Gujarat First નો નવો અભિગમ ‘Studio on Wheels’, સંતોના આશીર્વાદ સાથે શુભારંભ
- Gujarat First નો નવો અભિગમ
- ‘Studio on Wheels’ પ્રોજેક્ટનો પ્રારંભ
- સંતોના આશીર્વાદ સાથે શુભ શરૂઆત
- જન જન સુધી પહોંચશે ગુજરાત ફર્સ્ટની યાત્રા
- સંતોએ અભિગમને ભરી ભરીને આપ્યા આશીર્વાદ
- દરેક જિલ્લામાં પહોંચીને જાણીશું તમારી સમસ્યાઓ
Gujarat First ન્યૂઝ હંમેશા જનતાનો અવાજ બન્યું છે. નવા નવા પ્રયોગ થકી લોકો વચ્ચે જઈને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો છે. જેના માટે ગુજરાત ફર્સ્ટ ચેનલ સતત ભગીરથી પ્રયાસો કરતું રહે છે. ત્યારે હવે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના હેડ ડૉ.વિવેક કુમાર ભટ્ટની અધ્યક્ષતામાં વધુ એક નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેનું નામ છે ‘સ્ટૂડિયો ઓન વિલ્સ’. આ પ્રોજેક્ટ (Project) હેઠળ 90 દિવસમાં 10 હજાર કિલોમીટરની યાત્રા કરવામાં આવશે. જેમાં રાજ્યના દરેક જિલ્લાઓને આવરી લેવામાં આવશે. અને લોકોના ઘર આંગણે જઈને તેમની સમસ્યાઓ જાણીને સરકાર સુધી પહોંચાડવામાં આવશે.
Gujarat First નો પ્રોજેક્ટ ‘Studio on Wheels’
આ પ્રોજેક્ટ માટે ગુજરાત ફર્સ્ટે વાનમાં જ ખાસ હરતો ફરતો સ્ટુડિયો બનાવ્યો છે. જેના થકી તમારી સમસ્યાઓને જે તે સ્થળ પરથી જ જીવંત પ્રસારણ કરી શકાય. આ સ્ટુડિયો રૂપી વાન 3 મહિના (3 months) એટલે કે 90 દિવસ સુધી તમામ 32 જિલ્લામાં ફરશે. આ સમય દરમિયાન પોડકાસ્ટથી (Podcast) લઈને પર્સનલ ઈન્ટરવ્યૂ પણ કરવામાં આવશે. તો સામાન્ય નાગરિકો અને આગેવાનો સાથે સંવાદ પણ કરવામાં આવશે. જેથી નાગરિકોની વાત સીધી સરકાર સુધી પહોંચી શકે.
Gujarat First ના પ્રોજેક્ટને મળ્યા સંતોના આશીર્વાદ
સાધુ-સંતોના આશીર્વાદથી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ સ્ટુડિયો સૌપ્રથમ અમદાવાદના શાહીબાગમાં આવેલા સ્વામિનારયણ મંદિરે (Swaminarayan Temple) પહોંચ્યો હતો. જ્યાં પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પરમ પૂજ્ય વિવેકજીવન સ્વામી અને પરમ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ ગુજરાત ફર્સ્ટના હાઈટેક સ્ટૂડિયોની (Hi-Tech Studio) મુલાકાત લીધી હતી. આ સંતોએ ગુજરાત ફર્સ્ટના ભગીરથ પ્રયાસની પ્રશંસા કરીને સફળતાના આશીર્વાદ પણ આપ્યા હતા.
View this post on Instagram
સંતોએ પ્રોજેક્ટને સફળ થવાના આશીર્વાદ આપ્યા
ચેનલ હેડ ડૉ.વિવેક કુમાર ભટ્ટે પરમ પૂજ્ય વિવેકજીવન સ્વામી સાથે સંવાદ કર્યો હતો. જેમાં સ્વામીજીએ ગુજરાત ફર્સ્ટને અભિનંદન પાઠવતા કહ્યું કે, આ અદભુત પ્રોજેક્ટ હાથમાં લીધો છે. બદલાતા યુગ સાથે નવો વિચાર લઈને તમે આવ્યા છો. સ્વામીજીએ પ્રશંસા કરતા કહ્યું કે, ગુજરાત ફર્સ્ટ આ પ્રયાસથી ખરી વાસ્તવિક્તાને ગ્રાઉન્ડ લેવલથી (Ground level) જાણી શકશે. લોકોની સમસ્યા અને પરિસ્થિતિને નજીકથી સમજી શકશે. તો પરમ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી એ કહ્યું કે, ગુજરાત ફર્સ્ટે નવીન અભિગમ સાથે સુંદર કાર્ય શરૂ કર્યું છે. આધુનિક યુગમાં ડિજિટલ સ્ટૂડિયો સાથે શરૂ થયેલું આ પ્રસ્થાન લોકોના જીવનમાંથી સમસ્યાઓનું અંધકાર દૂર કરીને ચોક્કસ પ્રકાશ ફેલાવશે. નૂતન સોપાન દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી તેમણે પ્રાર્થના કરી હતી.
View this post on Instagram
ડિજિટલ સ્ટુડિયો સાથે સત્યની શોધ
ચેનલ હેડ (Channel head) ડૉ. વિવેક કુમાર ભટ્ટે પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાથે પણ સંવાદ કર્યો હતો. આ સંવાદમાં સ્વામીજીએ કહ્યું કે, ગુજરાત ફર્સ્ટનું આ ખૂબ જ સુંદર અને મોટું પગલું છે. જેમાં ગુજરાત ફર્સ્ટની પ્રબળ ઈચ્છા શક્તિ લોકહિત માટે દેખાઈ રહી છે. જો માણસ એક બીજાની સમસ્યા સમજી લે તો 90 ટકા સમસ્યાઓનું સમાધાન થઈ જાય. તેમણે શબ્દોને આગળ વધારતા કહ્યું, મીડિયાની જવાબદારી છે સત્યને શોધવું અને એ પ્રશ્ન વગર શોધાતું નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું Opening
મહત્વનું છે કે, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના આ મેગા પ્રોજેક્ટનું (Mega project) મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ studio on wheels પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. શુભારંભ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના MD જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel), ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડૉ.વિવેક કુમાર ભટ્ટે મહાનુભાવોને આવકારીને સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો--- Mehsana ના ખેડૂતને પ્રાકૃતિક ખેતીથી થયો લાભ..! જમીન સુધરી, જીવામૃતથી બદલાયું નસીબ
આ પણ વાંચો---બંગાળમાં 'બાબરી નિર્માણવાળા' હુમાયૂં કબીરે પાર્ટીનું કર્યું એલાન, જાણો શું માંગી રહ્યા છે ચૂંટણી ચિન્હ?


