"2026ની કરુણ વાસ્તવિકતા vs 2047ના સપના" Amitbhai Chavda એ ગુજરાત બજેટને કેમ ગણાવ્યું નિરાશાજનક?
- રાજ્યના બજેટ (Gujarat Budget 2026-27) ને લઈને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ (Gujarat Congress President) સાથે ખાસ સંવાદ
- સ્ટુડિઓ ઓન વ્હિલ્સ (Studio on Wheels) માં અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda) સાથે સંવાદ
- ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) બજેટને ગણાવ્યુ નિરાશાજનક
- "2026-27નો વર્તમાન ભૂલીને 2047ના સપના બતાવનારું બજેટ": અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda)
Amitbhai Chavda Budget Reaction: ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 'સ્ટુડિયો ઓન વ્હિલ્સ' (Studio on Wheels) માં ખાસ સંવાદ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda) એ બજેટ (Budget) ની આકરી ટીકા કરતા તેને જનતા માટે 'નિરાશાજનક' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વર્તમાન સમયની હાડમારીઓ ભૂલીને માત્ર ભવિષ્યના બતાવી રહી છે.
વર્તમાન ભૂલીને ભવિષ્યના સપના પીરસતું બજેટ
અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ બજેટ 2026-27ની વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે. સરકાર 2047ના 'વિકસિત ભારત'ના સપના વેચી રહી છે, પરંતુ આજે 2026માં સામાન્ય જનતા જે મુશ્કેલીઓ ભોગવી રહી છે તેની કોઈને ચિંતા નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ગુજરાતની જનતા આ બજેટને 10માંથી 0 માર્ક આપે"
ખેડૂતો, મહિલાઓ અને યુવાનોની ઉપેક્ષા
બજેટમાં પાયાના વર્ગની અવગણના કરવામાં આવી હોવાનો દાવો કરતા અમિત ચાવડાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે,પાકવીમા યોજનાનો લાભ ખેડૂતોને કેમ નથી મળતો? મોંઘવારી અને ખેતીના ખર્ચ સામે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. 'લાડલી બેન' યોજના અને ઘરેલું ગેસના રાહતના વાયદાઓનું શું થયું? બાજુના રાજ્યમાં 500 રુપિયામાં ગેસનો બાટલો મળે છે. તો શું ગુજરાતની બહેનો લાડલી નથી તેવા વેધક સવલો પણ અમિતભાઈ ચાવડાએ કર્યા હતા.તેમણે જણાવ્યું કે, મહિલાઓ અને વૃદ્ધો માટે કોઈ ખાસ જોગવાઈ બજેટમાં દેખાતી નથી. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગમાં શોષાતા યુવાનો માટે સરકાર પાસે કોઈ નીતિ નથી. 'સમાન કામ, સમાન વેતન'નો મુદ્દો બજેટમાંથી ગાયબ છે.
વંચિત વર્ગો અને નાના ઉદ્યોગોની અવગણના
કોંગ્રેસ પ્રમુખે ઉમેર્યું કે, બજેટમાં SC, ST અને OBC વર્ગ માટે કોઈ નોંધપાત્ર જોગવાઈ નથી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મુદ્દાઓ પણ વણઉકેલ્યા રહ્યા છે. બીજી તરફ, MSME (નાના ઉદ્યોગો) ને મજબૂત કરવાને બદલે સરકાર માત્ર મોટા ઉદ્યોગો માટે 'લાલ જાજમ' બિછાવી રહી છે. આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને VCE કર્મચારીઓના પડતર પ્રશ્નો પણ બજેટમાં ખોવાઈ ગયા છે.
કોમનવેલ્થ ગેમ્સ અને શિક્ષણ પર સવાલ
રાજ્યમાં રમતગમત પાછળ થતા ખર્ચ પર સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે, "કોમનવેલ્થ ગેમ્સ પાછળના આંધણથી સામાન્ય ગુજરાતીઓને શું ફાયદો થવાનો છે?" જ્યારે રાજ્યની ઘણી શાળાઓમાં રમતના મેદાનો પણ નથી, ત્યારે મોટા આયોજનો કરવા પાછળનો તર્ક શું?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા આપશે જવાબ
અંતમાં અમિત ચાવડાએ હુંકાર કર્યો કે મોંઘવારી, બેરોજગારી અને કર્મચારીઓના OPS (જૂની પેન્શન યોજના) જેવા સળગતા મુદ્દાઓ આ બજેટમાં ભુલાયા છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતા આ 'શૂન્ય માર્ક' વાળા બજેટનો અને સરકારની નીતિઓનો જડબાતોડ જવાબ આપશે.
આ પણ વાંચો: Jitubhai Vaghani Budget Reaction : શુદ્ધ મન અને શુદ્ધ ભાવનું બજેટ,જીતુભાઈ વાઘાણીએ રજૂ કર્યું સરકારનું વિઝન


