર્સ્ટના 90 દિવસમાં 10,000 કિ.મી.ની યાત્રામાં વિવિધ પ્રશ્નોને ચર્ચામાં લાવવામાં આવશે. આ યાત્રા રાજ્યના 34 જિલ્લાઓમાં પસાર થશે, જ્યાં સ્થાનિક રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat First ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ભવ્ય શરૂઆત અંબાજી મંદિરથી

Tags :
Advertisement

.

×